For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોદીને આશિર્વાદ જરૂર આપશે સુષમા અને અડવાણી: બાબા રામદેવ

|
Google Oneindia Gujarati News

baba ramdev
રાજકોટ, 11 એપ્રિલ: બાબા રામદેવે એકવાર ફરી કોંગ્રેસ અને યુપીએ સરકાર પર જોરદાર પ્રહાર કર્યા. સાથે સાથે તેમણે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના જોરદાર વખાણ કર્યા. રામદેવે જણાવ્યું કે એ નિર્વિવાદિત સત્ય છે કે રાજનીતિમાં મોદી સૌથી આદર્શ પ્રતિકના રૂપમાં ઉભર્યા છે. મને લાગે છે કે અડવાણીજી મોદીજીને આશિર્વાદ જરૂર આપે. સુષમા સ્વરાજ અને લાલકૃષ્ણ અડવાણીની પીએમ ઉમેદવારીના મુદ્દા પર બાબા રામદેવે જણાવ્યું કે માતાઓનું કામ છે પુરુષોને આગળ કરવા અને વડીલો તો નાનાને આશિર્વાદ આપે છે.

રાજકોટમાં પ્રેસ કોન્ફ્રેન્સમાં રામદેવે કેન્દ્ર સરકારને પણ આડા હાથે લીધી. તેમણે જણાવ્યું કે 2013નું વર્ષ એ તમામનું 13માંનું વર્ષ હશે જેમણે દેશને લૂંટ્યું છે. તેમણે જણાવ્યું કે રાજનૈતિક પાર્ટીઓ પરથી લોકોનો વિશ્વાસ ઉઠી રહ્યો છે. આવામાં કેટલાક એવા લોકો તેમણે પોતાના કામ થકી પોતાની ઓળખ બનાવી છે તેમના પર દેશની નજર ટકેલી રહે છે.

બાબાએ જણાવ્યું કે કોંગ્રેસ તો પોતાના પાપોથી જ ખતમ થઇ જશે. તે જનવિરોધી અને રાષ્ટ્રવિરોધી પાર્ટી છે. ભલે તે વિકિલીક્સનો ખુલાસો હોય કે પછી અન્ય. દરેક ઘોટાળાઓના તાર એક જ પરિવાર સાથે જોડાયેલા હોય છે.

રામદેવ બાબાએ રાહુલ ગાંધીને નિશાના પર લેતા જણાવ્યું કે જે યુવરાજને કોંગ્રેસ પ્રમોટ કરવામાં લાગેલી છે તે પોતે કન્ફ્યુઝ્ડ અને અપરિપક્વ છે. હું તેમને એક કલાક સુધી મળ્યો છું, મને લાગે છે કે તેમનો હજી પૂરેપુરો વિકાસ નથી થયો. મનમોહનસિંહ સરદાર તો છે પરંતુ અસરદાર નથી. કોંગ્રેસે પોતાની કબર જાતે ખોદી છે. તેમણે જણાવ્યું કે કોંગ્રેસની સામે દેશમાં વાતાવરણ કંઇક એવું બનશે જેવું ઇમરજન્સી વખતે બન્યું હતું.

English summary
Ramdev takes on Congress, describes Rahul Gandhi as ineffective, confused.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X