For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાજકોટ 2 વિધાનસભા બેઠક : ભાજપના ઉમેદવાર વિજય રૂપાણી, કોંગ્રેસી ઉમેદવારની જાહેરાત બાકી

|
Google Oneindia Gujarati News

રાજકોટ, 20 સપ્ટેમ્બર : રાજકોટ વિધાનસભા 2 બેઠક પર ભાજપ દ્વારા પોતાના ઉમેદવાર તરીકે રાજ્‍યસભાના પૂર્વ સાંસદ વિજયભાઈ રૂપાણીના નામની સત્તાવાર જાહેરાત થઈ છે. જો કે આ બેઠક માટે કોંગ્રેસના ઉમેદવારનું નામ હજી અનિર્ણયીત છે.

નોંધનીય છે કે રાજકોટ પશ્ચિમની આ બેઠક પર 15 ઓક્ટોબરે પેટા ચૂંટણી યોજાવાની છે. આ બેઠક પરથી ચૂંટણી લડવાનું વિજય રૂપાણીનું વર્ષો જુનું સપનું હવે સાકાર થશે. ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 27 સપ્‍ટેમ્‍બર છે. તે પૂર્વે તારીખ 25મીના પહેલા નોરતે તેઓ ફોર્મ ભરવાના છે.

{image-20-vijay-rupani-bjp.jpg gujarati.oneindia.in}

રાજકોટ 2ની વિધાનસભા બેઠકના ઉમેદવારનું નામ નક્કી કરવા માટે શુક્રવારે ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠક ગાંધીનગર ખાતે મળી હતી. જેમાં વિરોધીઓ નબળા પડ્યા હતા, જેના કારણે વિજય રૂપાણીનું નામ નક્કી કરીને દિલ્હી મંજુરી માટે મોકલી આપવામાં આવ્યું હતું.

વિજય રૂપાણી હાલ ગુજરાત મ્‍યુનિસિપલ ફાયનાન્‍સ બોર્ડના ચેરમેન છે. નિયમ મુજબ ધારાસભાના ઉમેદવાર તરીકે ફોર્મ ભરતા પૂર્વે ચેરમેન પદેથી રાજીનામુ આપવું જરૂરી છે. તેથી તેઓ બે ત્રણ દિવસમાં જ બોર્ડના ચેરમેન પદેથી રાજીનામુ આપશે તેમ તેમની નજીકના વર્તુળો જણાવે છે.

બીજી તરફ ગુજરાત પ્રદેશ કોંગ્રેસની કારોબારી બેઠક સોમવારે બપોરે 1 વાગ્‍યે એન્‍જીનીયરીંગ એસોસીએશનના હોલમાં મળવાની છે. પ્રદેશ પ્રભારી અને મુંબઈના સાંસદ ગુરૂદાસ કામત આવી રહ્યા છે. આ બેઠકમાં કોંગ્રેસના ઉમેદવારના નામ પર સહમતી બનાવવામાં આવે એવી શક્યતા છે.

English summary
Rajkot 2 Assembly seat : BJP declared Vijay Rupani as candidate, Congress yet to decide.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X