• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

વાંચો : ભાજપ સામેના તહોમતનામામાં કોંગ્રેસે કયા આરોપો લગાવ્યા?

|
congress-logo
અમદાવાદ, 3 ડિસેમ્બર : આજે ભાજપ સરકારના છેલ્લા 17 વર્ષના શાસનનો હિસાબ રજૂ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અર્જુનભાઈ મોઢવાડિયા, ચૂંટણી પ્રચાર અભિયાન સમિતિના અધ્યક્ષ શંકરસિંહ વાઘેલા, એઆઈસીસીના જનરલ સેક્રેટરી બી કે હરિપ્રસાદ તથા એઆઈસીસીના સેક્રેટરી અને સહપ્રભારી અશોક તન્વરજીએ રાજીવ ગાંધી ભવન, અમદાવાદ ખાતે સંયુક્ત પત્રકાર પરિષદને સંબોધન કરતા ભાજપ સરકાર સામે તહોમત મૂકયા હતા. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2012ના ચૂંટણી ઢંઢેરા સ્વરૂપે જાહેર કરવામાં આવેલા કોંગ્રેસના તહોમતનામામાં તેમણે ભાજપની સરકાર અને ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સામે શું આરોપો લગાવ્યા તે અહીં વાંચો.

કાયદો અને વ્યવસ્થા

ભાજપ સરકાર ગુજરાતમાં ગુનાઓને અંકુશ રાખવામાં તદ્દન નિષ્ફળ ગઈ છે અને એમના શાસન દરમ્યાન ર૦૦૧થી ર૦૧૧ સુધીમાં ગુનાઓનું પ્રમાણ બેરોકટોક વધ્યુ છે.ભાજપ સરકારે સત્તામાં આવવા માટે સલામત ગુજરાતની અને ભયમુકત ગુજરાતની વાતો કરીને મતદારો પાસેથી મત માંગ્યા હતા. પણ વર્ષ ર૦૦૧થી ર૦૧૧ દરમ્યાન રાજયમાં ગુનાઓની સમીક્ષા ર૦૦૧થી કરતા જુદા જુદા આઈ.પી.સી. પ્રમાણે ૧ર,પપ,૬૪૪ ગુનાઓ નોંધાયા છે. ર૦૦૧ થી ર૦૧૧ ના સમયગાળામાં ૧ર૬૪૯ ખૂન નોંધાયા છે એટલે કે દરરોજ ત્રણ કરતા વધારે ખૂન થયા છે. ખૂનના પ્રયાસના પપ૬૦ બનાવો બન્ય છે. બળાત્કારના ૩,૭૭૬ બન્યા બનાવો બન્યા છે. સ્ત્રીઓ અને છોકરીઓના અપહરણના ૧૧,૩૯૧ ગુનાઓ નોંધાયા અને કુલ અપહરણના ૧૩,પર૬ બનાવો બન્યા છે. ર૦૦૧ થી ર૦૧૧ના ગાળામાં બળાત્કારના કેસો વધ્યા. સ્ત્રીઓ અને છોકરીઓના અપહરણના બનાવોમાં વધારો થયો.

ગુજરાતનો ર્આિથક વિકાસ

ગુજરાતમાં ઘરેલુ ઉત્પાદન (સ્ટેટ ગ્રોસ ડોમેસ્ટીક પ્રોડકટ - એસજીડીપી)વૃદ્ધિદર સતત હકારાત્મક રહયો છે તેવુ નથી. પરંતુ ૧૯૬૦ થી પ્રથમ બે દાયકા દરમ્યાન એસડીપીનો વૃદ્દિ દર દ્વિ અંકી એટલે કે ૧૦ ટકા કે તેનાથી વધુ રહયો હોય એવા પ દ્વિ-અંકી વર્ષ રહયા છે, અને સૌથી વધુ વૃદ્વિ દર ર૮.પ૦ ટકા ૧૯૭પ
૧૯૭પ-૭૬ દરમ્યાન રહયો હોત. ગુજરાતમાં ૬પ હજાર કરતા વધુ નાના અને મધ્યમ કદના ઔદ્યોગિક એકમો બંધ થયા છે. રાજયની ઓળખ સમા
ઉદ્યોગો જેવા કે જામનગરનો બ્રાસપાર્ટ, થાન રબીનો સીરેમીક, સુરેન્દ્રનગરનો ટેક્ષટાઈલ-ફાર્માસ્યુટીકલ મશીનરી, રાજકોટનો થાન-મોઝેક, ફાર્મા, ઓઈલ એન્જીન અને ગાંધીનગરનો ઈલેકટ્રોનીકસ પાર્ટ વગેરે મૃતઃપાય થયા છે.

