સાધ્વી જયશ્રીગીરીનો જન્મ દિવસનો વીડિયો થયો વાયરલ

Posted By:
Subscribe to Oneindia News

નોંધનીય છે કે પાલનપુરમાં જે દિવસથી છેતરપીંડીના મામલે સાધ્વી જયશ્રી ગીરીનું નામ છાપે ચડ્યું છે તે દિવસથી આજ દીન સુધી રોજ તેમના કેસમાં નવા નવા વળાંક અને નવા નામો બહાર આવી રહ્યા છે. અત્યાર સુધીમાં સાધ્વી પર કુલ 9 જેટલી ફરિયાદો થઇ ચૂકી છે. અને તેમ છતાં વિવાદોનો અંત આવવાનું કોઇ નામ જ નથી લેવાતું. તેવામાં સાધ્વી જયશ્રી ગીરીનો વધુ એક વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ થયો છે. જેમાં સાધ્વીજીની ભવ્ય બર્થ ડે ઉજવાઇ રહી છે.

jayshree giri

સાધ્વી, પોતાના જન્મ દિવસનું ધામ ધૂમથી ઉજવણી કરતા હોય તેવા વિડીયો વાયરલ થયો છે. સંસાર ત્યજી ચૂકેલા સાધ્વી મોજશોખની રંગીન દુનિયામાં જશ્ન મનાવતા આ વીડીયોમાં સ્પષ્ટપણે નજરે પડે છે. એટલું જ નહીં બોલીવુડના પાણી પાણી ગીત પર જન્મ દિવસ પર સંસારી જીવની જેમ જલસા કરતા સાધ્વી વીડીયોમાં નજરે પડે છે. પ્રાપ્ત માહિતી મુજબ સિદ્ધપુર હાઇવે પર આવેલી ખાનગી હોટલમાં સાધ્વી એ પોતાનો જન્મ દિવસ ધામધૂમથી ઉજવણી કરી હતી.

Read also: નલિયા સેક્સકાંડ: 3ની ધરપકડ, જાણો શું છે આ આખો મામલો

જ્યાં એક પછી એક વિવાદાસ્પદ કિસ્સાઓ સામે આવી રહ્યા છે તેવામાં ડાયરામાં નોટોની વરસાદ કર્યા બાદ સાધ્વીના શાહી શોખનો આ નવો વિડીયો પણ વાયરલ થયો છે. ત્યારે સાધ્વી જયશ્રીગીરીની મુશ્કેલીઓ દિવસે ને દિવસે વધી રહી છે. અત્રે ઉલ્લખનીયે છે કે અગાઉ ડાયરા પછી હવામાં ફાયરિંગ કરતો વીડિયો વાયરલ થયા બાદ વડગામ પોલીસ મથક ફરિયાદ પણ નોંધાઈ હતી.

English summary
Sadhvi Jayshree Giri new video viral, where she celebrated her lavish birthday.
Please Wait while comments are loading...