For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાજ્યસભાના સાંસદ પુરુષોત્તમ રૂપાલાએ બીજીવાર 'મોદી કેબિનેટ'માં મંત્રી તરીકે શપથ લીધા

રાજ્યસભાના સાંસદ પુરુષોત્તમ રૂપાલાએ બીજીવાર 'મોદી કેબિનેટ'માં મંત્રી તરીકે શપથ લીધા

|
Google Oneindia Gujarati News

અમદાવાદઃ ગુજરાતથી રાજ્યસભાના ત્રણ સાંસદો મોદી કેબિનેટમાં સામેલ થયા છે. જેમાં મનસુખ માંડવિયા, અમિત શાહ અને પુરુષોત્તમ રૂપાલાનો સમાવેશ થાય છે. પુરુષોત્તમ રૂપાલાએ કેન્દ્ર સરકારમાં રાજ્યમંત્રીના રૂપે શપથ લીધા છે. રૂપાલાનું નામ પણ મંત્રી પદ માટે નક્કી જ માનવામાં આવી રહ્યું હતું. પુરુષોત્તમ રૂપાલા 2014ના કેન્દ્રીય મંત્રીમંડળમાં પણ સામેલ હતા. રાજ્યસભા સાંસદ પુરુષોત્તમ રૂપાલા પાછલી સરકારમાં કૃષિ અને પંચાયતી રાજ મંત્રાલયમાં રાજ્યમંત્રી હતા.

purushottam rupala

આઝાદીના થોડા વર્ષો બાદ 1 ઓક્ટોબર 1954ના રોજ અમરેલીના ઈશ્વરિયા ગામમાં હરીબેન ખોડાભાઈ અને ખોડાભાઈ માધાભાઈને ત્યાં પુરુષોત્તમભાઈ રૂપાલાનો જન્મ થયો. રૂપાલાએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને ગુજરાત યુનિવર્સિટીથી બીએસસી અને બીએડનો અભ્યાસ કર્યો છે. પોલિટિક્સમાં પ્રવેશતા પહેલા તેઓ હામાપુર ખાતે આવેલ માધ્યમિક શાળાના આચાર્ય હતા. 1983થી 1987 સુધી તેઓ અમરેલી મ્યૂનિસિપાલિટીમાં ચીફ ઑફિસર તરીકે ફરજ બજાવતા હતા.

1988થી 1991 સુધી પુરુષોત્તમ રૂપાલા અમરેલી જિલ્લાના ભાજપ પ્રેસિડેન્ટ રહ્યા હતા. 1992માં ભાજપના સેક્રેટરી તરીકે તેઓ ફરજ બજાવી ચૂક્યા છે. પુરુષોત્તમ રૂપાલા પોતાના ભાષણોમાં મજાકિયા અંદાજ અને સ્થાનીક ભાષાના શબ્દોના ઉપયોગ માટે જાણીતા છે. રૂપાલા હંમેશા પારંપરિક કપડાં જ પહેરતા જોવા મળે છે. 1991માં રૂપાલા પહેલીવાર અમરેલીથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી રહેલ રૂપાલા 2008માં રાજ્ય સભા

મોદી કેબિનેટમાં મનસુખ માંડવિયા રાજ્યમંત્રી (સ્વતંત્ર હવાલો)મોદી કેબિનેટમાં મનસુખ માંડવિયા રાજ્યમંત્રી (સ્વતંત્ર હવાલો)

English summary
purusottam rupala sworn as minister in modi cabinet
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X