ગુજરાતનું આર્થિક ચિત્ર

ગુજરાત સરકારનું દેવુ ર૦૧ર-૧૩ માટે રૂપિયા ૧,૪૦,ર૩૮ કરોડનું અંદાજવામાં આવ્યું છે જે મુજબ દરેક ગુજરાતીના માટે ર૩,રર૪ રૂપિયાનું દેવુ થાય છે. જો આવક વધતી હોય તો દેવુ ઘટવુ જોઈએ. વર્ષ ર૦૦૧-૦ર માં ગુજરાત સરકારનું દેવુ રૂા. રપ,૪૩૦ કરોડ હતું તે ર૦૧ર-૧૩ માં રૂા. ૧,૪૦,ર૩૮ કરોડનું થવાનો અંદાજ છે. આમ, દેવામાં સાડા પાંચ ગણો વધારો થયો છે. ગુજરાત સરકારે વેરા ખૂબ વધાર્યા છે અને વેરાની આવક તેથી ખૂબ વધી છે. ર૦૦૧-૦રમાં ૯ર૪ર કરોડ રૂપિયાની વેરાની આવક હતી જે વધીને વર્ષ ર૦૧ર-૧૩માં રૂા.પ૧,ર૩૧ કરોડ થવાનો અંદાજ મૂકાયો છે. આમ માથાદીઠ રૂા. ૮,૪૮રનો વેરો ગુજરાતના નાગરિકો ભરે છે અને છતાં તેને માથે રૂા.ર૩,રર૪ નું દેવુ છે. વેરો પણ વધતો જાય છે અને માથાદીઠ દેવું પણ વધતું જાય છે.

ગુજરાત માનવવિકાસની બાબતમાં પાછળ

ગુજરાતની ભાજપ સરકારના ૧૧ વર્ષના શાસનમાં વિકાસના મોટા ગાણાં ગાઈને ઢોલ પીટવામાં આવી રહયો છે પરંતુ ગુજરાતમાં માનવ વિકાસ ઘણો ઓછો થયો છે.ગુજરાત સરકારે રાજયની જનતાના શિક્ષણ અને આરોગ્ય ઉપર ધ્યાન આપ્યું નથી.ગુજરાતમાં ભાજપ શાસનના ૧૧ વર્ષમાં વિવિધ ઉત્સવો - તાયફાઓમાં વ્યસ્ત વહીવટી તંત્ર અને ખાસ કરીને સ્વપ્રસિદ્ધિમાં ગળાડૂબ મુખ્યમંત્રીના નેતૃત્વને લીધે ગુજરાતમાં માનવ વિકાસની બાબતમાં ઘણી પીછેહઠ થઈ છે અને જોઈએ તેવું
પ્રગતિજનક ચિત્ર જોવા મળતુ નથી. ગુજરાત માનવ વિકાસમાં ૧૧મા ક્રમે છે. સમગ્ર ભારતમાં માનવ વિકાસ લગભગ ર૦ ટકા વધ્યો. ગુજરાતમાં માનવ વિકાસમાં માત્ર ૧૧ ટકાનો વધારો થયો છે અને ઉત્તપ્રદેશ, બિહાર, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, ઝારખંડ અને ઓરિસ્સા જેવા રાજયો ગુજરાત કરતાં આગળ છે. ગુજરાતનો ક્રમ માનવ વિકાસના વૃદ્ધિદરમાં છેલ્લેથી ૭મે આવે છે. માનવવિકાસમાં આવક પણ અગત્યની છે તેને ગણતરીમાં લેવા માસિક માથાદીઠ ખર્ચને ધ્યાનમાં લેવામાં આવે છે તે જોતાં
ગુજરાત ૧પમા ક્રમાંકે છે. સાક્ષરતા દર અને બાળકો કેટલા વર્ષે શાળામાં જાય છે તેને ધ્યાને લેતા ગુજરાતનો ક્રમ છેલ્લેથી ત્રીજો એટલે કે ર૧ મો છે. આરોગ્ય આંકમાં ગુજરાત ૧રમા ક્રમાંકે છે. ગ્રામ્ય વિસ્તારમાં બેકારીના દરમાં ગુજરાત ૯મા ક્રમાંકે છે. ગુજરાતમાં ગરીબીનું પ્રમાણ ૧૬.૮ ટકા છે. ગુજરાતમાં એનેમીયાથી પીડાતી મહિલાઓનું પ્રમાણ પપ.૩ ટકા થયું છે. જેમાં ગુજરાતનો ક્રમ ૧૭મો છે. બાળમૃત્યુ દરના પ્રમાણમાં ગુજરાત ર૪ મા ક્રમાંકે આવે છે . એનેમીયાથી પીડાતા પાંચ વર્ષ સુધીના બાળકોનું પ્રમાણ ૬૯.૭ ટકા છે.

