રાજકોટમાં મતદાનના ગણતરીના કલાકો પહેલા ઝડપાયા કરોડો રૂપિયા

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા રાજકોટમાંથી પકડાયા કરોડો રૂપિયા. ચૂંટણી પંચે નોંધી ફરિયાદ

પ્રથમ તબક્કાની ચૂંટણીને ગણતરીના કલાકો બાકી છે ત્યારે રંગીલા રાજકોટમાંથી આવ્યા છે એક ચોંકાવનારા સમાચાર. શહેરના બેડી નાકા ટાવર પાસેથી જિલ્લા ચૂંટણી અધિકારીની સર્વેલન્સ ટીમે એક કારમાંથી દોઢ કરોડ રૂપિયા સાથે ચાર શખ્સોની અટકાયત કરી છે. ચૂંટણી ટાણે રાજકોટ પશ્ચિમ બેઠક પર કરવામાં આવી રહેલા ચેકિંગ દરમિયાન શંકાસ્પદ કારમાંથી દોઢ કરોડ રૂપિયા મળી આવ્યા છે. મતદાનની આગલી રાત દરેક પક્ષો માટે ખુબ જ મહત્વની હોય છે. ગણતરીની છેલ્લી મિનિટો સુધી એડીચોટીનું જોર લગાવવામાં આવતું હોય છે. ત્યારે ચૂંટણી અધિકારીઓ દ્વારા પણ પેટ્રોલિંગ અને ચેકિંગ સઘન કરી દેવામાં આવે છે. ત્યારે રાજકોટમાંથી મળી આવેલા આ દોઢ કરોડ રૂપિયા કોઈ પક્ષના છે કે નહીં તે જાણી શકાયું નથી. હાલ જેમની અટકાયત કરવામાં આવી છે તે ચાર શખ્સોની સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે. આ સાથે જ આ જંગી રકમ અંગે ઈન્કમટેક્સ વિભાગને જાણ પણ કરી દેવામાં આવી છે.

GujaratElection

સમગ્ર ઘટના અંગે જિલ્લા કલેક્ટરે વિક્રાંત પાંડેનું કહેવું છે કે, ચેકિંગ દરમિયાન દોઢ કરોડ જેવી જંગી રકમ મળી આવી છે. અને આ અંગે અટકાયત કરાયેલા શખ્સોની પૂછપરછ ચાલી રહી છે. જો કે હાલ તો રાજકોટ સહિત સમગ્ર રાજયમાં આ આટલી મોટી રકમ કોની છે? ક્યાં લઈ જવામાં આવી રહી હતી? તેનો શું ઉપયોગ કરવામાં આવવાનો હતો? તેવા અનેક પ્રશ્નોની ચર્ચા શરૂ થઈ ગઈ છે. આપને જણાવી દઈએ કે રાજયમાં ચૂંટણી આચારસંહિતા લાગુ પડી જાય ત્યાર બાદ રોકડ રકમની હેરફેર પર ચૂંટણી અધિકારીઓની નજર રહેતી હોય છે. જેથી કરીને મતદારોને રિઝવવા માટે કોઈપણ ઉમેદવાર મોટી રકમની લાહણી ન કરી શકે. હાલમાં બે લાખથી વધુ કેસ રૂપિયાની હેરફેર કરવા પર કોઈપણ વ્યક્તિની પૂછપરછ થઈ શકે છે. આ વખતે ચૂંટણી આયોગે દરેક ઉમેદવારને 20થી 28 લાખ રૂપિયા સુધીનો ખર્ચ કરવાની અનુમતિ આપી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X