For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પુલવામા આતંકી હુમલાના શહીદોને સીએમ રૂપાણીએ આપી શ્રદ્ધાંજલિ, કાર્યક્રમો રદ

ગુજરાતમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી, ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી અને હાર્દિક પટેલ જેવા નેતાઓએ પુલવામા હુમલા વિશે દુઃખ વ્યક્ત કર્યુ છે.

|
Google Oneindia Gujarati News

જમ્મુ કાશ્મીરના પુલવામા સ્થિત લેથપોરામાં ગુરુવારે બપોરે 3 વાગે સીઆરપીએફના કાફલા પર થયેલા હુમલામાં 44 જવાન શહીદ થઈ ગયા. આ અંગે ગુજરાતમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી, ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી અને હાર્દિક પટેલ જેવા નેતાઓએ દુઃખ વ્યક્ત કર્યુ છે. મુખ્યમંત્રીએ શહીદોને શ્રદ્ધાંજલિ આપી છે. આ સાથે આજે બધા સરકારી કાર્યક્રમ રદ કરી દીધા છે.

ગુજરાતમાં સુરક્ષા વ્યવસ્થા પૂરતી, આખો દેશ શહીદોના પરિજનો સાથે

ગુજરાતમાં સુરક્ષા વ્યવસ્થા પૂરતી, આખો દેશ શહીદોના પરિજનો સાથે

રૂપાણીએ સુરેન્દ્રનગર અને મોડાસા જિલ્લામાં કાર્યક્રમ રદ કરીને શહીદ થયેલા સ્થળ પર સુરક્ષા વધારવાના નિર્દેશ આપ્યા. તેમણે જવાનોના પરિજનોને સાંત્વના આપતા દુઃખની આ ઘડીમાં સમગ્ર દેશ તેમની સાથે ઉભો હોવાની વાત કહી. રાજ્યમાં પાકિસ્તાન સાથે જોડાયેલ વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે.

કાયરતાપૂર્ણ હુમલાથી સ્તબ્ધ છુઃ ભાજપ પ્રદેશ અધ્યક્ષ

કાયરતાપૂર્ણ હુમલાથી સ્તબ્ધ છુઃ ભાજપ પ્રદેશ અધ્યક્ષ

વળી પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ હુમલાને કાયર ગણાવ્યો છે. પ્રદેશ ભાજપ અધ્યક્ષે કહ્યુ કે સીઆરપીએફના કાફલા પર કાયરતાપૂર્ણ હુમલાથી સ્તબ્ધ છુ. આપણે આટલા જવાનોના બલિદાનને વ્યર્થ ન જવા દઈ શકીએ. શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ. ઘાયલો જલ્દી સ્વસ્થ થાય તેવી કામના કરુ છુ.

નૃશંસ હુમલાની નિંદાઃ કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ

નૃશંસ હુમલાની નિંદાઃ કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ

કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડાએ કહ્યુ કે પુલવામામાં સીઆરપીએફ જવાનો પર થયેલા નૃશંસ આતંકી હુમલાની નિંદા કરુ છુ. શહીદ થયેલા જવાનોની શહીદીને નમન કરુ છુ. શોક સંતપ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરુ છુ. શહીદોના આત્માને શાંતિ મળે.

ઘાયલોને શીઘ્ર સ્વાસ્થ્ય લાભ મળેઃ હાર્દિક પટેલ

ઘાયલોને શીઘ્ર સ્વાસ્થ્ય લાભ મળેઃ હાર્દિક પટેલ

યુવા પાટીદાર નેતા હાર્દિક પટેલે કહ્યુ કે જમ્મુ કાશ્મીરમાં બપોરે 3.15 વાગે સીઆરપીએફના કાફલા પર થયેલા કાયરતાપૂર્ણ હુમલામાં મોટી સંખ્યામાં જવાન શહીદ થયા છે. એ શહીદોના પરિવારો પ્રત્યે મારી સંવેદના છે. હું ઘાયલોને શીઘ્ર સ્વાસ્થ્ય લાભ મળે તેવી પ્રાર્થના કરુ છુ.

આ પણ વાંચોઃ પુલવામા હુમલોઃ કાશ્મીરમાં ભાજપ ફેલ, રાજ્યપાલે માન્યુ થઈ ચૂકઃ સુબ્રમણ્યમ સ્વામીઆ પણ વાંચોઃ પુલવામા હુમલોઃ કાશ્મીરમાં ભાજપ ફેલ, રાજ્યપાલે માન્યુ થઈ ચૂકઃ સુબ્રમણ્યમ સ્વામી

English summary
Pulwama Terror Attack : CM Vijay Rupani expresses grief, cancels official programmes
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X