ગુજરાતમાં શિક્ષણનું વાસ્તવિક ચિત્ર

ભાજપ શાસનમાં ગુજરાતનું શિક્ષણ સંપૂર્ણપણે ખાડે ગયું છે. ભાજપના શાસકોએ શિક્ષણને વેપારના કેન્દ્રો બનાવી દીધા છે. ઉંચી ફી, ડોનેશન અને અપૂરતા અધ્યાપકો/શિક્ષકો - અપૂરતી સુવિધાઓથી ચાલતી સંસ્થાઓનો રાફડો ફાટયો છે. ઈજનેરી- તબીબી શિક્ષણમાં ઉંચા ફીના ધોરણોને કારણે ગુજરાતમાં સામાન્ય - મધ્યમવર્ગના વિદ્યાર્થીઓ માટે શિક્ષણ મેળવવું દુષ્કર બની ગયું છે.કેન્દ્ર સરકાર દ્વારા સૌના માટે શિક્ષણ- શિક્ષિત ભારતના નિર્માણ માટે ૬ થી ૧૪ વર્ષના બાળકો માટે મફત અને ફરજીયાત શિક્ષણ મૂળભુત અધિકાર ( આર ટી ઈ) કાયદો બનાવ્યો. પણ કમનસીબે ગુજરાતની ભાજપ સરકારે આ કાયદાનો અમલ ન કરવાને લીધે ગુજરાતના બાળકો મફત અને ફરજીયાત શિક્ષણના મૂળભુત અધિકારથી વંચિત રહયા છે.

ગુજરાતની ભાજપ સરકારે ગ્રામ્ય વિસ્તારમાં ૧૩૦૦૦ જેટલી શાળાઓ બંધ કરવાનો દુરોગામી નિર્ણય કર્યો છે. આ ઘણી જ ગંભીર બાબત છે. ગુજરાતમાં એક ઓરડામાં એક કરતા વધારે ધોરણના વિદ્યાર્થીઓને સાથે બેસાડવામાં આવતી શાળાઓની સંખ્યા ૧૧૬૮૦ જેટલી છે. જે ભાજપ સરકારનો શિક્ષણ માટેનો અભિગમ દર્શાવે છે. સર્વ શિક્ષા અભિયાન હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતને છેલ્લા ૧૦ વર્ષમાં ૧૩૬૦૩પ.૮૮ લાખ રૂપિયા ફાળવવામાં આવેલ છે જેનો રાજય સરકારે પૂરતો ઉપયોગ કર્યો નથી.
ગુજરાતના ચાર શહેરો માટે ફાળવવામાં આવેલ નાણામાંથી માત્ર ૪૮ ટકા નાણાં જ વપરાયેલ છે.

ગુજરાતમાં આરોગ્યની સ્થિતિ

ગુજરાતમાં નાગરિકોનું અપેક્ષિત આયુષ્ય માત્ર ૬૪ વર્ષ છે. રાજયમાં કુલ પપ ટકા મહિલાઓ એનિમીયાથી પીડાય છે. ર૩ ટકા બાળકો કુપોષિત છે અને ૪પ ટકા બાળકો ઓછુ વજન ધરાવે છે. બાળમૃત્યુદરમાં ગુજરાત દેશમાં ૭મા ક્રમે છે અને માતા મૃત્યુદરમાં ૮મા ક્રમે છે. સરકારી હોસ્પીટલોમાં જીવન રક્ષક દવાઓ મફત આપવામાં આવતી નથી જેનાથી ગરીબ અને સામાન્ય-મધ્યમ વર્ગના જીવ જોખમાઈ ગયા છે. ગુજરાત આરોગ્ય પાછળ માથાદીઠ રૂા. ર૭૦ નો ખર્ચ કરે છે જયારે અન્ય
રાજયો તેનાથી વધારે ખર્ચ કરે છે.

૧) ૦ થી ૬ વર્ષના બાળકોમાં ૧૦૦૦ દિકરાઓની સંખ્યાની સામે ૮૮૬ દિકરીઓ છે.
ર) માતા મૃત્યુ દર ૧૪૮ છે. ( દર એક લાખ જીવિત બાળકો જન્મે ત્યારે થતાં મૃત્યુ )
૩) નવજાત શિશુ મૃત્યુ દર ૩૭ છે. (૧૦૦૦ જીવિત જન્મે ત્યારે)
૪) બાળ મૃત્યુ દર પ૦ છે. (૧૦૦૦ જીવિત બાળક જન્મે ત્યારે)
પ) પાંચ વર્ષની ઉંમરના બાળકોમાં દર ૧૦૦ બાળકોમાં ૪પ બાળકો કુપોષિત છે.
૬) એનીમીક બાળકો ૮૦ છે. (દર ૧૦૦ બાળકોમાં)
૭) કુપોષણથી પીડાતી સ્ત્રીઓ ૬૧ છે. (દર ૧૦૦ માતાએ)

