For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાત હાઈકોર્ટના આદેશ અનુસાર વિધાનસભા અધ્યક્ષે ભગા બારડને ધારાસભ્ય પદે યથાવત રાખ્યા

ગુજરાત હાઈકોર્ટના આદેશ અનુસાર વિધાનસભા અધ્યક્ષે ભગા બારડને ધારાસભ્ય પદે યથાવત રાખ્યા

By Staff
|
Google Oneindia Gujarati News

ખનીજ ચોરીના કેસમાં સંડોવણી બાદ તાલાલાની બેઠક પરથી કોંગ્રેસમાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાયેલ ભગવાન બારડને વિધાનસભા અધ્યક્ષે માર્ચમાં સસ્પેન્ડ કર્યા હતા. જો કે ગુજરાત હાઇકોર્ટના આદેશ બાદ તલાલાના કૉંગ્રેસના ધારાસભ્ય ભગા બારડનું ધારાસભ્ય તરીકેનું સભ્ય પદ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ યથાવત રાખ્યું છે. કૉંગ્રેસના ધારાસભ્ય ભગા બારડ પર ભ્રષ્ટાચારના આરોપને લીધે સોમનાથ મેજિસ્ટ્રેટ કોર્ટમાં બે વર્ષની સજા ફટકારવામાં આવી રહતી. જેના લીધે વિધાનસભાના નિયમ મુજબ બે વર્ષ કરતા વધારે સજા થતા ધારાસભ્ય તરીકે ચાલુ રહી શકાતું નથી. જેથી વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ ભગા બારડનું સભ્ય પદ રદ્દ કર્યું હતું. જેને ગુજરાત હાઇકોર્ટમ સ્ટે માટે પડકારવામાં આવી હતી. જેમા હાઇકોર્ટે સ્ટે આપી દેતા તેમનું સભ્ય પદ રાબેતા મુજબ ચાલુ રહ્યું હતું.

bhagvan barad

સોમનાથ સેશન્સ કોર્ટ દ્વારા 1995માં ભૂતની જમીનમાં કરવામાં આવેલા ખાના મામલે બે વર્ષ અને ૯ મહિનાની સજા ફટકારી હતી લીધી ફિલ્મ સભ્યપદ રદ કરવામાં આવ્યું હતું આ સભ્યપદ રદ કરતો ભગા બારડ દ્વારા ગુજરાત હાઇકોર્ટમા સેશન્સ કોર્ટ દ્વારા કરવામાં આવેલી સજા સામે સ્ટેની માંગણી કરી હતી જેમાં સ્ટીમ મળતાં રાજય સરકાર દ્વારા ભગા બારડ અને સભ્યપદ યથાવત રાખવામાં આવ્યું હતું

'આ મામલે ભગવાન બારડે જણાવ્યું હતું કે ' મારૂં સભ્યપદ રદ કરવામાં આવ્યું ત્યારે હું સેશન્સ કોર્ટ, હાઇકોર્ટમાં ગયો હતો. હાઇકોર્ટ તેના પર રોક લગાવી હતી. આ સ્ટેના આધારે મેં સરકારને અરજી આપી હતી. હાઇકોર્ટના ચુકાદા અને કાયદા અંતર્ગત મને જે રક્ષણ મળેલું છે, તેના મુજબ જ મને આજે ફરીથી સભ્ય તરીકે કાર્યરત કર્યો છે. મને ગઈકાલે પણ કાનુન પર વિશ્વાસ હતો અને આજે પણ છે. મારે આ કાનુની પ્રક્રિયા વિશે કોઈ ટીકા ટિપ્પણી કરવી નથી. '

ખનીજ ચોરી કેસ

જણાવી દઈએ કે સુત્રાપાડા કોર્ટે ભગવાન બારડને 1985ના ખનીજ ચોરીના કેસમાં 2 વર્ષ 9 માસની સજા ફટકારી હતી. 25 વર્ષ પહેલા સુત્રાપાડાની ગૌચર જમીન મામલે બારડ સામે 2.83 કરોડની ખનીજ ચોરીનો ગુનો નોંધાયો હતો. આ મામલે ભગા બારડને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. જો કે આ મામલો હાઈકોર્ટ સુધી પહોંચતા તેમને રાહત મળી છે.

ગુજરાત સરકારે સીએમ વિજય રૂપાણી માટે 191 કરોડ રૂપિયાનું વિમાન ખરીદ્યુંગુજરાત સરકારે સીએમ વિજય રૂપાણી માટે 191 કરોડ રૂપિયાનું વિમાન ખરીદ્યું

English summary
Sutrapada court relieves Congress mla Bhagvan Barad and unchanged MLA
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X