મહેશ શાહની પૂછપરછમાં ઈડી વિભાગ પણ જોડાય તેવી શક્યતા
આજે આયકર વિભાગે મહેશ શાહની પૂછપરછ શરૂ કરી છે. જેમાં વધુ મોટો ખુલાસા થાય તેવી શક્યતા છે.
આઇડીએસ સ્કીમ હેઠળ 13,860 કરોડ જેટલી રકમ બહાર પાડ્યા બાદ તેના ટેક્સનો પ્રથમ હપ્તો ન ભરવાને કારણે આઇટીની તપાસ હેઠળ આવી ગયેલા મહેશ શાહની તપાસમાં હવે ઇડી વિભાગ પણ જોડાય તેવી શક્યતા છે. નોંધનીય છે કે હાલ મહેશ શાહની આઇટી ઓફિસ ખાતે તપાસ ચાલુ છે. અને કેટલીક શક્યતાઓને જોતા મહેશ શાહ સામે મની લોન્ડરિંગનો કેસ દાખલ થઈ શકે છે.

નોંધનીય છે કે આટલી મોટી રકમ પોતાની ન હોવાની ખુદ મહેશ શાહે ઘટસ્ફોટ કર્યો હતો. અને તેનાં નામ ઇન્કમટેક્સ વિભાગને આપવાનું પણ સ્પષ્ટપણે જણાવી દીધું હતું. ત્યારે આજે ઇન્કમે ટેક્સ દ્વારા થનારી તપાસમાં મહેશ શાહ કોના નામો જાહેર કરે તેના પર સૌ કોઇની નજર છે.












Click it and Unblock the Notifications
