રાજકોટ: પેટી પલંગમાંથી મળી મહિલાની કહોવાયેલી લાશ

Subscribe to Oneindia News

રાજકોટ વધુ એક હત્યા કરાયેલી લાશ મળી આવી છે. જે જોતા લાગે છે કે રાજકોટમાં લાશ મળવાનો સિલસિલો થમતો જ નથી, રાજકોટના શીતલ પાર્ક વિસ્તારમાં એક મહિલાની કોહવાયેલી હાલતમાં હત્યા કરાયેલી લાશ મળી છે. લાશને પેટી પલંગમાં નાખી દેવામાં આવી હતી. સમગ્ર મામલે પોલીસે એફએસએલની મદદ લઇને આગળની તપાસ શરૂ કરી છે. નિવૃત પોલીસ કર્મી સાથે રહેતી આ મહિલાની ત્રણ મહિના પહેલા હત્યા કરી નાખવામાં આવી છે તેવું જાણવા મળ્યું છે.

murder


ત્રણ મહિનાથી હત્યા કરાયેલી લાશ પેટી પલંગમાં રાખવામાં આવી હતી. ગળેટૂંપો દઇ મહિલાની હત્યા કરી છે તેવું પ્રાથમિક તપાસ મુજબ જાણવા મળ્યું છે. જો કે હત્યાનું કારણ અકબંધ છે. રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર આવેલા શીતલ પાર્ક નજીક મોચીનગરમાં એક મકાનમાંથી દુર્ગંઘ આવતી હોવાની પોલીસના કંટ્રોલ રૂમમાં જાણ કરાઇ હતી. જેના આધારે પોલીસ તાત્કાલિક ત્યાં પહોંચી હતી,જે ઘરમાંથી દુર્ગંધ આવતી હતી તે ઘરનું તાળુ ખોલતા,મકાનમાં રહેલો સામાન વેર વિખેર હતો,પોલીસે રૂમમાં રહેલો પેટીપલંગ ઉચકતા તેમાંથી આધેડ મહિલાની કોહવાયેલી હાલતમાં લાશ મળી આવી હતી.


લાશની પ્રાથમિક તપાસ કરતા આ લાશ અરૂણા નામની મહિલાની હોવાનું બહાર આવ્યું છે. જે છેલ્લા ઘણા સમયથી નિવૃત પોલીસ કર્મી પ્રવિણ ચૌહાણ સાથે રહેતી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યુ હતુ. પોલીસના કહેવા પ્રમાણે આ મકાન છેલ્લા ત્રણ મહિનાથી બંધ હાલતમાં હતું એટલુ જ નહિ ઘરનો તમામ સામાન પણ વેર વિખેર હાલતમાં છે. ત્યારે લૂંટના ઇરાદે હત્યા થઇ છે કે પછી હત્યાની આ ધટનાને લૂંટના ઇરાદે ખપાવી દેવા માટે આ પ્રકારનું ચિત્ર ઊભુ કરવામાં આવ્યુ છે તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે.

English summary
Rajkot Murder : Police found 3 Month old dead body in house near Mochi Nagar Area
Please Wait while comments are loading...