
ગુજરાત રાજ્યસભા પેટાચૂંટણી માટે જયશંકર આજે ભરશે નામાંકન
વિદેશ મંત્રી એસ જયશંકર આજે રાજ્યસભા સીટ માટે ગાંધીનગરથી નામાંકન ભરશે. તમને જણાવી દઈએ કે એસ જયશંકર ભાજપના કાર્યકારી અધ્યક્ષ જે પી નડ્ડાની હાજરીમાં સોમવારે જ ઔપચારિક રીતે ભાજપમાં શામેલ થયા હતા. પૂર્વ વિદેશ સચિવ જયશંકરને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિદેશ મંત્રી તરીકે પોતાની સરકારમાં શામેલ કર્યા છે. નિયમ મુજબ શપથ લેવાના છ મહિનાની અંદર સંસદના કોઈ પણ ગૃહના સભ્ય બનવુ અનિવાર્ય છે.
તમને જણાવી દઈએ કે જયશંકર જાણીતા રણનીતિકાર કે સુબ્રમણ્યમના પુત્ર છે. તેમણે પીએમ મોદીની નજીક માનવામાં આવે છે. તેમણે દેશની વિદેશ નીતિને નવી દિશા આપવામાં મહત્વની ભૂમિકા નિભાવ છે. વર્ષ 2015માં તેમણે વિદેશ સચિવ તરીતે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તે વર્ષ 1977ના આઈએફએસ ઓફિસર છે. વર્ષ 2008માં અમેરિકા સાથે અસૈન્ય પરમાણુ ડીલમાં તેમણે મોટી ભૂમિકા નિભાવી હતી.
જ્યારે રાજ્યસભાની બીજી સીટ માટે ભાજપે હોટલ, કંસ્ટ્રક્શન અને સોફટ ડ્રિંકના વ્યવસાયી જુગલ ઠાકોરને પોતાના ઉમેદવાર બનાવ્યા છે. જુગર ઠાકોલ ગુજરાત ક્ષત્રિય ઠાકોર વિકાસ સંઘના અધ્યક્ષ છે. તમને જણાવી દઈએ કે અમિત શાહ અને સ્મૃતિ ઈરાનીના રાજ્યસભા સીટો પર આપેલા રાજીનામા બાદ રાજ્યસભાની બે સીટો ખાલી થઈ છે. જેના પર પેટા ચૂંટણી થવાની છે. રાજ્યસભા માટે 5 જુલાઈએ રાજ્યસભા માટે વોટિંગ થવાનું છે.
આ પણ વાંચોઃ આજે આ રાજ્યમાં પહોંચી શકે છે ચોમાસુ, ભારે વરસાદની સંભાવનાને પગલે એલર્ટ