રાહુલ ગાંધી આજે મહેસાણામાં નવસર્જન જનસભા ગજવશે

Subscribe to Oneindia News

કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી આજે પાટીદારોના ગઢ ગણાતા મહેસાણામાં આવી રહ્યા છે. સૌ પ્રથમ તેઓ ઉંઝામાં મા ઉમિયાના દર્શન કરવા જશે. ત્યારબાદ તેઓ મહેસાણામાં રાધનપુર રોડ પર કલાપીનગરની પાછળના મેદાનમાં બપોરે લગભગ 1 વાગે જનસભાને સંબોધશે.

rahul

રાહુલ ગાંધી આ સભામાં પાટીદાર, દલિત આંદોલન, ખેડૂતોના પ્રશ્નો તેમજ નોટબંધી જેવા મુદ્દાઓને લઇને મોદી સરકારને ઘેરશે. પક્ષ દ્વારા જંગી જનમેદની ભેગી કરવા એડીચોટીનું જોર લગાવવામાં આવ્યુ છે. આજની સભામાં પાસ કે એસપીજી કોણ કોંગ્રેસની સાથે છે તે પણ સ્પષ્ટ થઇ જશે. સુરક્ષાના કારણોને લીધે એનએસજીએ સમગ્ર વિસ્તારમાં 24 કલાક પહેલા જ સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દીધી હતી.

ઉલ્લેખનીય છે કે થોડા દિવસ ફેલા રાહુલ ગાંધીએ કહ્યુ હતુ કે પીએમ મોદી વિરુદ્ધ ભ્રષ્ટાચારના પુરાવા મારી પાસે છે. એટલે હું બોલીશ તો ભૂકંપ આવી જશે. હવે જોવાનું એ રહેશે કે આજની સભામાં રાહુલ આ અંગે કંઇ બોલે છે કે નહિ.

English summary
rahul gandhi will come to mahesana, gujarat today
Please Wait while comments are loading...