ગુજરાતમાં રહેવા માટેના ઘરની સુવિધાનું ચિત્ર

ગુજરાતમાં છેલ્લા ૧૧ વર્ષના શાસનમાં ગુજરાત હાઉસીંગ બોર્ડ દ્વારા કોઈ કામગીરી કરવામાં આવી નથી અને ધીરે ધીરે આ બોર્ડને મૃતઃપાય સ્થિતિમાં લાવી દીધુ છે. ગરીબ અને મધ્યમ વર્ગને પરવડે તેવા મકાનો બાંધવામાં આવ્યા નથી. અને તેને પરીણામે કોંગ્રેસ દ્વારા ગુજરાત પ્રજા વિકાસ દર્શન - ર૦૧ર હેઠળ રજૂ કરાયેલ મહિલાઓને નામે ઘરનું ઘર યોજનાને શહેરોમાં પ્રજા તરફથી ખૂબ જ સારો પ્રતિસાદ સાંપડયો. કુલઃ ૩૦ લાખ કરતા વધુ ફોર્મ ગણતરીના દિવસોમાં શહેરોના અનેક વિસ્તારોમાં કતારબંધ ઉભેલી મહિલાઓ લેવા ઉમટી પડી હતી. ત્યારબાદ આ ફોર્મ ભરીને પરત પણ આવી ગયા હતા. આ સ્થિતિ બતાવે છે કે ગુજરાતમાં ભાજપ સરકારે પૃથ્વી ઉપરના આશરો સમાન ઘરનું ઘર પણ પ્રજાને તેના શાસનમાં ઉપલબ્ધ કરાવી શકી નથી તેનો ચિતાર બતાવે છે.

શહેરોમાં ઘરના ઘરની યોજના અને ગ્રામ્ય વિસ્તારોમાં ૧૦૦ વારના પ્લોટ ફાળવવાની કોંગ્રેસની યોજનાને મળેલા જબરજસ્ત જનપ્રતિસાદને કારણે કોંગ્રેસના પગલે ચાલવા માટે મજબૂર બનેલી ભાજપ સરકારે તેના શાસનમાં મૃતપાય બનેલી ગુજરાત હાઉસીંગ બોર્ડને પુનઃ ચેતનવંતુ કરી ઘરનું ઘર આપવાના ફોર્મ વેચવાનો નિષ્ફળ પ્રયાસ કરતા ફોર્મ લેવા આવેલ મહિલાઓને ફોર્મ નહીં પણ લાઠીઓ ખાવી પડી તેવી સ્થિતિનું નિર્માણ થયું હતું. ભાજપનું શું આ સુશાસન છે ? જગગણના-ર૦૧૧ મુજબ ગુજરાતમાં મકાન, પરીવારોને ઉપલબ્ધ સુવિધા અને તેને જરૂરી પરીસંપતિ અનુસાર કુલ ૧,ર૧,૮૧,૭૧૮ મકાનોની સંખ્યા છે. જેમાંથી ૧૬,૪૯,૬૩૬ પરીવારો(ર૪.૩ ટકા લોકો ) ભાડાના મકાનમાં રહે છે. જયારે ૧,૮૬,૪૧૧ મકાનો રહેવા લાયક નથી. અનેક પરીવારો કાચા મકાનોમાં અને છત વિનાના મકાનોમાં જીંદગી ગુજરે છે.

ગુજરાતમાં સરકારી - અર્ધસરકારી કર્મચારીઓની દયનીય અને કફોડી હાલત

- ગુજરાત સરકાર પાંચ લાખ સહાયક,પાર્ટ ટાઈમ કામ કરતા અને ફિકસ પગારના કર્મચારીઓનું ભારે શોષણ કરવામાં આવ્યું છે.
- ૧૦ લાખ સરકારી-અર્ધ સરકારી કર્મચારીઓને છઠ્ઠા પગાર પંચના લાભથી વંચિત રખાયા છે.
- નિવૃત્ત સરકારી કર્મચારીઓને અન્યાય થયો છે.
- ૧૦ લાખ યુવાનો રોજગાર કચેરીમાં બેકાર નોંધાયેલા છે જે આજે પણ નોકરી માટે અહી-તહીં ભટકે છે. રોજગારી નથી.
- આંગણવાડી,મધ્યાહન ભોજન યોજનામાં રોકાયેલ મહિલાઓ સહિત આશાવર્કરોને શિક્ષણના કામની જગ્યાએ ગુજરાત સરકારના કાર્યક્રમોમાં વ્યસ્ત રાખવામાં આવે છે. - અપૂરતું વેતન આપવામાં આવે છે.
- કર્મચારીઓની વ્યકિતગત ફરીયાદોના નિરાકરણ માટે સરકારી તંત્રમાં કોઈ વ્યવસ્થા નથી. જેનાથી તેઓ અન્યાયની લાગણી સતત અનુભવ્યા કરે છે.
- એક પ્રકારના માનસિક ડર નીચે ગુજરાતમાં સરકારી તંત્ર કામ કરી રહયું હોય તેવુ ઉડીને આંખે વળગે છે.

