પત્નીને મારી 10 કિમી દૂર લાશ ફેંકી પછી ગુમ થયાની FIR લખાવવા પોલિસ સ્ટેશન પહોંચ્યો

રાજકોટમાં એક વ્યક્તિએ પોતાની પત્નીની હત્યા કરી દીધી ત્યારબાદ લાશને ઘટના સ્થળેથી લગભગ 10 કિલોમીટર ફેંકી અને પછી પોલિસ પાસે જતો રહ્યો.

રાજકોટમાં એક વ્યક્તિએ પોતાની પત્નીની હત્યા કરી દીધી ત્યારબાદ લાશને ઘટના સ્થળેથી લગભગ 10 કિલોમીટર ફેંકી અને પછી પોલિસ પાસે જતો રહ્યો. પોલિસ સ્ટેશનમાં તેણે એફઆઈઆર લખાવી કે મારી પત્ની નથી મળતી. તે ક્યાંક ગુમ થઈ ગઈ છે, મહેરબાની કરીને તેને શોધી આપો. આના પર પોલિસે તપાસ શરૂ કરી દીધી. પોલિસે મહિલાના ભાઈ તેમજ પિતાની પૂછપરછ કરી તો તેમણે શંકા વ્યક્ત કરી તે જમાઈએ જ કંઈક કર્યુ છે. ત્યારે પોલિસે મહિલાના પતિને પકડ્યો અને કડકાઈથી પૂછપરછ કરી. ત્યારે પતિએ કબૂલ્યુ કે હત્યા કરીને લાશ મે જ દૂર ફેંકી દીધી હતી. ત્યારબાદ પોલિસે તેની ધરપકડ કરી લીધી. તેનો સાથ આપનાર યુવકને પણ પકડ્યો.

2 બાળકો થઈ ગયા હતા તરુણાથી છતાં પણ નાજાયજ સંબંધ બનાવ્યા

2 બાળકો થઈ ગયા હતા તરુણાથી છતાં પણ નાજાયજ સંબંધ બનાવ્યા

માહિતી મુજબ મૃતકની ઓળખ તરુણાબેન ટાંક તરીકે થઈ છે. લગભગ 11 વર્ષ પહેલા તેના લગ્ન બાલકૃષ્ણ ટાંક સાથે થયા હતા. બંનેે બે દીકરા પણ થયા પરંતુ તેમછતાં બાલકૃષ્ણ નાજાયજ સંબંધ રાખવા લાગ્યો. છેલ્લા કેટલાક મહિનાઓથી બાલકૃષ્ણને સુરતની કોઈ યુવતી સાથે ચક્કર હતુ જેની જાણ તરુણાબેનને થઈ ગઈ હતી.

તરુણાને પહેલા પણ કરી હતી જાનથી મારવાની કોશિશ

તરુણાને પહેલા પણ કરી હતી જાનથી મારવાની કોશિશ

બાલકૃષ્ણ પોતાની પત્ની તરુણાને રસ્તામાંથી હટાવી દેવા માંગત હતો. માટે તેણે 6 મહિના પહેલા પણ તરુણાને મારવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ પોતાની સતર્કતાના કારણે તે બચી ગઈ હતી અને પતિ સુધરી જશે એ આશાાં ફરિયાદ પણ કરી નહોતી. ગયા બુધવારે બાલકૃષ્ણ ફરીથી પત્ની તરુણાબેને સફાઈા બહાને પોતાની કોઠારિયા સ્થિત સાઈટ પર લઈ ગયો. જ્યાં બાળકોને મોબાઈલમાં રમવાના બહાને ઉપર મોકલી દીધા. ત્યારબાદ પોતુ કરી રહેલી પત્નીના માથા પર જોરથી વાર કરીને તેને મોતના ઘાટ ઉતારી દીધી. બાદમાં તેની લાશને ખુદ માસીયાઈ ભાઈ સિદ્ધાર્થની મદદથી કારમાં નાખીને 10 કિમી દૂર કનકોટ પાસે ફેંકી દીધી.

પોલિસને કહ્યુ - એ ક્યાંક ગુમ થઈ ગઈ છે

પોલિસને કહ્યુ - એ ક્યાંક ગુમ થઈ ગઈ છે

ત્યારબાદ બાલકૃષ્ણએ પોતાના મોટા ભાઈ તેમજ તરુણાન પરિવારજનોને પત્ની ગુમ થયાની કહાની સંભળાવી અને રાતે 11 વાગે આજીડેમ પોલિસ સ્ટેશનાં ફરિયાદ નોંધાવવા પહોંચી ગયા. પોલિસ અને પરિવારજનોની ઘણી શોધ બાદ પણ તરુણાબેન મળ્યા નહિ. તરુણાના ભાઈને જીજા પર શંકા થઈ ગઈ હતી. પોલિસ પણ બાલકૃષ્ણની બતાવેલી કહાનીથી સંતુષ્ટ નહોતી. પરિવારજનો સાથે વાતચીત બાદ પોલિસે બાલકૃષ્ણને પકડ્યો અને કડકાઈથી પૂછપરછ કરતા તે સાચુ બોલવા લાગ્યો. ત્યારબાદ પોલિસ એ સ્થળ પર ગઈ જ્યાં તેણે પત્નીને મારીને લાશ ફેંકી દીધી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X