રાજકોટમાં ચાઇનીઝ દોરી અને તુક્કલના વેપારીઓ પર તવાઈ

Subscribe to Oneindia News

ઉત્તરાયણનો તહેવાર નજીક આવી રહ્યો છે, ત્યારે પતંગ દોરીના વેપારીઓને ત્યાં ધમધમાટ વધી ગયો છે. જોકે ચાઇનિઝ દોરીથી જે રીતે પક્ષીઓ અને મનુષ્યો ભોગ બનતી હોય છે તેને રોકવા રાજકોટમાં પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોત દ્વારા પ્રતિબંધ જાહેરનામું બહાર પડાવામાં આવ્યું છે. અને જાહેરનામુ બહાર પાડ્યા બાદ તેનો અમલ થયો કે નહીં તેના માટે ચકાસણી પણ હાથ ધરવામાં આવી છે. રાજકોટમાં પ્રદ્યુમ્નનગર પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા સદર બજારમાં 20 થી વધુ મોટી દુકાનોમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જોકે ચેકિંગમાં પ્રતિબંધિત વસ્તુ મળી ન હતી.

Gujarat

મકરસંક્રાંતિના પર્વમાં ઉપયોગમાં લેવામાં આવતા ચાઈનીઝ દોરા અને તુક્કલ લોકોની જિંદગી માટે જોખમરૂપ સાબિત થઇ રહ્યા છે. તુક્કલના કારણે આગ લાગવાના બનાવો પણ બનતા હોય છે જયારે ચાઈનીઝ દોરીથી લોકોની જીવાદોરી કપાઈ જતી હોય છે ત્યારે આ ચાઈનીઝ દોરી અને તુક્કલ ઉપર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોત દ્વારા પ્રસિદ્ધ કર્યા બાદ પ્રદ્યુમ્નનગર પોલીસ સ્ટેશનના પીએસઆઇ એચ એમ રાણા અને દેવશીભાઇ સહિતના સ્ટાફ દ્વારા શહેરની સૌથી મોટી ગણાતી સદર બજારમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતુ. ઉલ્લેખનીય છે કે સદર બજારની 20 થી વધુ મોટી હોલસેલ અને રિટેલની દુકાનોમાં ચેકીંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવ્યું હતું.

English summary
rajkot chinese dori and tukkal shoppers are targeted by police.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.