For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

માનહાનિ કેસમાં બોલ્યા રાહુલ ગાંધી- કટાક્ષ કરતા હતા

માનહાનિ કેસમાં બોલ્યા રાહુલ ગાંધી- કટાક્ષ કરતા હતા

|
Google Oneindia Gujarati News

કોંગ્રેસ નેતા અને સાંસદ રાહુલ ગાંધી વિરુદ્ધ સુરતની અદાલતમાં માનહાનિનો કેસ દાખલ કરાયો હતો. જેના પર કોર્ટે તેમને રજૂ થવાનો આદેશ આપ્યો હતો. જેને પગલે ગુરુવારે રાહુલ ગાંધી સુરત પહોંચ્યા અને કોર્ટમાં હાજર થઈ પોતાનું નિવેદન નોંધાયું. જે બાદ તેઓ પાછા દિલ્હી ચાલ્યા ગયા. કોંગ્રેસ નેતાઓ મુજબ આ કોઈ રાજનૈતિક પ્રવાસ નહોતો. રાહુલ ગાંધી માત્ર કોર્ટમાં હાજર થવા માટે આવ્યા હતા. કોર્ટમાં રાહુલ ગાંધીએ પોતાનું નિવેદન નોંધાવતાં તેમણે કટાક્ષ કરતા હોવાની સ્પષ્ટતા કરી.

Recommended Video

ગુજરાત : રાહુલ ગાંધીએ સુરત પહોંચી કોર્ટમાં નિવેદન આપ્યું, કહ્યું! મને આ વિશે ખબર નથી...

rahul gandhi

જણાવી દઈએ કે આ મામલો લોકસભા ચૂંટણી દરમિયાનનો છે. 13 એપ્રિલ 2019ના રોજ કર્ણાટકના કોલારમાં એક રેલી સંબોધિત કરતાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે આખરે બધા ચોરનું નામ મોદી કેમ છે? પછી તે નીરવ મોદી હોય, લલિત મોદી હોય કે પછી નરેન્દ્ર મોદી. જે બાદ રાહુલ ગાંધી વિરુદ્ધ ખુબ પ્રદર્શનો થયાં હતાં. સાથે જ ભાજપી ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ સુરતમાં તેમની સામે માનહાનિનો કેસ કર્યો હતો. ધારાસભ્યનો આરોપ લગાવ્યો હતો કે રાહુલ ગાંધીએ પોતાના નિવેદનથી આખા મોદી સમાજનું અપમાન કર્યું છે.

રાહુલ ગાંધીના વકીલે જણાવ્યું કે આ મામલે તમામ છ સાક્ષીના નિવેદનની તપાસ કરવામાં આવી હતી. સાથે જ અદાલતે સબૂતો પર દલીલો પૂરી કરી લીધી. એવામાં ગુરુવારે કોર્ટે રાહુલ ગાંધીનું નિવેદન લીધું. કોર્ટે તેમને પૂછ્યું કે તે 2019ના નિવેદન વિશે શું કહેવા ઈચ્છશે, જેના પર તેમણે કહ્યું કે તેઓ પર્સનલી આ વિશે કંઈ નથી જાણતા. રાહુલ ગાંધી તરફથી બે સાક્ષી રજૂ કરવાની મંજૂરી માંગવામાં આવી હતી, જેને કોર્ટે ફગાવી દીધી. એવામાં હવે આની વિરુદ્ધ તેઓ હાઈકોર્ટમાં અરજી દાખલ કરશે.

English summary
Rahul Gandhi recorded a statement in the defamation case surat
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X