સાધ્વી કાયદા ચંગુલમાં, હવે તેના ટ્રસ્ટની પણ તપાસ શરૂ

Subscribe to Oneindia News

સાધ્વી જયશ્રીગીરી સંચાલિત 2 ટ્રસ્ટ પણ કાયદાની ચંગુલમાં આવી ગયા છે. ટ્રસ્ટમાં અનિયમિતતા જણાતા બનાસકાંઠાના મદદનીશ ચેરિટી કમિશ્નરે ટ્રસ્ટનો કબ્જો લઇ તપાસ ચાલુ કરી છે. નોંધનીય છે કે અત્યાર સુધીમાં સાધ્વી જયશ્રીગીરી વિરૂધ્ધ ડઝનથી વધુ ફરિયાદો નોંધાઇ ચુકી છે. ત્યારે સાધ્વી જ્યશ્રીગીરીએ મુક્તેશ્વર મઠના બન્ને ટ્રસ્ટ પર જમાવેલા કબ્જાને લઈને પણ તપાસ ચાલુ થઇ ગઈ છે. જેનાથી આવનારા દિવસોમાં સાધ્વીની મુસીબતો વધી શકે છે.

sadvi

જેમાં મુક્તેશ્વર ગૌ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ અને મુક્તેશ્વર મહાદેવ ટ્રસ્ટની ઓડીટ કેટલાક વર્ષો નથી થયો તેવું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. રાજ્યના ચેરિટી કમિશ્નરના હુકમને પગલે બનાસકાંઠાના મદદનીશ ચેરિટી કમિશ્નરે આ બન્ને ટ્રસ્ટની તપાસ ચાલુ કરી છે. આજે સ્થાનિક પ્રશાશન અને ટ્રસ્ટીઓ ની હાજરીમાં મઠમાં રહેલી તમામ સાધન સામગ્રીનું પંચનામું કરવામાં આવ્યું હતું.

sadhvi

નવનીતચંદ્ર પાટડીયા મદદનીશ ચેરિટી કમિશનર, બનાસકાંઠાના જણાવ્યા અનુસાર ટ્રસ્ટ ના ટ્રસ્ટીઓને શૉ કોઝ નોટિસ આપવામાં આવી છે.અને ટ્રસ્ટ હેઠળ નોંધાયેલા બેંક ખાતા સીઝ કરવામાં આવ્યા છે. ચેરિટી કમિશ્નરની રજા વગર ટ્રસ્ટીઓ ખાતાને હવે ઓપરેટ કરી શકશે નહીં. નોંધનીય છે કે મઠ માંથી તપાસ દરમ્યાન કેસ અને સિક્કાઓ મળી આવ્યા હતા. જે બાદ વિવિધ ફરિયાદો નોંધાતા મુક્તેશ્વર મઠનો કબજો ચેરીટી કમિશ્નરે લઇ લીધો છે. અને વધુ તપાસ શરૂ કરી છે.

English summary
Sadhvi jayshree giri case : Trust run by her also comes under Police inquiry
Please Wait while comments are loading...