For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાજ્યસભા ચૂંટણી:BJPની તાડમાર તૈયારીઓ અને કોંગ્રેસ MLAsની વાપસી

ગુજરાતમાં 8 ઓગસ્ટના રોજ રાજ્યસભાની ચૂંટણી. કોંગ્રેસ ધારાસભ્યો ગુજરાત પરત ફરશે તો બીજી બાજુ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અમદાવાદની મુલાકાતે.

By Shachi
|
Google Oneindia Gujarati News

8 ઓગસ્ટના રોજ ગુજરાતમાં યોજાનાર રાજ્યસભાની ચૂંટણી પહેલાં બે મુખ્ય પક્ષો ભાજપ અને કોંગ્રેસમાં ખાસી ચહલ-પહલ જોવા મળી રહી છે. કોંગ્રેસના 6 ધારાસભ્યોએ રાજીનામાં આપ્યા બાદ કોંગ્રેસ પક્ષે પોતાના ગુજરાતના ધારાસભ્યોને બેંગ્લુરુ પાસેના એક રિસોર્ટમાં મોકલી આપ્યા છે, જેઓ 7 ઓગસ્ટના રોજ ગુજરાત પરત ફરનાર છે. તો બીજી બાજુ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે રવિવારે ગુજરાતની મુલાકાત લીધી હતી.

ગુજરાત કોંગ્રેસ

ગુજરાત કોંગ્રેસ

નોંધનીય છે કે, ગુજરાત કોંગ્રેસના 40થી વધુ ધારાસભ્યો એક અઠવાડિયાથી પણ વધારે સમયથી બેંગલુરુ પાસે આવેલ ઇગલટન રિસોર્ટમાં રહી રહ્યાં છે. આ ધારાસભ્યો 7 ઓગસ્ટ ને સોમવારના રોજ ગુજરાત પરત ફરવાના હોવાના સમાચાર છે. જો કે, તેઓ અમદાવાદ નહીં, પરંતુ આણંદના એક રિસોર્ટ ખાતે રોકાવાના હોવાના સમાચાર છે. તેઓ આણંદના રિસોર્ટમાં પરિવાર સાથે રક્ષાબંધનની ઉજવણી કરશે. વળી તેમની સુરક્ષા માટે કોંગ્રેસ દ્વારા સુરક્ષા એજન્સિ પર રોકવામાં આવી છે.

ચૂંટણી પહેલાં નહીં જઇ શકે ઘરે

ચૂંટણી પહેલાં નહીં જઇ શકે ઘરે

સૂત્રો અનુસાર, રાજ્યસભાની ચૂંટણીના મતદાન પહેલાં કોંગ્રેસના ધારાસભ્યો પોતાના ઘરે નહીં જઇ શકે. બીજી બાજુ ગુજરાતમાં રહેલાં કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા કોંગ્રેસના ધારાસભ્યોને 9 ઓગસ્ટ સુધી પોલીસ સુરક્ષા આપવામાં આવે એવી પણ અરજી કરવામાં આવી છે. બનાસકાંઠાના ધાનેરામાં રાહુલ ગાંધીની ગાડી પર થયેલ હુમલાની ઘટનાને ધ્યાનમાં રાખતા આ અરજી કરવામાં આવી છે.

વાયરલ થયા વીડિયો

નોંધનીય છે કે, ગત અઠવાડિયે ગુજરાતમાં પૂર જેવી પરિસ્થિતિ દરમિયાન પોતાના મતવિસ્તારના લોકોને મદદ કરવાની જગ્યાએ રિસોર્ટમાં આરામ ફરમાવવા જેવા આરોપો ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યો પર મુકાયા હતા. આના જવાબમાં બેંગલુરુમાં રિસોર્ટમાં રોકાયેલ કેટલાક ધારાસભ્યોના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યાં છે. જેમાં તેમણે આ આરોપોનો જવાબ આપ્યો છે તથા મતવિસ્તારના લોકો પ્રત્યે પોતાની લાગણી રજૂ કરી છે.

ભાજપની તૈયારીઓ

ભાજપની તૈયારીઓ

બીજી બાજુ ભાજપ પક્ષ સંપૂર્ણ રીતે આવાનર રાજ્યસભાની ચૂંટણીની તૈયારીઓમાં વ્યસ્ત છે. રાજ્યસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખતાં અમિત શાહે રવિવારે અમદાવાદની મુલાકાત લીધી હતી, આ ચૂંટણીમાં અમિત શાહે પણ ઉમેદવારી નોંધાવી છે. અહીં તેઓ ધારાસભ્યો સાથે બેઠક કરી ચૂંટણી માટેની રણનીતિ તૈયાર કરનાર હતા. આ બેઠકમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી, પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી હાજર રહ્યાં હતા, પરંતુ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ આ બેઠકમાં હાજર નહોતા.

English summary
Rajyasabha election on 8th August. Congress MLAs to come back to Gujarat and national president of BJP Amit Shah visits Ahmedabad.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X