For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોદીએ કર્યું દાંડી કુટિરનું ઉદઘાટન, વાંચો શું લખ્યું નોંધપોથીમાં...

|
Google Oneindia Gujarati News

ગાંધીનગર, 9 જાન્યુઆરી: ગુજરાતના પાટનગર ગાંધીનગર ખાતે બુધવારે કેન્દ્રીય વિદેશ મંત્રી સુષમા સ્વરાજે દીપ પ્રાગટ્ય કરીને પ્રવાસી ભારતીય દિવસનું ઉદઘાટન કર્યું હતું, અને ગુરુવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેરમા પ્રવાસી ભારતીય સમ્મેલનમાં હાજરી આપવા માટે ગાંધીનગર ખાતે આવ્યા હતા. વડાપ્રધાને અત્રે પ્રવાસી ભારતીયોને સંબોધ્યા હતા, અને તેમને દેશના વિકાસમાં ફાળો આપવા જણાવ્યું હતું. આ ઉપરાંત વડાપ્રધાનને 'દાંડી કુટિર'નું પણ ઉદઘાટન કરવાનું હતું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી આનંદીબેન પટેલની ઉપસ્થિમતિમાં 'દાંડી કુટિર'ને ખુલ્લું મૂખ્યું હતું. પૂ. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના જીવન-કવનના ભવ્ય પ્રદર્શનની વિસ્તૃત મુલાકાત લીધી હતી. વડાપ્રધાને પ્રદર્શનીની મુલાકાત લીધા બાદ નોંધપોથીમાં પોતાની લાગણીઓને અક્ષર સ્વરૂપે નોંધી હતી. આપ જાતે જ વાંચો કે મોદીએ દાંડી કુટિરની નોંધપોથીમાં શું લખ્યું હતું.

મહાત્મા ગાંધી
એક વિશ્વ માનવ
એક યુગની ઓળખ
માનવ કેન્દ્રી વિકાસની ધરોહર...
અહિંસાના અમોધ શસ્ત્રની
અવિરત શક્તિનો સ્ત્રોત
દાંડી કૂટિર
ગાંધી જીવનની નવી પેઢીને
આધુનિક વિજ્ઞાન અને ટેકનોલોજીના માધ્યમ થકી પ્રેરણાસ્થળ બનાવવાનું
સ્વપ્ન આજે સાકાર થતું જોઇ
આનંદની અનુભૂતિ થાય છે.
પૂ. બાપુનું જીવન આવનારી પેઢીઓને
પ્રેરણા આપતું રહે તો
માનવ કલ્યાણનું મહામૂલું કામ કર્યાનો
સંતોષ અનુભવાશે.
પૂ. બાપુની ભારત આગમનની
શતાબ્દિની ઉત્તમ યાદ બની રહી છે.
પૂ. બાપુના જીવનને,
જીવન સંદેશને,
આજની પળે પ્રણામ...

- નરેન્દ્ર મોદી
8-01-2015

English summary
Read what PM Narendra Modi written in Dandikutir's notebook.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X