આજે રાહુલ ગાંધી અને નરેન્દ્ર મોદી બન્ને ગુજરાતમાં

Written By:
Subscribe to Oneindia News

શનિવારે, ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન શરૂ થઇ જશે. સાથે જ ગુજરાતના બીજા તબક્કા પહેલા ગુજરાતમાં પોત પોતાના પક્ષનો પ્રચાર કરવા માટે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી અને ભાજપ સ્ટાર પ્રચારક તેવા પીએમ નરેન્દ્ર મોદી આજે ગુજરાતની મુલાકાતે છે. ઉલ્લેખનીય છે કે આજથી પીએમ મોદી ગુજરાતના બે દિવસના પ્રવાસે છે. જેમાં સવારે તે બનાસકાંઠાના ભાભરમાં જનસભાને સંબોધશે. તે પછી કલોક અને હિંમતનગરમાં પણ પીએમની જાહેર સભા યોજાવાની છે. તો સાંજે અમદાવાદના વટવામમાં તેમની સભા છે. અને 9 ડિસેમ્બરે મોદી પંચમહાલના લુણાવાડામાં સભા સંબોધશે. તે પછી 11 વાગે છોટા ઉદેપુરના બડોલી, આણંદ અને મહેસાણામાં જનસભા સંબોધશે. વધુમાં ભાજપના અધ્યક્ષ અમિત શાહ પણ આજે ડીસામાં જનસભા કરવાના છે. આમ અમિત શાહ અને પીએમ મોદી બન્ને આજે બનાસકાંઠામાં અલગ અલગ જગ્યાએ જનસભાઓ કરીને વોટ માંગશે.

modi-Rahul

તો આજે કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી ખેડાના લિંબાસીમાં કોર્નર મીટિંગ કરશે. રાહુલ ગાંધી આજે આણંદ જિલ્લામાં વિવિધ જનસભાઓ કરશે. 12 વાગે રાહુલ ગાંધી પાવીજેતપુરથી તેમની સભાઓની શરૂઆત કરશે. આમ આજે રાહુલ ગાંધી છોટાઉદેપુર, અમદાવાદ, ખેડા અને આણંદ જિલ્લામાં પણ જશે. અને ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા છેલ્લા છેલ્લે મતદાતાને પોતાની તરફ ખેંચવાનો પ્રયાસ કરશે. ઉલ્લેખનીય છે કે ઓખી ચક્રવાતના કારણે ભાજપ અને કોંગ્રેસ બંન્નેનો પ્રચાર કાર્યક્રમ બગડ્યો હતો. ત્યારે હાલ બંન્ને પક્ષો એક પછી એક ઠેર ઠેર જાહેર સભાઓ કરીને લોકોને પોતાની તરફ ખેંચવા અને વોટ અપીલ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.

English summary
Rahul Gandhi and PM Modi both are in Gujarat Today. Read their programme here.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.