For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

RTIની સુનવણી હવે વિડિયો કોન્ફરન્સથી જોઇ શકાશે

|
Google Oneindia Gujarati News

rti-logo
ગાંધીનગર, 29 એપ્રિલ : ગુજરાતે રાઇટ ટુ ઇન્ફોર્મેશન (આરટીઆઇ)ની સુનવણીમાં નવતર પહેલ કરી છે. હવેથી આરટીઆઇની સુનાવણી હવે વિડિયો કોન્‍ફોરન્‍સ દ્વારા પણ જોઇ શકશે. ગુજરાત ઇન્‍ફોર્મેશન કમિશન હવે એક ખાસ પ્રકારની સિસ્‍ટમ ડેવલોપ કરવા તરફ આગળ વધી રહ્યું છે અને આ વિશિષ્ટ પ્રકારની સિસ્‍ટમમાં આરટીઆઇની અરજી કરનારાઓ પોતાના ગામ કે શહેરમાંથી વિડિયો કોન્‍ફોરન્‍સના માધ્‍યમ વડે પેનલ સમક્ષ હાજર રહી શકશે અને જેના કારણે તેમને આર્થિક માર ઓછો પડશે.

નોંધનીય છે કે આ અંગેનો નિર્ણય તાજેતરમાં જ સરકાર દ્વારા લેવામાં આવ્‍યો છે. હાલમાં બધા જ ડિસ્ટ્રીક્ટ હેડક્‍વાટર્સમાં વિડિયો કોન્‍ફરન્‍સ માટેના સાધનો પૂરતા પ્રમાણમાં છે . અત્રે ઉલ્લેખનીય છે કે મુખ્‍યમંત્રી ‘સ્‍વાગત ઓનલાઇન' માટે આ સિસ્‍ટમ સરકાર દ્વારા અગાઉ તૈયાર કરવામાં આવી હતી અને હવે તેનો જ ઉપયોગ આરટીઆઇના હીયરીગ સમયે પણ કરવામાં આવશે.

આરટીઆઇની અરજી કરનારાઓ માટે હાલ ખૂબ જ સમસ્‍યાઓ છે પરંતુ આ અરજીઓની સુનાવણીમાં ઓનલાઇન વિડિયો કોન્‍ફરન્‍સીગ સિસ્‍ટમનાં ઉપયોગ કરવામાં આવશે તો આ કામ ખૂબ જ સરળ બની જશે. સિસ્‍ટમ લાગુ પડવાને કારણે આરટીઆઇ કરનાર પોતાના ગામ કે તાલુકામાં રહીને જ પેનલ સમક્ષ ઉપસ્‍થિત રહી શકે છે. તેમને પોતાના ગામ કે તાલુકામાંથી બીજા તાલુકામાં જવાની કોઇ પણ જાતની જરૂરિયાત રહશે નહિ.

English summary
RTI's hearing can be observed in video conference.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X