RJ કૃણાલએ ના આપી ભૂમિની અંતિમવિધિમાં હાજરી, થયા નવા ખુલાસા

અમદાવાદમાં શુક્રવારે જાણીતા આરજે કૃણાલ દેસાઇની પત્ની ભૂમિ દેસાઇ અંતિમવિધિ નીકળી. ભૂમિના પરિવાર દ્વારા નીકાળવામાં આવેલી આ અંતિમવિધિમાં ના હાજર રહ્યો તેનો પતિ કૃણાલ દેસાઇ કે ના હાજર રહ્યા કૃણાલ દેસાઇના પરિવારના કોઇ પણ સભ્યો. નોંધનીય છે કે ગુરુવારે બપોરે બે વાગે અમદાવાદના સચિન ટાવરના 10માં માળેથી જાણીતા આરજે કૃણાલ દેસાઇની પત્ની ભૂમિ દેસાઇએ કૂદકો મારીને આત્મહત્યા કરી. નોંધનીય છે કે ભૂમિએ આ પહેલા એક મેસેજ કરી તેના એક મિત્રને જણાવ્યું હતું.

પોલિસ તપાસમાં તેવી વાતો પણ બહાર આવી છે કે કૃણાલ નહતો ઇચ્છતો કે ભૂમિ નોકરી કરે. અને આ નોકરી જ કૃણાલ અને ભૂમિના અણબનાવનું કારણ બન્યું જેના લીધે બની શકે કે ભૂમિએ આ અંતિમ પગલુ ભર્યું. ત્યારે હાલ પત્નીની અંતિમવિધિમાં પતિની ગેરહાજરી અને પોલિસના કેટલાક નવા ખુલાસાઓએ આ કેસમાં કેટલાક નવા જ વળાકં ઊભા કર્યા છે. તો નીચેના ફોટોસ્લાઇડરમાં જાણો આ નવા ખુલાસા

કેમ સચિન ટાવર??

કેમ સચિન ટાવર??

અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં આવેલા સચિન ટાવરમાં ભૂમિ કે કૃણાલનો ના તો કોઇ મિત્ર રહે છે ના તો પરિવારજન. ના તો ભૂમિ કેમ સચિન ટાવરમાં જ જઇને આ અંતિમ પગલું લીધું. ભૂમિની મોત સાથે સચિન ટાવરનું શું કનેક્શન છે તે જાણવા હાલ પોલિસ કમર કસી રહી છે.

મિતેશ સોનીનું નિવેદન

મિતેશ સોનીનું નિવેદન

છેલ્લે ભૂમિ મિતેશ સોની નામના તેના ફ્રેન્ડને કેફે કોફી ડેમાં મળી હતી. બન્નેએ 1 કલાક ત્યાં વાતો કરી. મિતેશ પોલિસને આપેલા નિવેદન મુજબ ભૂમિને કોઇનો ફોન આવ્યો હતો અને તે આ વ્યક્તિ જોડે ગુસ્સામાં વાત કરતી હતી. અને ત્યાંથી જ તે સચિન ટાવર ગઇ હતી.

સીસીટીવી ફૂટેજ

સીસીટીવી ફૂટેજ

પોલિસ તપાસમાં કેફે કોફી ડેથી સચિન ટાવર જતી ભૂમિ દેસાઇ અને તેની કાર સીસીટીવીમાં સાફ રૂપે દેખાય છે. મિતેશના કહેવા મુજબ તેને છેલ્લે મેસેજ આવ્યો કે તે સચિન ટાવર પરથી આત્મહત્યા કરી રહી છે.

કોનો હતો તે ફોન?

કોનો હતો તે ફોન?

પોલિસ તપાસ મુજબ તેવું પણ મનાઇ રહ્યું છે કે ભૂમિએ જ્યારે આત્મહત્યા કરી ત્યારે તેનો ફોન ચાલુ હતો હાલ તો પોલિસ ભૂમિએ છેલ્લે કોની જોડે વાત કરી તેની ડિટેલ મેળવવામાં વ્યસ્ત છે.

શું નોકરી બની આત્મહત્યાનું કારણ?

શું નોકરી બની આત્મહત્યાનું કારણ?

પ્રાથમિક તપાસમાં તેવી પણ વાત બહાર આવી છે કે જાણીતો આરજે કૃણાલ નહતો ઇચ્છતો કે તેની પત્ની ભૂમિ નોકરી કરે. તો સામે પક્ષે ભૂમિ મહત્વકાંક્ષી હતી અને નોકરી કરવા ઇચ્છતી હતી. પરિવારજનો પણ માને છે કે 14 જાન્યુઆરીએ ભૂમિના બર્થ ડે પર બેંગકોકમાં પણ આ જ કારણે બન્ને પતિ પત્ની વચ્ચે ખટરાગ થયો હતો.

ફેશન પરસ્ત ભૂમિના આ બીજા લગ્ન હતા

ફેશન પરસ્ત ભૂમિના આ બીજા લગ્ન હતા

કહેવાય છે કે ભૂમિ દેસાઇના આરજે કૃણાલ સાથે આ બીજા લગ્ન હતા. તે આ પહેલા પણ લગ્ન કરી છુટ્ટી પડી ચૂકી છે. વધુમાં પોલિસે જે ભૂમિની વસ્તુઓની તપાસ કરી છે તે મુજબ ભૂમિ શોખીન અને સ્ટાઇલીશ હતી. તેની જોડે મોટી સંખ્યામાં ચંપલ, બેગ અને મોધા કપડાં હતા.

કેમ ના આવ્યો કૃણાલ અંતિમવિધિ?

કેમ ના આવ્યો કૃણાલ અંતિમવિધિ?

ત્યારે આજે જ્યારે ભૂમિની અંતિમયાત્રા નીકળી ત્યારે પતિ તરીકે તેમા કૃણાલ કે તેના પરિવારનો કોઇ સદસ્ય ત્યાં હાજર નહતા રહ્યા. જે એક નવાઇ લગાડે તેવી વાત છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X