ગુજરાતમાં ખેડૂતોની ચો-ધાર આંસુએ રડવાની સ્થિતિનું નિર્માણ

(1)ગુજરાતની ભાજપ સરકારે ખેડૂતોને માંડ ૪ થી પ કલાક દિવસમાં વીજળી ઉપલબ્ધ કરાવે છે અને તે પણ ઉંચા દરો વસૂલીને કરાવે છે. વળી આ વીજળી રાત્રી દરમ્યાન આપવામાં આવે છે તેથી તેનો ઉપયોગ કરવામાં પણ ઘણી અસુવિધાઓ ઉભી થાય છે. ખેડૂત આને કારણે ખૂબ દુઃખી છે.
(૨) ગુજરાતમાં ૧૦ લાખ ખેડૂતો વીજ કનેકશન માટે લાઈનમાં ઉભા છે. પણ વીજળી મળતી નથી છતાં ગુજરાતમાં વિકાસ છે આ કેવી રીતે માનવું ? ર૦૦૩ થી પ૩ ડાર્કઝોન તાલુકાઓમાં ... વીજકનેશન મેળવવા અરજી કરવા ઉપર પણ પ્રતિબંધ હતો. જે કોંગ્રેસના આંદોલન પછી બે મહિના પહેલા ઉઠાવાયો છે.
(૩) પશુપાલકો અને ખેતી ઉપર નભતી પ્રજામાટે પોતાના પશુઓને ચરાવા માટેની ગૌચર જમીન ભાજપના શાસનમાં ઝુંટવાઈ ગઈ છે અને ઉદ્યોગપતિઓને આ જમીન સાવ મફતના ભાવે આપી દેવામાં આવી છે. આ કેવું સુશાસન ?
(૪) ગુજરાતમાં ખેડૂતોને આપઘાત કરવો પડે તેવી સ્થિતિનું નિર્માણ ભાજપ સરકારે કર્યુ છે.
(૫) નરેન્દ્ર મોદીના શાસનમાં ૭ હજાર ખેડૂતોએ આપઘાત કર્યા.
(૬) રાસાયણિક ખાતરો ઉપર માત્ર ગુજરાતમાં સાડા ચાર ટકા ટેક્ષ (વેટ) લેવાય છે. મહેસાણા ખાતેની જાહેરસભામાં ગુજરાતના હાલના મુખ્યમંત્રીશ્રીએ કહયું હતું કે ઉત્તર ગુજરાતનો ખેડૂત જયારે ચકલી ખોલશે ત્યારે પાણી નહીં પણ પેટ્રોલ નીકળશે ! આ બાબતે આજે વાસ્તવિક સ્થિતિ એવી છે કે પેટ્રોલ તો શું પાણી પણ જોઈએ તેટલું મળતુ નથી.

ગુજરાતમાં દલિતો, આદિવાસીઓ અને લઘુમતિઓની પરિસ્થિતિ

ગુજરાતમાં છેલ્લા મહિનાઓથી અને ખાસ કરીને વિધાનસભાની ચૂંટણીઓ નજીકમાં જ છે ત્યારે દલિતોને ટાર્ગેટ બનાવીને જે બનાવો બનવા પામ્યા છે તેની સીધી અસર લોક માનસ ઉપર ખૂબ ખરાબ રીતે પડી છે. થાનગઢ, જૂનાગઢ અને વિરમગામમાં બનેલી ઘટનાઓ ભાજપના અન્યાયી શાસનને ઉજાગર કરે છે. થાનગઢમાં બનેલા
બનાવોએ ૩ દલિત યુવાનોનો ભોગ લીધો છે. જવાબદારો સામે પગલા ભરવાને બદલે દલિતો ઉપર ખોટી રીતે ફરીયાદો કરીને આકરી કલમો ઠોકી બેસાડવામાં આવી છે. આ બતાવે છે કે ગુજરાતમાં કાયદો અને ન્યાય પરીપ્રેક્ષ્યમાં દલિતોને ભારોભાર અન્યાય થયો છે. એક પરીવારને પોતાના સભ્યને ગુમાવો પડે તે સ્થિતી કેટલી અસહ્ય હોય છે તે ભોગ બનનાર પરીવાર જ અનુભવી શકે છે. સરકાર આવા સમયે દલિતોની પડખે ઉભા રહેવાને બદલે તેમને વધુ અન્યાય કરવાની દિશામાં આગળ વધી છે. મૃત દલિતો માટે ન તો કોઈ સરકારી રાહત જાહેર કરવામાં આવી કે નથી જવાબદારો સામે કોઈ કડક કાર્યવાહી કરવામાં આવી.

