વિવાદાસ્પદ યુવતી, પાયલ બુટાણીની ખંડણીના ગુનામાં ધરપકડ

Subscribe to Oneindia News

રાજકોટની વિવાદાસ્પદ યુવતી પાયલ બુટાણી ફરી પોલીસ ચોપડે ચડી છે. એક વેપારીનો ફ્લેટ પડાવી તેને બળાત્કારના કેસમાં ફસાવીની ધમકી આપી લાખોની ખંડણી માંગવાના ગુનામાં પોલીસે આજે ફરી એકવાર પાયલ બુટાણી સહીત તેની બે મહિલા સાગરીતોની ધરપકડ કરી છે. મળતી માહિતી મુજબ વેપારી લલિત ચનીયારા નામના વ્યક્તિના ફ્લેટમાં પાયલ બુટાણી ભાડેથી રહેતી હતી. મકાન માલિકને પાયલ બુટાણીના ગેરકાયદેસર ધંધા વિષે જાણ થતા મકાન માલિકે પાયલ બુટાણીને ઘર ખાલી કરવા માટે જણાવ્યું હતું.

payal

જેથી પાયલ બુટાણીને મકાન માલિક પાસે ફ્લેટ ખાલી કરવા માટે લાખો રૂપિયાની ખંડણી માંગી હતી. અને જો રૂપિયા નહિ આપે તો તેને બળાત્કારના ગુનામાં ફસાવી દેવાની ધમકી આપી હતી. વેપારીએ પાયલ બુટાણી સહીત તેના સાગરીતો સામે તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. અગાઉ બિલ્ડર સામે બળાત્કારની ફરિયાદ નોંધાવનાર પાયલ બુટાણી અને તેની ગેંગ સામે વેપારી કિશોર લુણાગરિયા નામના વ્યક્તિને મોહજાળમાં ફસાવી રૂપિયા 10 લાખની ખંડણી માગવાનો ગુનો નોંધાયો હતો. અને વેપારી પાસેથી 12.60 લાખ પડાવ્યા હતા.

rajkot

આ પ્રકરણમાં યુનીવર્સીટી પોલીસ સ્ટેશનમાં આગોતરા જામીન સાથે પાયલ બુટાણી સહીત તેની સાગરીતો રજુ થઇ હતી. યુનીવર્સીટી પોલીસે પાયલ બુટાણી સહીત તેની સાગરિત ભારતી, નેહા ઉર્ફે માહી, અને પિત્રોડાની તાલુકા પોલીસ સ્ટેશનના ગુનામાં ધરપકડ કરી હતી. પાયલ બુટાણી સામે અનેક ગુનાઓ નોંધાયા છે. પાયલ બુટાણી બિલ્ડર કમલેશ રામાણી અને રાજકોટના તત્કાલીન પી.આઈ મનીષ નકુમ સાથે પણ વિવાદોમાં રહી ચુકેલી છે. પાયલ બુટાણીએ કમલેશ રામાણી પર બળાત્કાર ગુજાર્યાનો આક્ષેપ કર્યો હતો.

payal

પાયલ બુટાણીનો ભૂતકાળ

પોલીસે સૌપ્રથમ વખત પાયલ બુટાણીને દારૂ સહીત બીભત્સ સીડી સાથે ઝડપી પાડી હતી .ચર્ચાસ્પદ મામલો : બિલ્ડર કમલેશ રામાણી પર બળાત્કાર સહીત ગંભીર આક્ષેપો કર્યા હતા. પેટ્રોલ પંપ પેટ્રોલ પુરાયા પછી પૈસા ના આપવાનો ગુનો હોય કે પછી પ્રોહીબીશન કે મારામારીના ગુનામાં પાયલ બુટાણીનું નામ ચોપડે છે. રાજકોટમાં વેપારીને તેનીજ કારમાં અપહરણ કરી રેપના ગુન્હામાં ફિટ કરી દેવાની ધમકી આપી ખંડણી માંગ્યાની યુનિવર્સીટી પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી પોલીસે આ ગુન્હામાં બે યુવતી સહીત ચાર શખ્સોની ધરપકડ કરી હતી. વિવાદાસ્પદ પાયલ બુટાણી ફરાર થઇ ગઈ હતી.

English summary
Rajkot : Payal butani again arrested by police for fraud with businessman.
Please Wait while comments are loading...