રાજકોટ: આજીડેમ નજીક અસામાજિક તત્વોએ સળગાવ્યા વાહનો
રાજકોટમા ગત રાત્રે કેટલાક અસામાજિક તત્વોએ વાહનો સળગાવી દીધા હોવાની ઘટના સામે આવી હતી.
રાજકોટમાં દિવસે ને દિવસે ગુનેગારો તથા અસામાજિક તત્વોને છૂટ્ટો દોર મળી રહ્યો હોય તેવી ઘટનાઓ સામે આવી રહી છે. જાણે ગુનેગારોને પોલીસનો કોઈ ભય જ ન હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે. રાજકોટમા ગત રાત્રે કેટલાક અસામાજિક તત્વોએ વાહનો સળગાવી દીધા હોવાની ઘટના સામે આવી હતી. આ ઘટનાથી સ્થાનિકોમાં ડર ઊભો થઈ ગયો હતો. ઘટના આજી ડેમ વિસ્તાર નજીક આવેલી તિરૂપતિ સોસાયટીમાં બની હતી.

ઉલ્લેખનીય છે કે, શનિવારની રાત્રે બનેલી આ ઘટનામાં સોસાયટીમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં એક શખ્સ બાઇક સળગાવતો જોવા મળી રહ્યો છે. જેને આધારે પોલીસે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે. 28 તારીખની મધરાતે એક શખ્સ સીસીટીવીમાં જોવા મળ્યો હતો. આ તોફાની તત્વોએ બાઇક તથા કાર સળગાવ્યા હતા. લોકોએ મહામહેનતે ખરીદેલા વાહનો આ રીતે માથા ભારે તત્વોએ સળગાવી દેતા લોકોમાં રોષ તેમજ ડર પણ જોવા મળ્યા હતા.












Click it and Unblock the Notifications
