For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સાબરમતી રિવરફ્રન્ટ ખાતે 15 ઓગસ્ટથી શરૂ થશે 'Food Court'

|
Google Oneindia Gujarati News

અમદાવાદ, 1 ઓગસ્ટ : ટેસ્ટફૂલ ફૂડના શોખીન અમદાવાદીઓ માટે હવે ટૂંક સમયમાં ખાણી પીણી માટે નવી જગ્યા શરૂ થવાની છે. હવે અમદાવાદીઓ શહેરની શાન ગણાતા રિવરફ્રન્ટ ખાતે ખાણી પીણીનો સ્વાદ માણી શકશે. અમદાવાદની આ નવી 'ફૂડ કોર્ટ' સ્વાતંત્ર્ય દિન એટલે કે 15 ઓગસ્ટથી શરૂ થાય એવી શક્યતાઓ છે.

એએમસી (અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન) દ્વારા પશ્ચિમ કિનારામાં રિવરફ્રન્ટની શાનમાં વધારો કર્યા બાદ હવે પૂર્વ કિનારામાં રિવરફ્રન્ટની શાનમાં વધારો કરવાની દિશામાં ચક્ર ગતિમાન કર્યા છે. જેને કારણે હવે ટૂંકસમયમાં રિવરફ્રન્ટમાં અમદાવાદીઓ બંને કાંઠે હિલોળા મારતી સાબરમતી નદીના કાંઠા પર બેસીને પોતાના મનગમતા સ્વાદિષ્ટ ભોજનના રસથાળનો પણ આનંદ મેળવી શકશે.

sabarmati-riverfront

આ અંગે મ્યુનિસિપલ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે દધીચિ બ્રિજના પૂર્વ છેડા તરફ બનેલા ગાર્ડનના ભાગરૂપે અમદાવાદીઓ માટે ફૂડ કોર્ટ સ્થપાશે. દુકાનદારોને 11 મહિનાના લિવ એન્ડ લાયસન્સના ધોરણે ફૂડ કોર્ટ શરૂ કરવાની પરવાનગી આપવામાં આવશે. રિવરફ્રન્ટની શાન વધારવાના અભિગમના એક ભાગરૂપે આ આયોજન હાથ ધરાયું છે જેમાં અન્ય લોકોપયોગી વસ્તુઓના વેચાણ માટે 11 દુકાનને મંજૂરી અપાશે.

દરમિયાન રિવરફ્રન્ટ સાથે સંકળાયેલા સૂત્રો વધુમાં કહે છે, રિવરફ્રન્ટના પૂર્વ કાંઠે શાહીબાગના સ્વામિનારાયણ મંદિરની સામે લિવ એન્ડ લાયસન્સ સાથેની ફૂડ કોર્ટ અને અન્ય દુકાનો માટેના એક્સપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટ ગત તારીખ 21 જુલાઈના રોજ નીકળ્યા હતા અને 1 ઓગસ્ટ છેલ્લી તારીખ રાખવામાં આવી હતી.

શોપિંગનો શોખ પૂરો કરી શકાશે
રિવરફ્રન્ટના પૂર્વ કાંઠા પર ફૂડ કોર્ટ ઉપરાંત વિવિધ વસ્તુઓની શોપિંગ થઇ શકે તેવી11 દુકાન પણ ઊભી કરવામાં આવશે. આ દુકાનોમાંથી નાગરિકો હેન્ડીક્રાફ્ટની વસ્તુઓ, રમકડાં, હર્બલ-આયુર્વેદિક દવાઓ વગેરે ખરીદી શકશે. આમ, ફૂડ કોર્ટ ઉપરાંત લોકો રિવરફ્રન્ટમાં શોપિંગનો લાભ પણ લઈ શકશે.

ફૂડ કોર્ટ માટે સાત દુકાનને મંજુરી
કાંકરિયા લેકફ્રન્ટની જેમ રિવરફ્રન્ટમાં ફૂડ કોર્ટ સ્થપાનાર હોઈ તંત્ર દ્વારા ફૂડકોર્ટ માટે સાત દુકાનને મંજૂરી અપાઈ છે જે આગામી 15 ઓગસ્ટ સ્વતંત્રતા દિવસથી ધમધમતી થાય તેવી શક્યતા છે.

English summary
Sabarmati Riverfront 'Food Court' will start from 15 August
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X