For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાજકોટઃ...ને અનીલ રાઠોડે કોર્પોરેટર જયશ્રી બેનને બે લાફા ઝીંક્યા

|
Google Oneindia Gujarati News

ગુજરાત રાજ્યની વિવિધ ઘટનાઓ એક જ સમયે એક જ સ્થળે તમને વાંચવા મળી રહે એ માટે અમે એક અનોખો પ્રયોગ કરી રહ્યાં છીએ. આ પ્રયોગ અંતર્ગત તમને એક ફોર્મેટમાં ગુજરાત ભરમાં આજના દિવસે કઇ-કઇ ઘટના અને સમાચાર ચર્ચાનો વિષય રહ્યો તેની આછેરી માહિતી મળી રહેશે.

ગુજરાતના આજના ટોપ સમાચાર અંગે વાત કરવામા આવે તો, રાજકોટ મહાનગર પાલિકામાં ભાજપમાં ભડકો થયો છે. કોર્પોરેટર અનીલ રાઠોડે પૂર્વગ્રહ રાખી સામાન્ય બોલાચાલી થતાં સાથી મહિલા કોર્પોરેટર જયશ્રીબેન ડોડિયાને બે થપ્પડ ઝીંકી દીધી હતી. સુરતના વરાછા ખાતે આવેલા જવાહરનગરમાં પોતાની ભાભીની છેડતી કરી રહેલા એક રત્નકલાકારની દિયર દ્વારા હત્યા કરવામાં આવી હોવાના અહેવાલ છે, બનાવમાં સ્થાનિક પોલીસે હત્યાનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.તો આવા જ કેટલાક સમાચાર વાંચવા માટે નીચે તસવીરો પર ક્લીક કરો.

કોર્પોરેટર અનીલ રાઠોડે જયશ્રીબેન ડોડિયાને બે થપ્પડ ઝીંકી

કોર્પોરેટર અનીલ રાઠોડે જયશ્રીબેન ડોડિયાને બે થપ્પડ ઝીંકી

રાજકોટ મહાનગર પાલિકામાં ભાજપમાં ભડકો થયો છે. કોર્પોરેટર અનીલ રાઠોડે પૂર્વગ્રહ રાખી સામાન્ય બોલાચાલી થતાં સાથી મહિલા કોર્પોરેટર જયશ્રીબેન ડોડિયાને બે થપ્પડ ઝીંકી દીધી હતી. જેના કારણે રાજકોટમાં રાજકીય માહોલ ગરમાયો છે.

બે સપ્તાહમાં કારોમાંથી લાલ લાઇટ દૂર કરોઃ હાઇકોર્ટ

બે સપ્તાહમાં કારોમાંથી લાલ લાઇટ દૂર કરોઃ હાઇકોર્ટ

ગુજરાત હાઇકોર્ટે અમદાવાદમાં બે સપ્તાહમાં વીઆઇપી કાર્સમાંથી લાલ લાઇટ દૂર કરવાના આદેશ આપ્યા છે, તેમાં પીળી લાઇટ અંગેના નિયમો તપાસવા અંગે પણ આદેશ કર્યો છે. તેમજ કોર્ટે જણાવ્યું છેકે, ટ્રાફિક પોઇન્ટ પર નિયમ અંગેના બોર્ડ મુકવામાં આવે.

નારાયણ સાંઇ મામલોઃ હિતેન્દ્ર વાઘેલાના મળ્યા જામીન

નારાયણ સાંઇ મામલોઃ હિતેન્દ્ર વાઘેલાના મળ્યા જામીન

નારાયણ સાંઇ મામલામાં પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટ હેઠળ ધરપકડ કરાયેલા હિતેન્દ્ર વાઘેલાને જામીન મળી ગયા છે. હિતેન્દ્ર વાઘેલાએ એક આંગડિયા પેઢી થકી 10 લાખ રૂપિયા મોકલાવ્યા હતા. જે બદલ તેની સુરતમાંથી ધરપકડ કરવામાં આવી હતી.

સુરતઃ ભાભીની છેડતી કરનાર રત્નકલાકારની હત્યા કરતો દિયર

સુરતઃ ભાભીની છેડતી કરનાર રત્નકલાકારની હત્યા કરતો દિયર

સુરતના વરાછા ખાતે આવેલા જવાહરનગરમાં પોતાની ભાભીની છેડતી કરી રહેલા એક રત્નકલાકારની દિયર દ્વારા હત્યા કરવામાં આવી હોવાના અહેવાલ છે, બનાવમાં સ્થાનિક પોલીસે હત્યાનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

ગિરીમથક સાપુતારામાં ભારે પવન સાથે વરસાદ

ગિરીમથક સાપુતારામાં ભારે પવન સાથે વરસાદ

ગિરીમથક સાપુતારા સહિત સમગ્ર ડાંગ જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ શરૂ થયો છે. ડાંગ જિલ્લામાં સવારથી જ વરસાદી વાતાવરણનો માહોલ હતો. બાદમાં મુખ્યમથક આહવા સહિત ડાંગ જિલ્લાના અનેક સ્થળો પર વરસાદી છાંટણા પડ્યા હતા. વાતાવરણમાં એકાએક પલટો આવતા ગરમીમાં રાહત થઇ હતી.

અમદાવાદમાં 14.45 લાખની લૂંટ

અમદાવાદમાં 14.45 લાખની લૂંટ

અમદાવાદના ઠક્કરબાપાનગર વિસ્તારામાં બાઇકસવારોએ આજે સવારે સોની વેપારી પાસેથી લૂંટારાઓ 14.45 લાખની લૂંટ ચલાવીને ફરાર થઇ ગયા હોવાના અહેવાલ છે. બનાવની જાણ થતાં પોલીસે ઘટના સ્થળ પર પહોંચી લૂંટારાઓને પકડવાની તજવીજ હાથ ધરી હતી.

English summary
Here is the list of Today's news of Gujarat. rajkot corporator anil rathod slap his colleague jayshreeben.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X