રેલવે લાંચકાંડ મુદ્દે મોદીએ કહ્યું; 'કોંગ્રેસ એક સમસ્યા'

ગાંધીનગર, 6 મે: કેન્દ્રની કોંગ્રેસની યુપીએ સરકારના ભ્રષ્ટાચાર પર ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાની તાજી ટ્વિટર પોસ્ટમાં ફરી એકવાર હુમલો કર્યો છે. નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે રેલવે બોર્ડ વિવાદ બાદ કોઇને પણ શંકા થવી ન જોઇએ કે કોંગ્રેસ ખરેખર એક સમસ્યા છે.

નરેન્દ્ર મોદીએ ટ્વિટ કર્યું હતું કે 17 વર્ષ બાદ કોંગ્રેસને રેલવે મંત્રાલય મળ્યું અને તેનું આ પરિણામ આવ્યું કે ગોટાળો થઇ ગયો. શું કોઇને શંકા છે કે કોંગ્રેસ એક સમસ્યા છે. સીબીઆઇએ કેન્દ્રીય રેલવે મંત્રી પવન કુમાર બંસલના ભાણીયાને રેલવે બોર્ડમાં એક ઉચ્ચ પદ અપાવવા બદલ 90 લાખ રૂપિયાની લાંચ લેવાના મુદ્દે ધરપકડ કરવામાં આવી છે. વિપક્ષી દળોએ આ મુદ્દે પવન બંસલના રાજીનામાની માંગણી કરી છે.

narendra-modi-twitter

નરેન્દ્ર મોદીએ આગામી લોકસભાની ચૂંટણીમાં ભાજપ દ્રારા વડાપ્રધાનમંત્રી પદના સંભવિત ઉમેદવાર તરીકે જોવામાં આવી રહ્યાં છે. પોતાની દાવેદારી સતત મજબૂતી પ્રદાન કરવા માટે નરેન્દ્ર મોદી રાષ્ટ્રીય મુદ્દો પર પોતાની વાત મૂકી રહ્યાં છે અને કેન્દ્રની યુપીએ સરકારની નબળાઇને સતત ઉજાગર કરી રહ્યાં છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X