રાહુલ ગાંધીએ જંગી જનસભામાં પીએમ મોદી પર કર્યા આકરા પ્રહારો

Subscribe to Oneindia News

કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ મહેસાણામાં મોટી સંખ્યામાં ઉમટેલી જનમેદનીને સંબોધી. તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર ભ્રષ્ટાચારના આરોપો લગાવ્યા હતા. રાહુલે કહ્યુ કે સહારા ગ્રુપ પર 22-11-2014 ના રોજ આઇટીની રેડ પડી જેમાં એક ડાયરીમાંથી એ સત્ય બહાર આવ્યુ કે 6 મહિનામાં 9 વખત સહારાએ મોદીજીને કરોડો રુપિયા આપ્યા છે. આ ડાયરી આઇટી પાસે છે.

rahul

પાટીદારોને લાકડીઓ અને ગોળીઓ મારી

રાહુલે કહ્યુ કે મોદી સરકારે ખેડૂતો અને ગરીબોને હેરાન કર્યા છે. ખેડૂતો આત્મહત્યા કરે છે. ખેડૂતોએ માત્ર ત્રણ વસ્તુ માંગી હતી. દેવુ, વીજળી અને ટેકાના બિલ માફ પરંતુ તેમણે તે આપી નહિ અને અમીરોના કરોડોના દેવા માફ કરી દીધા. પાટીદારોએ શાંતિથી આંદોલન કર્યુ હિંસા નહોતી કરી પણ સરકારે મહિલા અને બાળકોને માર્યા. લાકડીઓ અને ગોળીઓ મારી. મોદી સરકારાની આ જ વાસ્તવિકતા છે. ગુજરાતમાં દલિતો ડરી ડરીને જીવે છે. દલિતો પર અત્યાચાર થાય છે. મોદીએ પસંદગીના લોકોની સરકાર ચલાવી અને હવે દિલ્હીમાં પણ એ જ કરી રહ્યા છે.

ભારતનું કાળુ નાણુ વિદેશી બેંકોમાં

દેશના 1% અમીર લોકોએ દેશનું 60% ધન પચાવી લીધુ. આ એ જ લોકો છે જે મોદી સાથે પ્લેનમાં બેસીને જાય છે. દેશના 90% પ્રામાણિક જનતા પાસે કાળુનાણુ નથી. આ 1% અમીરો પાસે છે. મોદી સારી રીતે જાણે છે કે ભારતનું કાળુ નાણુ વિદેશી બેંકોમાં છે. તેમણે વચન આપ્યુ હતુ કે તે કાળુનાણુ વિદેશી બેંકોમાંથી પરત લાવશે. સ્વીસ બેંકે તેમને લીસ્ત આપ્યુ છે તે તેઓ તે જાહેર કેમ નથી કરતા? કેમ આ લોકોને બચાવી રહ્યા છે?

ગરીબો સે પૈસા ખીંચો, અમીરો કો સીંચો

રાહુલે કહ્યુ કે કોંગ્રેસ તો ભારતમાંથી ભ્રષ્ટાચાર હટાવવા માંગે છે. મોદીની સરકાર ભ્રષ્ટાચાર વિરુદ્ધ પગલાં લેશે તો કોંગ્રેસ તેનો સાથે આપશે. કાળા નાણા પર સર્જીકલ સ્ટ્રાઇક એ મોદીનું નાટક છે. મોદીજીએ 2.5 વર્ષમાં 15 ઉદ્યોગપતિઓનું 1.40 હજાર કરોડનું દેવુ માફ કર્યુ પરંતુ ખેડૂતોના દેવા માફ ન કર્યા. રાહુલે કહ્યુ કે મોદીનું લક્ષ્ય છે ગરીબો સે પૈસા ખીંચો, અમીરો કો સીંચો.

English summary
rahul gandhi speech of mahesana
Please Wait while comments are loading...