• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

વિશ્વફલક પર વધ્યું ગુજરાતનું ગૌરવઃ રાણી કી વાવ બની વિશ્વ હેરિટેજ સાઇટ

|

કતારના દોહા ખાતે યોજાયેલી વિશ્વ હેરિટેજ કમિટિની બેઠકમાં ગુજરાતના બીજા ઐતિહાસિક સ્થળનો વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સમાવેશ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. પાટણ ખાતે આવેલી ઐતિહાસિક રાણી-કી-વાનને યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટની યાદીમાં સ્થાન મળ્યું છે. નોંધનીય છેકે પાટણની રાણી કી વાવ પહેલા 2004માં પંચમહાલમાં આવેલા ચાંપાનેર પાવાગઢ આર્કોલોજીક પાર્કને વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સ્થાન મળ્યું હતું. આ સાથે જ રાણી કી વાવ ભારતનું 31મું અને ગુજરાતનું બીજું સ્થળ બની ગયું છે, જેનો યુનેસ્કો દ્વારા આ પ્રકારે સમાવેશ કરવામાં આવ્યો છે.

યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ કમિટિની બેઠકમાં રાણી કી વાવ ઉપરાંત દક્ષિણ કોરિયામાં આવેલા નમહનસનસિયોંગ, ચીનમાં આવેલી ધ ગ્રાન્ડ કેનાલ, ચીન-કઝાખસ્તાન-કાયરેગિઝતાનને સાંકળતા ટિયાનશાન કોરિડોરનો પણ વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ સાથે જ વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સ્થાન મેળવનારા ઐતિહાસિક સ્મારકોની સંખ્યા 992 થઇ ગઇ છે.

રાણી કી વાનનો સમાવેશ વર્લ્ડ હેરિટેજ સાઇટમાં થતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતને શુભેચ્છા પાઠવી છે અને દેશવાસીઓને કહ્યું છેકે તેઓ જ્યારે પણ ગુજરાતના પ્રવાસે જાય ત્યારે અચુકપણે રાણી કી વાવની મુલાકાત લે. યુનેસ્કો દ્વારા ઝીણવટપૂર્વક નિરીક્ષણ કર્યા બાદ તેનો સમાવેશ વર્લ્ડ હેરિટેજ સાઇટમાં કર્યો છે. યુનેસ્કો, પેરિસ સ્થિત ભારતના રાજદૂત રુચિરા કમ્બોજે ટ્વીટર થકી જણાવ્યું છેકે, વર્લ્ડ હેરિટેજ કમિટીના સભ્યોએ વર્લ્ડ હેરિટેજ સાઇટમાં ‘રાણી કી વાવ'નો સમાવેશ કર્યો છે. જે બદલ સમગ્ર ભારતને અભિનંદન છે. ફિલિપીન્સ, જાપાન, ક્રોએશિયા, ફિનલેન્ડ, જર્મની, સેનેગર, વિયેટનામ, મલેશિયા, જમૈકા, કોલંબિયા અને અલ્જિરીયાના સભ્યોએ આ વાવના વખાણ કર્યા છે.

ગુજરાતનું ગૌરવ રાણી કી વાવ

ગુજરાતનું ગૌરવ રાણી કી વાવ

આ વાવ રાણી ઉદયમતીએ 1063માં તેમના પતિ સોલંકી વંશના રાજા ભીમદેવ પહેલાની યાદમાં બંધાવી હતી. પાછળતી આ વાવમાં સરસ્વતી નદીના પૂરના પાણી ઘૂસી ગયા હતા વાવ પર કાંપ ફરી વળ્યો હતો. છેક 1980માં ભારતીય પુરાતત્વ મોજણી વિભાગે ઉત્ખનન કર્યું ત્યારે તેનું કોતરણીકામ મૂળ સ્વરૂપમાં મળી આવ્યું હતું. રાણકી વાવ ભારતની સૌથી સુંદર વાવો પૈકીની એક છે. અને પ્રાચીન પાટનગરની સૌથી વિખ્યાત ઐતિહાસિક વિરાસતો પૈકીની એક છે.