ગુજરાતમાં સંગઠિત-અસંગઠિત કામદારો, પાથરણાવાળા, રીક્ષાવાળા અને અન્ય છૂટક મજૂરી કરનાર કરનાર કામદારોની વાસ્તવિક સ્થિતિ

ગુજરાત સરકારે સંગઠિત -અસંગઠિત કામદારો માટેનું કોઈ કામદાર બોર્ડ ન બનાવીને તેમને કોઈ સુરક્ષા કવચ પૂરુ પાડયુ નથી. જેને કારણે આ કામદારોની સ્થિતી દિન-પ્રતિદિન વસમી બની છે અને તેઓ સતત અન્યાય ભોગવતા આવ્યા છે. આજે ફેરીયાવાળા અને પાથરણાવાળા લોકોને ગુજરાતમાં સરકારી તંત્ર દ્વારા કનડગત થયા કરે છે. તેમને ખાસ વી.આઈ.પી.ઓની વીઝીટ દરમ્યાન ધંધાના સ્થળેથી ઉઠાડી મૂકીને તેમને રોજી રોટી ઉપર લાત મારવામાં આવે છે. આવા લોકો માટે કોંગ્રેસ પાર્ટીએ રજૂ કરેલા પ્રજા વિકાસ દર્શન -ર૦૧ર પ્રોગ્રામ હેઠળ ખાસ વ્યવસ્થા કરીને તેઓ સારી રીતે ધંધો-રોજગાર કરી શકે તે માટે જગ્યા ફાળવવામાં આવશે અને તેમને સલામતી પૂરી પાડવામાં આવશે. તેઓને વીમા કવચ પૂરુ પાડવામાં આવશે.

દેશમાં માથાદીઠ આવકમાં ગુજરાત નવમા ક્રમાંકે છે

દેશમાં વિકાસની બાબતમાં ગુજરાત નંબર વન હોવાનો દાવો થઈ રહયો છે. ત્યારે માથાદીઠ આવકની બાબતમાં ગુજરાત રૂા. ૬૩,૯૬૧ ની માથાદીઠ આવક સાથે દેશના ૩ર રાજયો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં નવમા સ્થાને હોવાનું કેન્દ્ર ડિરેકટર ઓફ ઈકોનોમિકસ એન્ડ સ્ટેટિસટિકસના લેટેસ્ટ રિપોર્ટમાં જાહેર થયું છે.

ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા કેનાલની પેટા કેનાલોનું કામ હજુ પૂર્ણ થયેલ નથી.

સરદાર સરોવર નર્મદા યોજનાની પેટા કેનલોનું કામ પૂર્ણ ન થવાને કારણે ગામડાઓને સિંચાઈનું પાણી મળી શકતુ નથી અને પાણી દરિયામાં બીનઉપયોગી વહી જાય છે. ખેડૂતની હાલત દયનીય બની છે. ખેડૂતો આત્મહત્યા કરે છે.

વર્તમાન ભાજપની મોદી સરકારે સમગ્ર દેશમાં સરકારી જંગલ અને ગૌચરની જમીન વેચવાનો રેકોર્ડ કર્યો છે. માનીતા ઉદ્યોગપતિઓને ૧પ પૈસે મીટરથી શરુ કરીને નાંખી દેવાના ભાવે સરકારી જમીનો વેચીને મોટો ભ્રષ્ટ્રાચાર કર્યો છે.

ભાજપ સરકારે મોટા ઉદ્યોગગૃહોને અબજો રૂપિયાની લ્હાણી કરી છે

ભાજપ સરકારે મોટા ઉદ્યોગગૃહોને અબજો રૂપિયાની લ્હાણી કર છે ..
૧) એકમાત્ર ટાટાને નેનો કાર બનાવવા માટે ૧૧૦૦ એકર જમીન સહિત રૂા. ૩૩ હજાર કરોડના લાભ આપ્યા.
૨) એસ્સાર ઓઈલ પાસેથી વેટ કર ઉઘરાવ્યો નહીં અને રાજયની તિજોરીમાંથી રૂા. ૯૧૦૦ કરોડની લ્હાણી કરાવી.

