વિધાનસભા ચૂંટણી : સપ્ટેમ્બરમાં રાહુલ-મોદી ગુજરાતના પ્રવાસે

Subscribe to Oneindia News

ગુજરાત વિધાનસભાની ચૂંટણી ઓક્ટોબરમાં થશે અને તે બે તબક્કામાં ચૂંટણી યોજાશે તેવી સંભાવનાઓ છે. ત્યારે ભાજપ અને કોંગ્રેસ બંન્નેએ ચૂંટણીની તૈયારી પૂર જોશમાં આરંભી છે. ચૂંટણીની ગાડીને ચોથા ગિયરમાં પાડવા માટે આગામી મહિને ભાજપ અને કોંગ્રેસના દિગ્ગજ નેતા ગુજરાતની મુલાકાતે આવશે. ઉલ્લેખનીય છે કે રૂપાણીની સરકાર આવતા જ પીએમ નરેન્દ્ર મોદીનો ગુજરાત પ્રવાસ જ્યાં વધી ગયો છે. ત્યાં જ રાહુલ ગાંધી પણ હાલ બનાસકાંઠા પૂર ગ્રસ્તોને મળવા આવ્યા હતા. અને તેઓ હવે ફરી એક વાર સપ્ટેમ્બરમાં ગુજરાતની મુલાકાત લેશે.

modi- rahul

અત્રે નોંધનીય છે કે, કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપધ્યક્ષ રાહુલ ગાંધી 5 સપ્ટેમ્બરે અમદાવાદમાંથી દક્ષિણ ગુજરાતની એક રેલીને સંબોધન કરીને પ્રસ્થાન કરાશે. આ રેલી 5 થી 10 સપ્ટેમ્બર સુધી યોજાશે. એ પહેલા પાલડીમાં 1 સપ્ટેબરમાં યોજાનાર ખેડૂત સત્યાગ્રહના કાર્યક્રમને સફળ બનાવનું પણ આયોજન કરવામાં આવ્યું છે. તો બીજી તરફ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી ગુજરાત પ્રવાસની જાહેરાત કરતા પ્રદેશ અધ્યક્ષ જીતુ વઘાણીએ જણાવ્યું હતું કે, 1 ઓક્ટોબરથી 10 ચૂંટણીના પ્રચારલક્ષી યાત્રાના શ્રી ગણેશ કરવામાં આવશે અને તેમાં 13 અથવા 14 સપ્ટેમ્બરે પીએમ મોદી ગુજરાત આવશે અને ખેડૂતોની સભાને સંબોધન કરશે. તો ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પણ ગુજરાતના પ્રવાસે આવે તેવી શક્યતા છે.

English summary
Rahul gandhi and Narendra Modi will visit Gujarat in September
Please Wait while comments are loading...