કોંગ્રેસના યુવરાજ રાહુલ ગાંધી આજે બનાસકાંઠાની મુલાકાતે, જાણો પ્રોગ્રોમ

Posted By:
Subscribe to Oneindia News

કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી શુક્રવારે ગુજરાતના પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેશે. ઉલ્લેખનીય છે કે એક તરફ જ્યાં કોંગ્રેસના 42 ધારાસભ્યો બેંગલોર ખાતે છે ત્યારે કોંગ્રેસ માટે રાહુલ ગાંધીની આ મુલાકાત મહત્વની સાબિત થશે. આજે બપોરે બે વાગ્યાની આસપાસ રાજસ્થાનના પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત પછી રાહુલ ગાંધીનું ધાનેરા ખાતે આગમન થશે. બનાસકાંઠાના ધાનેરા શહેરને પૂરના કારણે પારવાર મુશ્કેલી વેઠવી પડી હતી. ત્યારે તે ધાનેરામાં પૂરગ્રસ્તોની મુલાકાત લઇે માલોતરા ગામે જશે જ્યાં પણ તે પૂરગ્રસ્તો સાથે વાતચીત કરશે. 

rahul gandhi

આ પછી બપોરે 3 વાગ્યાની આસપાસ તે થરા જઇ રૂણી ગામના લોકો જોડે મુલાકાત કરશે. સાથે જ અહીંના જૈન ઉપાશ્રય ખાતે આસપાસના 30 જેટલા ગામના લોકો જોડે સંવાદ કરશે. ઉલ્લેખનીય છે કે બેંગ્લોરમાં જે રીતે કોંગ્રેસના ધારાસભ્યોને રાખવામાં આવ્યા છે અને જે રીતે ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીના કારણે રાજકારણ ગરમાયું છે તે જોતા રાહુલ ગાંધીની આ મુલાકાત ખુબ જ મહત્વપૂર્ણ સાબિત થશે. ત્યારે જોવાનું તે રહ્યું કે રાહુલ ગાંધીની આ મુલાકાતથી કોંગ્રેસને કોઇ લાભ મળે છે કે કેમ? કારણ કે હાલ તો પૂર પછી કોંગ્રેસ ધારાસભ્યોની ગેરહાજરી લોકોને ખૂંચી રહી છે.

English summary
Rahul Gandhi is on Gujarat visit today. He will visit the flood hitted Banaskantha area.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.