રાજ્યસભા ચૂંટણીઃ બે કોંગી ધારાસભ્યોના રાજીનામાએ કોંગ્રેસની મુશ્કેલી વધારી

રાજ્યસભા ચૂંટણીઃ બે કોંગી ધારાસભ્યોના રાજીનામાએ કોંગ્રેસની મુશ્કેલી વધારી

ગુજરાતમાં 4 સીટ પર રાજ્યસભાની ચૂંટણી યોજાનાર છે, જેને પગલે હવે ગુજરતમાં પણ રાજકીય ઉથલ-પથલ શરૂ થઈ ગઈ છે. ગભરાયેલ કોંગ્રેસે પોતાના 14 ધારાસભ્યોને રાજસ્થાનના જયપુરની એક રિસોર્ટમાં શિફ્ટ કર્યા છે. મળેલી માહિતી મુજબ અત્યાર સુધીમાં 36 ધારાસભ્યોને રિસોર્ટ મોકલી આપવામાં આવ્યા છે. આ બધા ધારાસભ્યોને જયપુર અને ઉદયપુરમાં રાખવામાં આવશે. આ ઉપરાંત 5 ધારાસભ્યો ભાજપના સંપર્કમાં હોવાનું પણ કહેવાઈ રહ્યું છે. કોંગ્રેસને રાજ્યસભાની ચૂંટણીમાં ક્રોસ વોટિંગનો ડર છે. કોંગ્રેસી ધારાસભ્યો દર વખતેની જેમ આ વખતે પણ પોતાના પક્ષને ઠેંગો બતાવે તેવી શક્યતા છે.

somabhai patel

રાજ્યસભામાં સીટની વહેંચણીને કોંગ્રેસના બે નારાજ ધારાસભ્યોએ રાજીનામા આપી દીધા છે અને અન્ય 3 ધારાસભ્યો હજી પણ ભાજપના સંપર્કમાં હોવાનું જણાવાઈ રહ્યું છે. સૂત્રો મુજબ કોંગ્રેસના બે ધારાસભ્ય સોમા પટેલ અને જેવી કાકડીએ મોડી રાત્રે પાર્ટી અધ્યક્ષ સાથે મુલાકાત કર્યા બાદ જ પોતાનું રાજીનામું સોંપી દીધું છે. જલદી જ બંને ધારાસભ્યોના રાજીનામાની ઘોષણા કરવામાં આવી શકે છે.

ઉલ્લેખીય છે કે સોમા પટેલે રાજ્યસભા સીટ કોળી સમુદાયને આપવાની માંગ કરી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે ગુજરાતથી કોળી સમુદાયના સભ્યને ટિકિટ આપવામાં ના આવી. સોમા પટેલ લિમડીથી ધારાસભ્ય છે, જ્યારે જેવી કાકડિયા ધારીથી ધારાસભ્ય છે. આ બધાની વચ્ચે છોટુભાઈ વસાવાએ ટ્વીટ કરીને કટાક્ષ કરતા કહ્યું કે- "100 કરોડમાં 2 વેચાયા કે 100 કરોડમાં એક"

રાજ્યસભા સીટ જીતવા માટે કેટલા મત જોઈએ જાણો

182 સભ્યોવાળી ગુજરાત વિધાનસભામાં હાલ 180 સભ્યો છે, જેમાંથી 103 ધારાસભ્યો ભાજપના છે, જ્યારે કોંગ્રેસના 73 ધારાસભ્ય છે. ગુજરાતમાં કોંગ્રેસના સહયોગી દળોની વાત કરીએ તો બીટીપી-2, એનસીપી-1, અને 1 અપક્ષ જોડીને પારટી પાસે કુલ 77 ધારાસભ્યો છે. દરેક રાજ્યસભા સીટ જીતવા માટે પ્રેફરેન્સ વોટ હશે. 2 સીટ પર કાનૂની પ્રક્રિયા ચાલી રહી છે એવામાં 180/(4+1) 5=36+1=37 એટલે કે જીત માટે 37 વોટ જોઈએ. ગુજરાતમાં રાજ્યસભાની એક સીટ જીતવા માટે બંને દળને 38 વોટ જોઈએ. રાજ્યસભાની બે સીટ જીતવા માટે 76 વોટ જોઈએ જ્યારે કોંગ્રેસ પાસે 74 વોટ છે જે બે સીટ માટે પૂરતી નથી. એવામાં કોંગ્રેસ રાજ્યસભાની એક સીટ પરથી હાથ ધોઈ શકે છે. જો કે ભાજપ કોઈપણ કિંમતે ત્રીજી સીટ જીતવા માંગે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X