ગુજરાત સરકારના વહીવટી તંત્રની ગેરરીતિઓ અને અણધડ વહીવટની ઉડીને આંખે વળગતી બાબતો

અમો ગુજરાત સરકાર સામે તહોમત મૂકી જાહેર કરીએ છીએ કે ઃ
(૧) ગુજરાત સરકારના ૩પ બોર્ડ -નિગમોમાં ભ્રષ્ટ્રાચાર અંગે પ૧૧ જેટલી ફરિયદો થઈ છે.
(૨) નરેન્દ્ર મોદીના શાસનમાં ૧૭ કૌભાંડોમાં ૧ લાખ કરોડનો ભ્રષ્ટ્રાચાર થયો છે. વારંવાર વિનંતીઓ છતાં તપાસ થઈ નથી. આમાંથી બે કિસ્સામાં ગુજરાત હાઈકોર્ટ ભ્રષ્ટ્રાચારને સાબિત થયેલ માન્યો છે.
(૩) પોતાના ભ્રષ્ટ્રાચાર છુપાવવા માટે ગુજરાતમાં લોકાયુકતની નિમણૂંક છેલ્લા ૮ વર્ષથી થવા દેવામાં આવી નથી.
- આવકની બાબતમાં ગુજરાત પાંચમા ક્રમે છે. કેરળ, પંજાબ, હિમાચલ પ્રદેશ અને હરિયાણા ગુજરાત કરતાં આગળ છે.
- આરોગ્યમાં કેરળ, હિમાચલ પ્રદેશ, પંજાબ, મહારાષ્ટ્ર અને પશ્ચિમ બંગાળ ગુજરાત કરતા આગળ છે.
- શિક્ષણ ક્ષેત્રે કેરળ, તમિલનાડુ, મહારાષ્ટ્ર, પંજાબ અને હરિયાણા ગુજરાત કરતાં આગળ છે.

સરકાર
ભાજપ સરકાર શા માટે હવે ગાંધીનગરમાં ન રહેવી જોઈએ ?

૧) રાજયમાં ૩૦ ટકા સ્ટાફ ઓછો છે.
૨) ૪૦ ટકા અધિકારીઓ એક કરતા વધુ ચાર્જમાં છે.
૩) દરરોજ થતા ખૂન, બળાત્કાર, ગુંડાગીરીના આંકડા સૌ કોઈ જોઈ રહયા છે.
૪) ગુજરાતમાં દારૂ પહેલા પકડાતો ત્યારે પાંચ-દસ બોટલ મળતી હવે ટ્રકોની ટ્રકોમાં દારૂની હેરફેર થાય છે. જેના કારણે ઝગડા, અકસ્માત તથા બરબાદી વધી છે.
૫) જંત્રીના ભાવ સંબંધે સારૂ શું અને ખોટુ શું તેનો જાહેરમાં અભિપ્રાય પણ આપી શકયા નથી.
૬) સરકારી બસોમાં અધિકારીઓને દબાવીને મોટી જનસંખ્યા દેખાડાનો પ્રયાસ થઈ રહયો છે.
૭) મોદીએ સદભાવના પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરી રાજકીય લાભ ખાટવાનો પ્રયાસ કર્યો.
૮) ર૬,૬૭ર કરોડ રૂપિયાનો ભ્રષ્ટ્રાચાર ગુજરાતમાં ભાજપાએ કર્યો છે તેવો કેગનો અહેવાલ છે.
૯) ૧૬ લાખ રૂપિયાના ખર્ચની મર્યાદા વિધાનસભા ઉમેદવારને છે ત્યારે ભાજપે ધનસંગ્રહના નામે જે પ૦૦ કરોડ રૂપિયા એકઠા કર્યા છે તે ચૂંટણીની આદર્શ આચાર સંહિતા અને નિયમોને ધક્કો પહોંચાડી શકે છે.

ભાજપ સરકાર કરેલ ભ્રષ્ટ્રાચારની ઉડીને આંખે વળગે તેવી બાબતો

ગુજરાત સરકારે અને ગુજરાત રાજયના મુખ્યમંત્રીશ્રીએ કેટલીક યોજનાઓમાં ભ્રષ્ટ્રાચાર આચર્યો છે તેની વિગતો નીચે મુજબ છે.

ખુદ મુખ્યમંત્રીશ્રી સહિતના મંત્રીશ્રીઓ બહોળા પ્રમાણમાં ભ્રષ્ટ્રચારમાં સંકળાયેલા છે ત્યારે પોલીસ દળ પ્રથમદર્શી ફરીયાદ નોંધાવાની સ્થિતિમાં પણ નથી. તેથી, સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટીગેશન (સીબીઆઈ) અથવા રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઈએ) જેવી રાષ્ટ્રીય કક્ષાની એજન્સી દ્વારા આવા કેસની તપાસ કરાવવી જરૂરી છે. ગુજરાત લોકાયુકત અધિનિયમ-૧૯૮૬ હેઠળ નિયુકત કરવાના સૂચિત લોકાયુકતની જગ્યા પણ ૭ વર્ષથી વધુ સમયથી ખાલી છે.

