
છેલ્લા 12 કલાકમાં રાજ્યના 161 તાલુકાઓમાં વરસાદ!
ગુજરાતમાં અને તેમાં પણ સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ જામ્યો છે. ખાસ કરીને રાજકોટ, જામનગર અને જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદ નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 161 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌરાષ્ટ્રમાં સ્થિતી એ છે કે લગભગ હવે વરસાદની તમામ ઘટ પુરી થઈ જશે. બીજી તરફ હવામાન વિભાગે હજુ આગામી 48 કલાક આ સ્થિતી રહેવાની સંભાવના વ્યક્ત કરી છે.
ગુજરાતમાં વરસાદના આંકડા પર નજર કરીએ તો, આજે રાજ્યના 161 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. રાજ્યમાં સૌથી વધુ વરસાદ રાજકોટના લોધિકામાં નોંધાયો છે. લોધિકામાં સવારે 6 થી સાંજે 6 વાગ્યા સુધીમાં 21 ઈંચ વરસાદ નોંધાયો છે. ત્યારબાદ જૂનાગઢ જિલ્લાના વિસાવદરમાં 15 ઈંચ વરસાદ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત જામનગરના કાલાવડમાં પણ 15 ઈંચ વરસાદ નોંધાયો છે.
રાજકોટની વાત કરીએ તો રાજકોટ શહેર પાણીમાં ગરકાવ થયુ છે. રાજકોટ શહેરમાં સવારે 6 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધીમાં રાજકોટ શહેરમાં 13 ઈંચ વરસાદ નોંધાયો છે. રાજકોટ જિલ્લાની વાત કરીએ તો ધોરાજી અને કોટડા સાંગાણીમાં 8 ઈંચ, પડધરી અને ગોંડલમાં 7 ઈંચ વરસાદ નોંધાયો છે. ઉલ્લેખનિય છે કે ભારે વરસાદને પગલે રાજકોટના મોટા ભાગના વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. અને હજુ હવામાન વિભાગે આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી કરી છે.