રાહુલ ગાંધીનો સાંત્વના કાર્યક્રમ, મળ્યા આ ત્રણ પરિવારોને

Written By:
Subscribe to Oneindia News

કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી આજે ઇર્શાદ બેગ મિર્ઝાના પરિવારને મળ્યા હતા. અને તેમણે તેમના પરિવારજનોને સાંત્વના આપી હતી. ઉલ્લેખનીય છે કે દાંતા બનાસકાંઠાના સંનિષ્ઠ કોંગ્રેસી ઇર્શાદ બેગ મિર્ઝાનું લાંબી બિમારી બાદ નિધન થયું હતું. જે અંગે શોક વ્યક્ત કરવા રાહુલ ગાંધી આજે તેમના પરિવારને મળ્યા હતા. અમદાવાદ ખાતે રહેતા મિર્ઝાના પરિવારજનોને રાહુલે મળીને સાંત્વના પાઠવી હતી.

Ahmedabad

વધુમાં રાહુલ ગાંધીએ માઘવસિંહ સોલંકીના નિવાસ સ્થાનની પણ મુલાકાત લીધી અને મઘુસુદન મિસ્ત્રીના પુત્રના નિધન થયા પછી ત્યાં પણ પહોંચી તેમના પરિવારને સાંત્વના પાઠવી હતી. નોંધનીય છે કે ગુજરાત વિધાનસભા ચૂંટણીના ઉપક્રમે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી શુક્રવારથી ગુજરાતની બે દિવસની મુલકાતે છે. શુક્રવારે પોરબંદરમાં માછીમારો અને શિક્ષણ જગતા લોકો સાથે સંવાદ કર્યા પછી રાહુલ ગાંધી આજે દેહગામ, બાયડ, લુણાવાડા જેવી જગ્યાઓ પર કોર્નર મીટિંગ કરશે. અને આ દ્વારા ગુજરાતતમાં કોંગ્રેસનો ચૂંટણી પ્રચાર કરશે. ત્યારે ઇર્શાદ બેગના પરિવારની રાહુલ ગાંધીની આ મુલાકાતને રાજકીય રીતે પણ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.

English summary
Rahul Gandhi visited the residence of former MP and AICC Secretary Mirza Irshad Baig, who passed away recently, to convey his condolences.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.