કોંગ્રેસના રાજ્યસભા ઉમેદવાર અમીબહેન સામે વિરોધ, નારણ રાઠવા સામે પણ મુશ્કેલીઓ

Posted By: Lekhaka
Subscribe to Oneindia News

રાજ્યસભામાં ગુજરાતની 4 બેઠક માટે ઉમેદવારીપત્ર ભરવાનો આજે એટલે કે સોમવારે છેલ્લો દિવસ છે. ભાજપ તરફથી કેન્દ્રીય પ્રધાનો, પરસોત્તમ રૂપાલા અને મનસુખ માંડવિયા તથા કોંગ્રેસ તરફથી નારણ રાઠવા અને ડો. અમી યાજ્ઞિક ઉમેદવારી નોંધાવશે. કોંગ્રેસે રવિવારે મોડી રાત્રે પૂર્વ કેન્દ્રીયમંત્રી નારણ રાઠવા અને અમી યાજ્ઞિકના નામ જાહેર કર્યા હતા. જેના કારણે કોંગ્રેસના પ્રવક્તા અમી યાજ્ઞિકની પસંદગી થતા અસંતોષ ફેલાયો હતો. સોનલબેન પટેલે કોંગ્રેસ માંથી અસંષોનષને પગલે રાજીનામુ આપાવાની ચીમકી ઉચ્ચારી છે. અને તેમણે જણાવ્યું હતું કે અમીબહેને પક્ષ માટે એવા કોઈ કામ ન થઈ કર્યા કે તેમને રાજ્યસભા માટે ઉમેદવાર બનાવવામાં આવે .પક્ષમાં અન્ય ઘણા લોકો છે જે આ માટે યોગ્ય છે. મને અમીબહેન સામે કોઈ વ્યક્તિગત વાંધો નથી પરંતુ પક્ષના સંદર્ભે જોતા આ યોગ્ય બાબત નથી લાગતી.

ami yagnik

તો બીજી તરફ એવા પણ અહેવાલ પ્રપાપ્ત થઈ રહ્યા છે કે કોંગ્રેસના નારણ રાઠવાએ આજે રાજ્યસભા માટે ફોર્મ ભર્યું પણ તેમાં કેટલીક વિગતો ન હોવાને કારણે આ ફોર્મ રદ્દ થયું છે ત્યાર હવે નારણ રાઠવા બાજીવાર ફોર્મ ભરી શકશે નહીં. આ પરિસ્થિતિમાં ગુજરાત કોંગ્રેસ કોઈ બીજા ઉમેદવાર પર પસંદગી ઉતારવી પડશે તો અમીબહેનના નામનો વિરોધ થયો છે તેથી કોંગ્રેસ નવેસરથી બે ઉમેદવારની પસંદગી કરવી પડે તો નવાઈ નહીં. વિરોધ કરનારા સોનલ બહેન પટેલ કોંગ્રેસ મહિલા પાંખના પ્રમુખ છે. અમીબેનની ઉમેદવારી અંગે કોંગ્રેસના મહિલા મોરચાના પ્રમુખ સોનલબહેને વિરોધ કરી પોતાના પદ પરથી રાજીનામું આપવાની ચીમકી ઉચ્ચારી છે. તેમણે કહ્યું હતું કે, તેમની ઉમેદવારી પર મારો વ્યક્તિગત વિરોધ નથી. સંગઠનની બહેનોને પ્રાધાન્ય આપવામાં ના આવે અને પેરાશૂટ ઉમેદવારોને તક આપવા સામે મારો વિરોધ છે. મહિલા સંગઠન પર પ્રદેશ કાર્યાલય સામે પક્ષનો વિરોધ કરશે.સોનલબહેનની સાથે મહિલા પાંખના અન્ય હોદ્દેદારો પણ રાજીનામું આપે તેવા સંકેત કોંગ્રેસ મહિલા પાંખમાંથી મળી રહ્યા છે સોનલ બહેને ઉઠાવેલા મુદા તેમજ તેમને મળેલા સમર્થન બાદ હવે કોંગ્રસ પક્ષ શું નિર્ણય લે છે તે જોવું રહ્યું.

sonal patel
English summary
Rajya Sabha election in Gujarat : Congress protesting againts its Rajya Sabha candidate Ameben.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.