Rahul Gandhi defamation case: મોદી સરનેમ કેસમાં રાહુલ ગાંધી સામે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી

Rahul Gandhi defamation case: 'મોદી સરનેમ' વિવાદમાં થયેલી સજા વિરુદ્ધ રાહુલ ગાંધી ગુજરાત હાઈકોર્ટમાં પહોંચ્યા છે, જ્યાં આજે સુનાવણી હાથ ધરવામાં આવી છે. રાહુલ ગાંધીની સજા પર સ્ટે આપવાની માંગ સાથે શરુ થયેલી સુનાવણીના પોણા ત્રણ કલાક થયા હતા. ત્યારબાદ હવે અઢી વાગે ફરીથી વધુ સુનાવણી હાથ ધરાઈ છે.

rahul gandhi

રાહુલ ગાંધીની રિવિઝન પિટિશનમાં અભિષેક મનુ સંઘવીએ હાઈકોર્ટમાં દલીલ કરી હતી કે દેશમાં 13 કરોડ મોદી છે, કેમ કોઈ ફરિયાદ ના કરી, આ કોઈ ગંભીર ગુનો નથી, પણ એને ગંભીર રીતે રજૂ કરવામાં આવ્યો છે. રાજકીય કિન્નાખોરી રાખીને ફરિયાદ કરવામાં આવી છે. આ એવો કોઈ ગંભીર ગુનો નથી કે માફી ના આપી શકાય.

અમે કન્વિશન પર સ્ટેની માંગ કરી રહ્યા છીએ. નોન-આઈડેન્ટિફાય કેસમાં આવી ફરિયાદ દાખલ ના થઈ શકે, ફરિયાદી ઘટના સમયે ત્યાં હાજર નહોતો. સિંઘવીએ દલીલ કરી હતી કે આવા કેસોમાં કન્વિક્શન પર 3થી 6 મહિનાની સજા હોઈ શકે, પરંતુ 1-2 વર્ષની સજા ન હોઇ શકે. પ્રથમવારના ગુનામાં 2 વર્ષની સજા ન હોઈ શકે. સજા પર સ્ટે ન મળે તો અરજદારની રાજકીય કારકિર્દી ખતમ થઈ શકે છે.

સિંઘવીએ ઘણા મુદ્દાઓ રજૂ કર્યા હતા. જેમાં તેમણે કહ્યુ હતુ કે મારો કેસ જામીનપાત્ર છે અને તે મોટાભાગે સમાજ વિરુદ્ધ નથી. વળી, જેને દુઃખ લાગ્યું હોય જેની લાગણી દુભાઈ હોય તે જ ફરિયાદ કરી શકે. જો રાહત ન આપવામાં આવે તો કરિયરના 8 વર્ષ બગડી શકે તેમ છે.

તમને જણાવી દઈએ કે મોદી અટક વિવાદમાં ભાજપના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધી વિરુદ્ધ અપરાધિક માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. આ કેસમાં સુરતની નીચલી કોર્ટે રાહુલને બે વર્ષની સજા સંભળાવી હતી, જેના કારણે તેમનુ સાંસદ પણ જતુ રહ્યુ હતુ. તાજેતરમાં તેમણે આ સજાને સુરત સેશન્સ કોર્ટમાં પડકારી હતી પરંતુ ત્યાંથી તેમને રાહત મળી હતી. આવી સ્થિતિમાં તેમના વકીલ હાઈકોર્ટ ગયા, જ્યાં આજે (29 એપ્રિલ) મામલાની સુનાવણી થઈ.

નોંધનીય છે કે 2019ની લોકસભા ચૂંટણીમાં રાહુલ ગાંધી કોંગ્રેસના સ્ટાર પ્રચારક હતા. તેમણે કર્ણાટકના કોલારમાં જાહેર સભા કરી હતી. તે દરમિયાન તેમણે કહ્યું હતું કે 'આ બધા ચોરોના નામ મોદી-મોદી-મોદી' કેવી રીતે છે? તેમનો સંદર્ભ નીરવ મોદી અને લલિત મોદીનો હતો, પરંતુ આ મુદ્દાએ આગ પકડી લીધી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X