હાથે કર્યા હૈયે વાગ્યા : રેશ્માની પ્રેસ કોન્ફરન્સમાં, પાટીદારોનો હોબાળો

Posted By:
Subscribe to Oneindia News

એક સમયે જે રેશ્મા પટેલ ભાજપના કાર્યક્રમમાં હોબાળા મચાવવા માટે જેલની હવા ખાતી હતી આજે તે જ ભાજપમાં જોડાયા પછી રેશ્મા અને વરુણની પ્રેસ કોન્ફરન્સમાં પાટીદારો દ્વારા હાબોળા કરવામાં આવતા તેણે પ્રેસ કોન્ફરન્સ બંધ કરી જવાનો વારો આવ્યો હતો. સોમવારે વરુણ પટેલ અને રેશ્મા પટેલે અમદાવાદમાં એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે કોંગ્રેસ અને હાર્દિકે મળીને કાવતરું કરી રહ્યા છે. અને પાટીદાર સમાજના છેતરીને તે ભાજપ વિરોધી વોટ પડાવી તેમનો સ્વાર્થ સાધવા માંગે છે.

reshma and varun patel

જો કે હાર્દિકને કોંગ્રેસનો એજન્ટ ગણાવ્યા બાદ પરિષદમાં હોબાળા થયો હતો. અને જય સરદાર જય પાટીદારના નારા લગાત અધવચ્ચે પ્રેસ કોન્ફરન્સ રોકવી પડી હતી. અને પોલીસને સ્થિતિને કાબુમાં કરવા માટે બોલવવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે રેશ્મા પટેલ અને વરુણ પટેલ ભાજપમાં જોડાઇ તો ગયા છે પણ લોકો તેમના આ ત્વરિત યૂ-ટર્નને હજી પચાવી નથી શક્યા. વળી આ સાથે જ ભાજપનો પણ પાટીદારોમાં ભંગાણ પાડવાનો પ્લાન તેના જ માથે પડ્યો હોય તેવી પણ સ્થિતિ સર્જાઇ હોય તેમ લાગી રહ્યું છે.

English summary
Reshma Patel and Varun patel Press conference spoil by Patidar in Ahmedabad.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.