For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પ્રધાનમંત્રી મોદીએ હીરાબાના 100માં જન્મદિવસે પગ પખાલી આશીર્વાદ મેળવ્યા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વહેલી સવારે માતા હિરાબાના આશીર્વાદ લેવા પહોંચ્યા છે.

|
Google Oneindia Gujarati News

અમદાવાદઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વહેલી સવારે માતા હિરાબાના આશીર્વાદ લેવા પહોંચ્યા છે. આજે હિરાબાનો 100મો જન્મદિવસ છે ત્યારે નરેન્દ્ર મોદી માતાને મળવા રાયસણ પહોંચ્યા છે. મોદી માતાના જન્મદિવસ નિમિત્તે ભેટ લઈને આવ્યાં છે. તેમના હાથમાં બેગ જોવા મળી હતી. માતાની મુલાકાત બાદ નરેન્દ્ર મોદી રાજભવન જવા માટે રવાના થશે. નરેન્દ્ર મોદીના આગમનને લઈને રાયસણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આ ઉપરાંત રાયસણ ગામ તરફ નિવાસસ્થાનના રૂટ પર પણ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

પ્રધાનમંત્રી મોદીએ હીરાબાના પગ પખાલ્યા

પ્રધાનમંત્રી મોદીએ હીરાબાના પગ પખાલ્યા

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી પોતાના માતૃશ્રી હીરાબાના આજે શતાયુ જન્મ દિવસ અવસરે ગાંધીનગરના તેમના નિવાસસ્થાને વહેલી સવારે પહોંચ્યા હતા અને હીરાબાને સ્વસ્થ તેમજ દીર્ઘાયુ જીવનની શુભેચ્છા પાઠવી હતી.વડાપ્રધાનશ્રીએ પૂજ્ય હીરાબાના ચરણમાં પુત્ર સહજ ભાવે બેસીને માતૃશ્રીના ચરણ પખાલ્યા હતા તેમજ તેમના આશીર્વાદ પણ મેળવ્યા હતા.

જગન્નાથ મંદિરમાં ભંડારાની તૈયારીઓ

જગન્નાથ મંદિરમાં ભંડારાની તૈયારીઓ

ઉલ્લેખનીય છે કે આજે હીરાબાના જન્મદિવસ નિમિત્તે જગન્નાથ મંદિરમાં ભંડારાની તૈયારીઓ કરવામાં આવશે. મંદિરમાં મર્યાદિત સંખ્યામાં સાધુ-સંતો અને હીરાબાના પરિવારજનો માટે ભંડારો યોજવામાં આવશે. જેમાં દાળ, ભાત, પુરી, માલપુવા પીરસવામાં આવશે. હીરાબાના 100માં જન્મદિવસે વડનગરના હાટકેશ્વર મંદિરમાં પૂજાનુ આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં સુંદરકાંડના પાઠથી લઈને શિવઆરાધના તથા ભજનસંધ્યાના ત્રિવેણી કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યુ છે.

પાવાગઢમાં પૂજા-અર્ચના કરશે અને મંદિર પર ધ્વજારોહણ કરશે

પાવાગઢમાં પૂજા-અર્ચના કરશે અને મંદિર પર ધ્વજારોહણ કરશે

તમને જણાવી દઈએ કે પ્રધાનમંત્રી મોદી બે દિવસના ગુજરાતના પ્રવાસે છે. જ્યાં શુક્રવારે સાંજે અમદાવાદ એરપોર્ટ પર તેઓ આવી પહોંચ્યા હતા. અમદાવાદ એરપોર્ટ ખાતે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા પ્રધાનમંત્રીનુ સ્વાગત કરવામાં આવ્યુ હતુ. પ્રધાનમંત્રી મોદી આજે પંચમહાલ જિલ્લામાં પ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢની મુલાકાતે પહોંચશે જ્યાં શાસ્ત્રોક્ત વિધિ મુજબ તેઓ પૂજા-અર્ચના કરશે અને મંદિર પર ધ્વજારોહણ કરશે. ધ્વજારોહણ બાદ પ્રધાનમંત્રી ટૂંકુ પ્રવચન આપશે. બાદમાં પાવાગઢ ખાતે કરવામાં આવેલા વિકાસના કામોનુ લોકાર્પણ અને નિરીક્ષણ પણ કરશે. પાવાગઢનો કાર્યક્રમ પૂરો થયા પછી પીએમ મોદી વડોદરા જવા રવાના થશે.

English summary
Prime Minister Narendra Modi reaches the residence of his mother Heeraben Modi, in Gandhinagar.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X