શાહરૂખ ખાન ફિલ્મ રઇઝ માટે આવ્યો વડોદરા, પણ ભારે ભીડમાં 1 ફેનની થઇ મોત

Posted By:
Subscribe to Oneindia News

બોલીવૂડ બાદશાહ શાહરૂખ ખાન આજે તેની આવનારી ફિલ્મ રઇઝના પ્રમોશન માટે ટ્રેન દ્વારા વડોદરા સ્ટેશન પર પહોંચ્યો હતો. નોંધનીય છે કે પોતાની ફિલ્મને અલગ રીતે પ્રમોટ કરવા માટે તેણે ટ્રેનથી પ્રવાસ કરવાનો પ્લાન કર્યો હતો. પણ હવે આ પ્રમોશનના ચક્કરમાં જ વડોદરાના એક વ્યક્તિએ પોતાના પ્રાણ ગુમાવ્યા છે. નોંધનીય છે કે શાહરૂખ ખાન સાથે આ ફિલ્મ પ્રમોશનમાં બોલીવૂડ અભિનેત્રી સની લિયોની પણ જોડાઇ છે. ત્યારે આ બન્ને જણા જ્યારે પ્રવાસ દરમિયાન વડોદરા રેલ્વે સ્ટેશન પહોંચ્યા હતા. ત્યારે ત્યાં લોકોની ભારે ભીડ સની અને શાહરૂખ ખાનની એક ઝલક મેળવવા માટે તેમની મોટી સંખ્યામાં રાહ જોઇ રહી હતી.

srk

અને શાહરૂખના ત્યાં પહોંચતા જ આ સમગ્ર ભીડ બેકાબૂ થઇ ગઇ. જેના કારણે થયેલી ભાગદોડમાં એક વ્યક્તિનું મોત થયું છે. અને બે લોકો ઇજાગ્રસ્ત થયા છે. શાહરૂખ ખાન મુંબઇથી પોતાની ટીમની સાથે બોમ્બે સેન્ટ્રલથી અગસ્ત ક્રાંતિ એક્સપ્રેસમાં નીકળ્યા છે. નોંધનીય છે કે વડોદરા રેલ્વે સ્ટેશન પર શાહરૂખ ખાન 10 મિનિટ માટે રોકાયો હતો. અને કોચની બહાર આવીને પણ તેને તેના ફેન્સનું અભિવાદન સ્વીકાર્યું હતું. પણ તેવામાં ભીડ વધતા પોલીસને લાઠીચાર્જ કરવો પડ્યો હતો. જેમાં ચારથી પાંચ લોકોને ગંભીર ઇજાઓ આવી છે. ત્યારે આ ભાગદોડીમાં જે વ્યક્તિની મોત થઇ છે તેની તસવીર નીચે મુજબ છે.

SRK FAN DEATH

આ તસવીર ફરીદ ખાન નામના વ્યક્તિની છે. જે વડોદરા મહાનગરપાલિકાના પૂર્વ નગરસેવક રહી ચૂક્યા છે. તે શાહરૂખ ખાનના મોટા ફેન છે અને પત્ની અને બાળકી સાથે વડોદરા રેલ્વે સ્ટેશન પર શાહરૂખ ખાનની એક ઝલક જોવા માટે આવ્યા હતા. પણ અહીં હૃદયરોગના હુમલાના કારણે તેમની મોત થઇ ગઇ છે.

srk

નોંધનીય છે કે શાહરૂખની ટ્રેન ગુજરાતમાં સુરત અને વડોદરામાં રોકાવાની હતી. જ્યારે વાપી જેવા શહેરોમાંથી પસાર થવાની હતી. તે માટે જ મોટી સંખ્યામાં લોકો રેલ્વે સ્ટેશન પર પહોંચ્યા હતા. વધુમાં શાહરૂખ ખાન સાથે આ ટ્રેન સફરમાં બહાર લાગેલી રિર્ઝવેશન ચાર્જશીટ મુજબ સની લિયોની, રાહુલ ઢોલકિયા અને રિતેશ સિધવાની પણ જોડાયા હતા.

srk
English summary
Raees promotion Shahrukh Khan reached at Vadodara Station but huge crowd killed One parson.
Please Wait while comments are loading...