For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સુરતમાં આપ નેતા રાઘવ ચઢ્ઢાએ વિશાળ રેલીમાં કહ્યુ - '27 વર્ષની ભાજપની ભ્રષ્ટ સરકારને હટાવવાની છે'

આમ આદમી પાર્ટીના ગુજરાતના સહ પ્રભારી અને રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાએ સોમવારે સુરતમાં એક વિશાળ રોડ શો કર્યો હતો. આપ નેતા સુરતના ડાયમંડ માર્કેટમાં હતા જ્યાં તેમણે સરદાર પટેલને શ્રદ્ધાંજલિ આપી. આ દરમિયાન મોટી સંખ્યાાં પાર્ટી

|
Google Oneindia Gujarati News

સુરતઃ આમ આદમી પાર્ટીના ગુજરાતના સહ પ્રભારી અને રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાએ સોમવારે સુરતમાં એક વિશાળ રોડ શો કર્યો હતો. આપ નેતા સુરતના ડાયમંડ માર્કેટમાં હતા જ્યાં તેમણે સરદાર પટેલને શ્રદ્ધાંજલિ આપી. આ દરમિયાન મોટી સંખ્યાાં પાર્ટી કાર્યકર્તાઓ તેમના સ્વાગતમાં પહોંચ્યા અને તેમનુ ફૂલોથી સ્વાગત કર્યુ. સુરતમાં પોતાના કાર્યકર્તાઓને સંબોધિત કરીને રાઘવ ચઢ્ઢાએ કહ્યુ કે, 'સુરતમાં લોકોનો જોશ જોઈને ગુજરાતનો મૂડ સમજી શકાય છે. તેમણે કહ્યુ કે બધી પાર્ટીઓને મોકો આપીને જોયો, હવે એક મોકો કેજરીવાલને આપીને જોઈ લો.'

raghav chadha

રાઘવ ચઢ્ઢાએ ભાજપ પર નિશાન સાધ્યુ અને કહ્યુ કે, 'એ નકલી સર્વે બતાવીને જીતનો દાવો કરી રહ્યા છે પરંતુ કેન્દ્ર સરકારની આઈબીએ તેમને ગુજરાત ચૂંટણી પર એક એવો રિપોર્ટ આપ્યો છે જેનાથી ભાજપની ઉંઘ ઉડી ગઈ છે.' રાઘવ ચઢ્ઢાએ પોતાના રોડ શોનો ફોટો શેર કરીને ટ્વિટ કર્યુ કે, 'આજે સુરત ડાયમંડ માર્કેટમાં લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલજીના આશીર્વાદ લીધા બાદ એક વિશાળ જનસભાને સંબોધિત કરી.' તેમણે અન્ય એક ટ્વિટમાં કહ્યુ કે, 'ગુજરાતે બધા પક્ષોને મોકો આપીને જોયુ - એક મોકો કેજરીવાલ સરકારને આપીને જુઓ.'

આપ નેતા રાઘવ ચઢ્ઢાએ કહ્યુ કે ગુજરાતમાં પરિવર્તનની લહેર છે અને લોકો આપને બદલાવ સ્વરૂપે જોઈ રહ્યા છે. આપના ગુજરાતના સહ-પ્રભારી રાઘવ ચઢ્ઢાએ કહ્યુ કે ગુજરાત પરિવર્તનની માંગ કરી રહ્યુ છે અને આપ આના માટે સંપૂર્ણપણે તૈયાર છે. આમ આદમી પાર્ટી આ રણ માટે તૈયાર છે. રાઘવ ચઢ્ઢાએ ભાજપ સરકારને ભ્રષ્ટ ગણાવી અને તેમણે કહ્યુ કે છેલ્લા 27 વર્ષથી ગુજરાતમાં ભાજપની ભ્રષ્ટ સરકાર છે અને આપણે સહુએ મળીને તેને ઉખાડી ફેંકવાની છે. તેમણે આપ સરકારને ઈમાનદાર સરકાર ગણાવી અને લોકોને આપની ઈમાનદાર સરકાર બનાવવાની અપીલ કરી.

English summary
Raghav Chadha big rally in Surat, said - 27 years corrupt bjp government has to be removed
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X