
ગુજરાતમાં વધ્યા યુપી-બિહારના લોકો પર હુમલા, 342 વ્યક્તિઓની ધરપકડ
ગુજરાતમાં ફરીથી એક વાર નોન ગુજરાતીઓ પર હુમલા વધી ગયા છે. ગુજરાતના સાબરકાંઠા જિલ્લામાં 14 મહિનાની બાળકી સાથે બળાત્કારનો મામલો સામે આવ્યા બાદ ગુજરાતમાં બિન ગુજરાતીઓ પર હુમલા વધી ગયા છે. ખાસ કરીને યુપી-બિહારના લોકોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. આ મામલે અત્યાર સુધીમાં 42 કેસ ફાઈલ થઈ ચૂક્યા છે. વળી, 342 લોકોની ધરપકડ કરવામાં આવી ચૂકી છે.
બિન ગુજરાતીઓ પર થઈ રહેલા હુમલાઓના કારણે લોકો પોતાના રાજ્યમાં પાછા જવા માટે મજબૂર થઈ રહ્યા છે. ગુજરાતમાં બહારના લોકો પર હિંસાના આ મામલામાં કુલ 6 જિલ્લાઓ પ્રભાવિત થયા છે. સૌથી વધુ મહેસાણમા અને સાબરકાંઠા જિલ્લા પ્રભાવિત થયા છે. મહેસાણામાં આ મામલે અત્યાર સુધીમાં 89 લોકોની ધરપકડ કરવામાં આવી છે. વળી, સાબરકાંઠામાં 95 લોકોની ધરપકડ કરવામાં આવી છે. ત્યારબાદ અમદાવાદમાં 73 વ્યક્તિ અને ગાંધીનગરમાં 27 લોકોની ધરપકડ કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ઘાટીમાં મતદાન શરૂ, ઈન્ટરનેટ સેવા બંદ, મીરવાઈઝ નજરકેદ
તમને જણાવી દઈએ કે સોશિયલ મીડિયા પર નફરતવાળી અને ભડકાઉ પોસ્ટ કરવાના આરોપમાં 6 લોકોની ધરપકડ કરવામાં આવી છે. રવિવારે બિન ગુજરાતીઓ પર કોટાંબી અને કામરોલ ગામના 17 લોકોએ હુમલા કરી દીધા. સુરક્ષાની તમામ પ્રકારની વ્યવસ્થા છતાં બિન ગુજરાતીઓ પર હુમલા ઘટી નથી રહ્યા. ઉલ્લેખનીય છે કે 28 સપ્ટેમ્બરે 14 મહિનાની બાળકી સાથે બળાત્કાર મામલે એક બિહારી યુવકની ધરપકડ કરવામાં આવી હતી. આ ઘટના બાદ સોશિયલ મીડિયા પર યુપી-બિહારના લોકો પર નફરતભર્યા સંદેશ વાયરલ થઈ ગયા. ત્યારબાદ બિન ગુજરાતીઓ ખાસ કરીને યુપી-બિહારના લોકો સામે હિંસા ભડકી ગઈ.
આ પણ વાંચોઃ ભડકે બળ્યા પેટ્રોલના ભાવ, આજે ફરી વધી કિંમતો