'જે કામ લોકસભા નથી કરાવી શક્યુ તે ગુજરાતની જનતાએ કરાવી દીઘુ'

Written By:
Subscribe to Oneindia News

ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ પ્રચારની રણનીતિ સાતમાં આસમાને પહોંચી ગઈ છે. આ સમયે કોંગ્રેસના નેતા સચિન પાયલોટની અમદાવાદ ખાતે પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં તેમણે ભાજપના નેતા રવિશંકર પ્રસાદે હાફિઝ સઇદના મુદ્દા પર જવાબ આપ્યા હતા. તેમણે જણાવ્યુ હતુ કે, ગુજરાતની ચૂંટણી અને હાફિઝ સઇદના મુદ્દાને શું લેવા દેવા છે? આ મુદ્દાને ચૂંટણી સમયે જ શા માટે લેવામાં આવી રહ્યો છે. તેઓ નોટબંધી અને જીએસટીના જવાબો નથી આપવા માંગતા આથી તે આવા મુદ્દાઓ બહાર લાવી રહ્યા છે. આ ઉપરાંત તેમણે જીએસટીના દરના ઘટાડા પર બોલતા જણાવ્યુ કે, જે કામ લોકસભામાં નથી થઈ શક્યુ તે માત્ર ગુજરાતની જનતાના સવાલોએ કરાવી દીધુ છે. જીએસટી જ્યારથી લાગુ કરવામાં આવ્યો ત્યારથી તેના દરમાં ઘટાડો કરવામાં આવે તેવી માંગ ચાલી રહી છે, પરંતુ કેન્દ્ર સરકારે વાત ન માની પરંતુ જેવી ગુજરાતની ચૂંટણી આવી તેના દરમાં ઘટાડો આવી ગયો.

Congress

રાહુલ ગાંધીની સભા અને તેમની વધતી લોકપ્રિયતા પર વાત કરતા સચિન પાયલોટે જણાવ્યુ કે લોકો આજે રાહુલ ગાંધીને પસંદ કરતા થયા છે અને કોંગ્રેસને જે સારો પ્રતિસાદ મળી રહ્યો છે તે જોઈને ભાજપના ડર્ઝન નેતાઓ જવાબ આપવા મેદાનમાં આવી જાય છે. કોંગ્રેસનું અભિયાન માત્ર યુવાને રોજગારી અને ખેડૂતોની આત્મહત્યાને અટકાવવી છે. વધુમાં તેમણે કહ્યું કે ભાજપ આજે ભારતમાં કંઈ પણ ખરાબ વસ્તુ થાય છે તો તેની જવાબદારી કોંગ્રેસ અને મનમોહન સરકારને આપે છે. જે ભાજપના નેતાને ઉતારી નાખવામાં આવ્યા તેની પાછળ પણ કોંગ્રેસને જવાબદાર ગણાવવામાં આવે છે. કોંગ્રેસે ક્યારે પણ ભાજપ મુક્ત ભારત નથી કહ્યુ. કોંગ્રેસ પોતાની મર્યાદામાં રહીને કામ કરે છે. ગુજરાતની જનતાને માટે હવે રાહુલ ગાંધી જે કરે છે તે ભાજપને નડે છે. એ જોઈને અમને બહુ મજા આવે છે.

English summary
Sachin Pilot addressing Press Conference in Ahmedabad. Read more detail.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.