રાજકોટમાં કોંગ્રેસ નેતા હરેશ મરોડિયાના આત્મહત્યા કેસમાં આવ્યો નવો વળાંક.

Subscribe to Oneindia News

એક તરફ જ્યારે ગુજરાતમાં બીજા તબક્કાનું મતદાન ચાલી રહ્યું હતું ત્યારે રાજકોટમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કિસાન સેલના હરેશભાઈ મોરડિયાએ પત્ની સાથે સામૂહિક આપઘાત કર્યો હતો. હરેશભાઈએ કોઈ અગમ્ય કારણોસર આખા પરિવાર સાથે આપઘાત કરી લેતા તેમના સ્વજનોમાં અરેરાટી તેમજ શોક ફેલાઈ ગયો હતો. હરેશભાઈએ તેમના ભક્તિનગરમાં આવેલા મહેશ્વરી સોસાયટીના ઘરમાં આપઘાત કર્યો હતો. પોલીસે પ્રાથમિક તપાસ બાદ જણાવ્યુ હતું કે હરેશભાઈની પુત્રવધૂએ મહિલા પોલીસ સ્ટેશનમાં હરેશભાઈ સામે ફરિયાદ નોંધાવી હતી.

suicide

અને સૂત્રોના જણાવ્યા મુજબ પુત્ર અને પુત્રવધૂ અલગ રહેતા હોવા છતાં સસરા અને વહુ વચ્ચે અણબનવા હતો. અને દીકરા તથા પુત્રવધૂ સાથે મનદુખના કારણે આ પગલું ભર્યું હોવાની ચર્ચાઓ વહેતી થઈ છે. પોલીસે જણાવ્યું હતું કે હરેશભાઈએ કોઠારીયા રોડ પર આવેલી મહેશ્વરી સોસાયટી શેરી નં-2માં રહેતા હરેશભાઈ મોરડીયા અને રમિલાબેન મોરડીયાએ કપાસમાં છાંટવાની દવા પીને આપઘાત કરી લીધો હતો. ઉલ્લેખનીય છે કે હરેશભાઈ શાળામાં પ્રિન્સિપાલ હતા.

English summary
Rajkot : Congress leader Haresh Moradia suicide case has new update.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.