આંબેડરક જયંતી પર BJP નેતાઓ પુષ્પાજંલિ બની વિવાદનું કારણ

Posted By:
Subscribe to Oneindia News

ગુજરાતમાં આંબેડકર જયંતી નિમિત્તે ભાજપના નેતાઓને આંબેડકરની મૂર્તિ પર પુષ્પાજંલિ અને શ્રદ્ધાંજલિ આપવી મુશ્કેલ બની. નોંધનીય છે કે દલિત નેતા જીજ્ઞેશ મેવાણીએ પહેલા જ ચિમકી ઉચ્ચારી હતી કે એટ્રોસિટી એક્ટ હેઠળ વટહુકમ નહીં લાવવામાં આવે તો બાબા સાહેબની જન્મ જયંતી પર ભાજપના નેતાઓને બાબા સાહેબની મૂર્તિને ફૂલહાર કરતા અટકાવવામાં આવશે. આ જ કારણે અમદાવાદ અને વડોદરા સમેત કેટલીક જગ્યાએ જીજ્ઞેશ મેવાણીના સમર્થકો અને પોલીસ વચ્ચે ઝપાઝપી થઇ હતી. અને તેમણે ભાજપના નેતાઓના કાર્યક્રમમાં જઇને પુષ્પાજંલિ અર્પે તે પહેલા હંગામો અને વિરોધ કર્યો હતો.

gujarat

વડોદરામાં પણ આંબેડકરની પ્રતિમાને પૃષ્પાંજલિ અર્પવા જતા દલિત કાર્યકરોને પોલીસે અટકાવતા વિવાદ થયો હતો. અને હોબાળા વચ્ચે જ ભાજપ સાંસદ અને આગેવાનોએ પુષ્પાજંલિ અર્પણ કરી હતી. બીજી તરફ અમદાવાદમાં પણ પુષ્પાજંલિના આ કાર્યક્રમનો વિરોધ કરવામાં આવ્યો હતો. અને પોલીસે આ કાર્યકર્તાઓની ધરપકડ કરી હતી. જીજ્ઞેશ મેવાણીએ પણ ટ્વિટ કરીને જણાવ્યું કે સુબોધ પરમાર, ભરત શાહ, જગદીશ ચાવડા, રાજુ વલવઇકર અને બિપિન રોયને સારંગપુરથી ડિટેઇન કરવામાં આવ્યા છે. અને તેને કાલુપુર પોલીસ સ્ટેશન લઇ જવામાં આવ્યા છે.

જો કે દલિત નેતા જીજ્ઞેશ મેવાણીએ તેમ પણ કહ્યું છે કે તેમના સમર્થકો શાંતિપૂર્વક રીતે દેખાવ કરી રહ્યા હતા. સાથે જ તેમણે ટ્વિટ કરીને જણાવ્યું કે અમે તે લોકોનો વિરોધ કર્યો છે જે રોહિતની મોત અને ઉના કાંડ જેવી ઘટના માટે જવાબદાર છે. 

English summary
Gujarat : Ruckus at an event on the occasion of Ambedkar Jayanti as MLA Jignesh Mevani supporters tried to obstruct BJP MPs & members from garlanding BR Ambedkar statue.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.