રાહુલ ગાંધી પહોંચ્યા ધાનેરા, કાઢ્યો ભાજપનો વાંક!

Posted By:
Subscribe to Oneindia News

કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી આજે ગુજરાતની મુલાકાતે છે. રાહુલ ગાંધી આજે બનાસકાંઠાના ધાનેરામાં પહોંચ્યા હતા. જ્યાં તેમની સાથે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અશોક ગહેલોત અને અહેમદ પટેલ પણ જોડાયા હતા. રાહુલ ગાંધી અહીં પૂરગ્રસ્ત લોકોને મળ્યા હતા. જે બાદ તેમણે ભાજપનો વાંક નીકાળતા કહ્યું કે લોકોને હજી પણ સરકારી સહાય નથી મળી સાથે જે વિસ્તારોમાં પૂર આવ્યું હતું તેનું પુનર્વસન થવાનું બાકી છે.

rahul gandhi

ધાનેરામાં આજે રાહુલ ગાંધી બારોટ વાસની પણ મુલાકાત લેવાના છે જેમાં એક જ પરિવારના 4 લોકો પાણીમાં ડૂબી જવાથી મરી ગયા હતા. જે બાદ તે રૂણી ગામની પણ મુલાકાત લેશે. ઉલ્લેખનીય છે કે રૂણી ગામમાં પાણીનું પૂર કેનાલના કારણે આવ્યું હતું. અહીંની કેનાલનું પ્લાનિંગ તેવી રીતે કરવામાં આવ્યું છે કે વધુ પાણી આવતા, તે પાણી આસપાસના ગામડામાં વહી ગયું હતું. જેણે અહીંના લોકોની મુશ્કેલી વધારી હતી. ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધીએ મીડિયાને જણાવ્યું હતું કે પૂરના કારણે અહીં સ્થિતિ ખૂબ જ ખરાબ છે. અને કોંગ્રેસ તેનાથી બનતા તમામ પ્રયાસો કરી રહી છે.

English summary
Rahul Gandhi reached Dhanera, Banaskantha. Read what his reaction on the flood situation in Gujarat
Please Wait while comments are loading...

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.