ગુજરાતના મુખ્યમંત્રીશ્રી નરેન્દ્ર મોદીએ અદાણી ગ્રુપને પ્રત્યક્ષ રીતે કરોડો રૂપિયાનો ફાયદો કરાવી આપ્યો છે. ઉકત ગ્રુપને ર૦૦૩ અને ર૦૦૪ના વર્ષ દરમ્યાન ૩,૮૬,૮૩,૦૭૯ ચો.મી. જમીન ફાળવવામાં આવી હતી. આ ગ્રુપ પાસેથી વસુલ કરેલી કિંમત રૂા. ૪૬,૦૩,૧૬,ર૯ર છે. આ જમીન ખૂબ જ નજીવા ભાવે આપવામાં આવી છે. આ જમીન ચો.મી. રૂા.૧ થી રૂા. ૩ર ના દરે આપવામાં આવી છે.

ટાટા મોટર્સ લી. કંપનીને ર૦ વર્ષની દેવા મોકૂફી સાથે ૦.૧૦ ટકા ના વ્યાજના દરે રૂા. ૯,પ૭૦ની લોન આપવામાં આવી છે. અહીં એ નોધંવુ જોઈએ કે ઉકત પ્રોજેકટની કુલ કિંમત રૂા. રર૦૦ કરોડ દર્શાવવામાં આવી હતી. તે પ્રોજેકટની કુલ કિંમતની સામે રૂા. ૯,પ૭૦ કરોડની લોન આપવામાં આવી છે. જે ૪.રપ ગણી વધુ છે.

એસ્સાર ગ્રુપ છે. હજીરા (સુવાલી) ખાતે સર્વે નં.૪૩૪ ધરાવતી ર,૦૭,૬૦,૦૦૦ ચો.મી.ક્ષેત્રફળ જમીન ફળાવવામાં આવી હતી. જે આંશિક રીતે સીઆરઝેડ અને જંગલની જમીન હતી.

ર્આિચયન કેમિકલ્સ લી, ને ર૪,૦ર૧ ચો.મી. અને સોલારીસ કેમ ટેકને ર૬,૭૪૬ ચો.મી. ક્ષેત્રફળ ધરાવતી આ જમીનો વર્ષે હેકટર દીઠ રૂા. ૧પ૦ ના ભાડાથી આપવામાં આવી છે.

માત્ર હરાજીથી જ મચ્છીમારીના હક્કો આપવા એવી રાજય સરકારની નીતિ રહી છે. પરંતુ ર૦૦૮માં કૃષિ અને મત્સ્યોદ્યોગ વિભાગના મંત્રીશ્રીઓએ પસંદગીના પક્ષકારોને હરાજી વિના હ્કકો આપવાનંુ નક્કી કર્યુ છે. તદાનુસાર, ૩૮ ડેમના મચ્છીમારીના હક્કો રૂા. ૩,પ૩,૭૮૦ ના નજીવા ભાવે આપી દેવામાં આવ્યા છે.

લાર્સન એન્ડ ટુબ્રો કંપની પણ પણ ગુજરાતના મુખ્યમંત્રીશ્રીની માનીતી કંપની છે. હજીરા ખાતે આ કંપનીને ૮,૦૦,૦૦૦ચો.મી. જમીન પ્રતિ ચો.મી.ના રૂા.૧ના દરે આપવામાં આવી છે. આ જમીન પૈકીની ૮,પ૦,૦૦૦ ચો.મી. જમીન પ્રતિ ચોમી.ના રૂા. ૭૦૦ ના દરે આપવામાં આવી છે.

ર૦૦૮ સુધીમાં રૂા. ૧૧ર૭.૬૪ કરોડથી વધુ રકમનંુ કૌંભાડ ગુજરાત વિધાનસભાની જાહેર હિસાબ સમિતિએ રૂા.પ૦૦ કરોડથી વધુ રકમનું કૌભાંડ થયાનો એક અહેવાલ સર્વ સંમતિથી તૈયાર કર્યો હતો.

ભાજપે તેના ૧૧ વર્ષના શાસનમાં કુલ ૧ લાખ કરોડ રૂપિયાના ૧૭ કૌંભાડો કર્યા છે અને ગુજરાતને દશા અને દિશાવિહિન કરી નાંખ્યું છે.

lok-sabha-home

English summary
Read : What charges Congress made against BJP in chargesheet?

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more