મુખ્ય વિષયવસ્તુ દશાવતાર

મુખ્ય વિષયવસ્તુ દશાવતાર

જમીનની સપાટીથી શરૂ થતા પગથિયા શીતળ હવામાં થઇને, કેટલાક સ્તંભોવાળા ઝરૂખાઓમાં થઇને તમને ઊંડા કૂવા સુધી લઈ જાય છે. અહીં સાત ઝરુખાઓમાં આઠસોથી પણ વધુ સુશોભિત શિલ્પો છે. મુખ્ય વિષયવસ્તુ દશાવતાર છે. ભગવાના વિષ્ણુના બુદ્ધ સહિતના દશ અવતારો. આ અવતારો સાથે સાધુ, બ્રાહ્મણો અને હોઠ રંગતી તેમજ શણગાર સજતી અપ્સરાઓની મૂર્તિઓ છે. પાણીની સપાટીએ પહોંચતા શેષાશયી વિષ્ણુને કોતરેલા જુઓ છે. જેમાં વિષ્ણુ હજાર ફેણવાળા શેષનાગ પર આડા પડયા છે. એવું કહેવાય છે, અહીં તેઓ યુગો વચ્ચેના અનંતકાળમાં શાશ્વત આરામ કરે છે.

ગુજરાતનું ગૌરવ ચાંપાનેર

ગુજરાતનું ગૌરવ ચાંપાનેર

ચાંપાનેર આવું જ એક સ્થળ છે. અહીં તમે એક જૂનો મહેલ, કિલ્લો, કેટલીક મસ્ઝિદો જોઈ શકો છો, પણ પ્રાચીન શેરીઓમાં પણ ચાલો જે તેના રહેવાસીઓએ પાંચ સદીઓ પહેલાં તૈયાર કરી હતી. ચાંપાનેર કેટલીય સદીઓ માટે તીર્થ સ્થળ હતું, એક હજાર વર્ષો જૂના હિન્દુ અને જૈન મંદિરો, ગુજરાત સલ્તનતના સમયની મસ્ઝિદો સાથે શહેર નોંધનીય રીતે યોગ્ય પણે સંરક્ષાયેલું છે, અને વાવો અને કબ્રસ્તાનની કિલ્લેબંધી અને વિપુલ અનાજ પેદા કરનાર પ્રદેશ દ્વારા સુ-આયોજિક રાજધાનીના શહેરની સમગ્ર કામ કરવાની નીતિના હજી પણ પુરાવાઓ છે. ચાંપાનેર 2004માં યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સ્થલ બન્યું હતું

ચાવડા વંશે કરી હતી સ્થાપના

ચાવડા વંશે કરી હતી સ્થાપના

ચાવડા વંશના વનરાજ ચાવડાએ ૮મી સદીમાં ‘ચાંપાનેર'ની સ્થાપના કરી હતી. કેટલાક માને છે કે વનરાજે આ નામ પોતાના મિત્ર અને મંત્રી ‘ચાંપા' ના નામ પરથી આપેલું, જ્યારે કેટલાકનું કહેવું છે કે, તે પાવાગઢના ડૂંગરાળ પ્રદેશમાં થતાં ‘કેસૂડા'ના ફૂલો પરથી પડ્યું છે. તે સમયે પાવાગઢ ગુજરાતના ઉત્તર અને દક્ષિણ ભારત સાથેના વેપારનુ મહત્ત્વનું મથક હોવા સાથે માંડૂ અને ગુજરાત વચ્ચેનો બફર વિસ્તાર પણ હતો. ઈ.સ. ૧૩૦૦ની આસપાસ ચૌહાણ રજપુતોએ પાવાગઢ અને ચાંપાનેર બંને કબજે કરી આશરે ૨૦૦ વર્ષ રાજ કર્યું.

English summary
Rani-ki-Vav, a unique kind of Indian subterranean architectural structure, marks the zenith in the evolution of stepwells in India.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more