For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આરએસએસે શિખવાડ્યું, આતંકવાદીઓને કેવી રીતે ઓળખશો?

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

અમદાવાદ, 3 જાન્યુઆરી: આતંકવાદી ગરમીમાં પણ જેકેટ પહેરે છે, મેટલ ડિટેક્ટરમાંથી પસાર થયા વિના જવાનો પ્રયત્ન કરતા રહે છે અને અચાનક જ ભાગવાનું શરૂ કરી દે છે.' આતંકવાદીઓને ઓળખવાની આ ટ્રીક આ અમદાવાદમાં શુક્રવારે શરૂ થયેલા કેંપમાં આરએસએસે એક એડવાયઝરી જાહેર કરી કાર્યકર્તાઓને શિખવાડી.

એક અંગ્રેજી સમાચારપત્રમાં છપાયેલા સમાચાર અનુસાર સંઘના કાર્યકર્તા શિબિરમાં 'આતંકવાદીઓને કેવી રીતે ઓળશો? શીર્ષકથી એક પ્રદર્શની આયોજિત કરવામાં આવી. પ્રદર્શનીમાં ઘણી તસવીરો લગાવવામાં આવી હતી જેમાં મુંબઇની તાજ હોટલ પર હુમલાનો ફોટો અને વર્લ્ડ ટ્રેડ સેન્ટરનો ફોટો પણ હતો. આ ઉપરાંત એક ભીડવાળી ટ્રેનનો પણ ફોટો હતો અને તેની સાથે પ્રશ્ન હતો, શું ટ્રેન સુરક્ષિત છે?

rss-logo

એડવાઇઝરીમાં આતંકવાદીઓની ઓળખ દર્શાવતા કહેવામાં આવ્યું હતું કે 'તે ગરમીમાં પણ જેકેટ પહેરે છે, લોકો સાથે એવી રીતે હળીમળી જાય છે અને પોલીસ અને મેટલ ડિટેક્ટરથી દૂર ભાગે છે. તે અચાનક જ કેટલાક લોકોને મળે છે અને ગુમ થઇ જાય છે. તેમના વહેવારમાં અચાનક જ પરિવર્તન જોવા મળે છે. જો તે ઉભા રહે છે તો અચાનક જ દોડવાનું શરૂ કરી દે છે.'

આતંકવાદીઓની સાથે સંબંધમાં જનતાને જાગૃત કરવાની ગુજરત પોલીસની ચળવળ પણ અત્યારે વિવાદોમાં ઘેરાયેલી છે. એક મોક ડ્રીલમાં આતંકવાદીના ચિત્રણમાં 'મુસ્લિમ ટોપી'નો ઉપયોગ કરવામાં આવતાં પોલીસ ખૂબ ટીકા થઇ છે. ગુજરાતના સીએમ આનંદબેન પટેલે પણ તેને પોલીસની ભૂલ ગણાવી છે.

સંઘના કેંપમાં આ પોસ્ટર એફઆઇએનએસ નામના સંગઠનની દ્વારા લગાવવામાં આવ્યા હતા. આ સંગઠનની વેબસાઇટ પર તેને એવું સંગઠન ગણાવવામાં આવ્યું છે કે લોકોને રાષ્ટ્રીય સુરક્ષાના પ્રત્યે સચેત કરવાનું છે. ગુજરાતના નરોડામાં આયોજિત કાર્યકર્તા શિબિરમાં લગભગ 25 હજાર 800 સ્વંયસેવકોએ ભાગ લઇ રહ્યાં છે. સંઘ પ્રમુખ મોહન ભાગવત પણ પોતે શિબિરમાં હાજર રહેવાના છે. ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલ પણ શિબિરની મુલાકાત લેવાની છે.

English summary
Terrorists wear warm clothes even in hot weather, try to sneak past metal detectors, and may start running all of a sudden. So says an advisory displayed prominently at the RSS workers’ camp that began here on Friday.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X