For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાત સરકાર પાસે RSSએ કરી માંગણી- ધોરણ 1થી જ ભણાવવામાં આવે સંસ્કૃત, જાણો બીજુ શું કહ્યું

ગુજરાતમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) એ રાજ્ય સરકાર સાથેની બેઠકમાં ધોરણ I થી સંસ્કૃત ફરજિયાત ભણાવવાને લઇ જોર કર્યું છે. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) ના અમલીકરણ અંગે ચર્ચા કરવા માટે સંઘ અને તેના સહયોગીઓના વરિષ્ઠ પ્રત

|
Google Oneindia Gujarati News

ગુજરાતમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) એ રાજ્ય સરકાર સાથેની બેઠકમાં ધોરણ I થી સંસ્કૃત ફરજિયાત ભણાવવાને લઇ જોર કર્યું છે. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) ના અમલીકરણ અંગે ચર્ચા કરવા માટે સંઘ અને તેના સહયોગીઓના વરિષ્ઠ પ્રતિનિધિઓએ એપ્રિલમાં શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણી, વિભાગના વરિષ્ઠ અધિકારીઓ અને ગુજરાત ભાજપના સંગઠન મહાસચિવ રત્નાકરને મળ્યા હતા.

RSS

ધ ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ વાઘાણી સાથેની બેઠકમાં વિદ્યા ભારતી, શશિક મહાસંઘ, સંસ્કૃત ભારતી, ભારતીય શિક્ષણ મંડળ સહિત RSS સંલગ્ન સંસ્થાઓના લગભગ 20 પ્રતિનિધિઓએ સંસ્કૃત શિક્ષણ પર મુખ્ય ભાર મૂક્યો હતો. સંઘે શાળાના અભ્યાસક્રમમાં ભગવદ ગીતા, રામાયણ અને મહાભારતનો સમાવેશ કરવા, વૈદિક ગણિતને ફરજિયાત બનાવવા, ઉપનિષદો પર આધારિત મૂલ્ય શિક્ષણ પ્રદાન કરવા અને ખાનગી યુનિવર્સિટીઓનું નિયમન કરવા માટે પણ દબાણ કર્યું.

મીટિંગ દરમિયાન તેની રજૂઆતમાં આરએસએસએ રાજ્ય સરકારને સંસ્કૃત માટે અઠવાડિયામાં ઓછામાં ઓછા છ પીરિયડ્સ ફાળવવા કહ્યું હતું. રસપ્રદ વાત એ છે કે, NEP 2020 માં ત્રણ-ભાષાની ફોર્મ્યુલા શાળામાં ફરજિયાતપણે શીખવવા માટે કોઈ ચોક્કસ ભાષાને નિર્ધારિત કરતી નથી. નીતિ જણાવે છે કે, "બાળકો દ્વારા શીખવામાં આવતી ત્રણ ભાષાઓ એ રાજ્યો, પ્રદેશો અને અલબત્ત વિદ્યાર્થીઓની પોતાની પસંદગીની રહેશે, જ્યાં સુધી ત્રણ ભાષાઓમાંથી ઓછામાં ઓછી બે ભારતની મૂળ હોય."

જ્યારે એનઈપીમાં કોઈ જોગવાઈ નથી ત્યારે આરએસએસ ત્રણ ભાષાના સૂત્ર હેઠળ સંસ્કૃતને કેમ પ્રોત્સાહન આપી રહ્યું છે તે અંગે પૂછવામાં આવતા આરએસએસ સંલગ્ન સંસ્કૃત ભારતીના ગુજરાત સંગઠન મંત્રી હિમંજય પાલીવાલે ધ ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે એનઈપી સંસ્કૃત પર આધારિત છે. વિશે (અસ્પષ્ટ). તે સ્પષ્ટ નથી કે NEP ભાષા માટે છે કે વિરુદ્ધ. આ અંગે કોઈ સ્પષ્ટતા નથી.

આગલા મહિને થઇ શકે છે બેઠક

આ અંગે ગુજરાત સરકાર અને આરએસએસ વચ્ચે જુલાઈમાં અલગથી બેઠક યોજાઈ શકે છે.શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ કહ્યું કે અમને ઘણા સૂચનો મળી રહ્યા છે. સરકાર વ્યાવહારિક નીતિ પ્રમાણે કામ કરશે અને તે મુજબ અમલ કરવામાં આવશે.

ગુજરાત સરકારે છેલ્લા ત્રણ વર્ષમાં સંસ્કૃત શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે યોજનાઓ શરૂ કરી છે. સંસ્કૃતને પ્રોત્સાહન આપવા માટે રાજ્ય સરકારે 2019માં ગુજરાત સંસ્કૃત શિક્ષણ બોર્ડની શરૂઆત કરી હતી.

English summary
RSS demands To Gujarat government - Sanskrit should be taught from standard 1
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X