ગુજરાત ચૂંટણી પહેલાં રાહુલ ગાંધીએ પીએમ મોદીને કર્યો ચોથો પ્રશ્ન

Written By:
Subscribe to Oneindia News

નરેન્દ્ર મોદી ભલે હાલ દેશના વડાપ્રધાન હોય, પરંતુ તેઓ 19 વર્ષ સુધી ગુજરાતના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે અને આથી જ રાજ્યની વિધાનસભાની ચૂંટણીમાં રાહુલ ગાંધીની હરીફાઇ નરેન્દ્ર મોદી સાથે જ છે. રાહુલ ગાંધીએ ગુજરાત મુલાકાત દરમિયાન પીએમ મોદીને ગુજરાતના વિકાસ અંગે અનેક પ્રશ્નો કર્યા હતા, નેનો યોજના, હોસ્પિટલો અને શાળાઓનું ખાનગીકરણ, નોટબંધી, જીએસટી વગેરે મુખ્ય મુદ્દાઓ છે, જે અંગે તેઓ ભાજપ અને નરેન્દ્ર મોદીને સતત સવાલો કરી રહ્યાં છે.

ચોથો પ્રશ્ન, શિક્ષણ અંગે

ચોથો પ્રશ્ન, શિક્ષણ અંગે

હવે એ જ રીતે તેઓ ટ્વીટર પર પણ પીએમ મોદીને સવાલો કરી રહ્યાં છે. શનિવારે પીએમ મોદીને ગુજરાતના શિક્ષણ અંગે સવાલ કરતા તેમણે પૂછ્યું હતું કે, પ્રધાનમંત્રીજી ચોથો સવાલ - સરકારી શાળા-કૉલેજોની કિંમતે કર્યો શિક્ષણનો વેપાર. મોંઘી ફીને કારણે વિદ્યાર્થીઓને પડ્યો માર, ન્યૂ ઇન્ડિયાનું સપનું કઇ રીતે થશે સાકાર? સરકારી શિક્ષા પર કરવામાં આવેલ ખર્ચમાં ગુજરાત દેશમાં 26મા સ્થાન પર કેમ છે? યુવાઓની શું ભૂલ છે? પોતાના ભાષણોમાં પણ રાહુલ ગાંધી રાજ્યમાં શિક્ષણ સેવાઓ, સગવડો અંગે સવાલો કરી ચૂક્યા છે.

ત્રીજો પ્રશ્ન, વીજળી અંગે

ત્રીજો પ્રશ્ન, વીજળી અંગે

રાહુલ ગાંધી છેલ્લા ત્રણ દિવસથી રોજ ટ્વીટર પર પીએમ મોદીને એક પ્રશ્ન પૂછી રહ્યાં છે. શુક્રવારે રાહુલ ગાંધીએ પીએમને ત્રીજો પ્રશ્ન પૂછ્યો હતો. આ ત્રીજો સવાલ વીજળી સંબંધિત હતો. રાહુલ ગાંધીએ પૂછ્યું હતું કે, વર્ષ 2002-2016ની વચ્ચે 62 હજાર 549 કરોડની વીજળી ખરીદી ચાર પ્રાઇવેટ કંપનીઓના ખિસ્સા કેમ ભર્યા હતા?

બીજો પ્રશ્ન, રાજ્યના ઉધાર અંગે

બીજો પ્રશ્ન, રાજ્યના ઉધાર અંગે

એ પહેલા 29 નવેમ્બરના રોજ રાહુલ ગાંધીએ પીએમ મોદીને બીજો સવાલ કર્યો હતો, જે ગુજરાત પર રહેલ ઉધાર અંગે હતો.વર્ષ 1995માં ગુજરાત પર 9183 કરોડનું ઉધાર હતું, વર્ષ 2017માં ગુજરાત પર 2,41,000 કરોડનો ઉધાર છે, એટલે કે દરેક ગુજરાતી પર રૂ.37,000નો ઉધારે છે. તમારી નાણાંકીય અવ્યવસ્થા અને પબ્લિસિટીની સજા ગુજરાની જનતા કેમ ચૂકવે?

પહેલો પ્રશ્ન, ઘર અંગે

પહેલો પ્રશ્ન, ઘર અંગે

28 નવેમ્બરના રોજ વડાપ્રધાનને પ્રથમ પ્રશ્ન કરતાં રાહુલ ગાંધીએ લખ્યું હતું કે, વર્ષ 2012માં વાયદો કર્યો હતો કે 50 લાખ નવા ઘર આપશે. 5 વર્ષમાં 4.72 લાખ ઘર બનાવ્યા છે. વડાપ્રધાન જણાવે કે, આ વાયદો પૂર્ણ કરવામાં શું 45 વર્ષ વધુ લાગશે? ઉલ્લેખનીય છે કે, 29 નવેમ્બરથી રોજ રાહુલ ગાંધી 22 વર્ષનો હિસાબ, ગુજરાત માંગે જવાબ સાથે રોજ પીએમ મોદીને ગુજરાતની ચૂંટણી પહેલાં રાજ્યની પરિસ્થિતિ અંગે સવાલો કરી રહ્યાં છે.

English summary
Rahul Gandhis 4th question for pm Modi in gujarat election 2017.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.