For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાત વિધાનસભામાં ભગવા રંગની સાયકલોનો મુદ્દો ઉછળ્યો

|
Google Oneindia Gujarati News

ગાંધીનગર, 4 જુલાઇ : ગુજરાત વિધાનસભાના બજેટ સત્રના ત્રીજા દિવસે ભાજપ દ્વારા રાજ્યમાં પછાતવર્ગની કિશોરીઓને ભગવા રંગની સાયકલો વહેંચવામાં આવી હતી તે મુદ્દો કોંગ્રેસ દ્વારા ઉઠાવવામાં આવ્યો હતો. કોંગ્રેસનું કહેવું હતું કે આમ કરવા પાછળ ભાજપ સરકારનો હેતુ રાજકીય પ્રચાર કરવાનો છે. જ્યારે ભાજપે પોતાના બચાવમાં જણાવ્યું હતું કે આવો રંગ રાત્રે ચલાવતા સમયે સુરક્ષા સંબંધિત પગલાંરૂપે વધારે સારી રીતે પરિવર્તિત થાય તે માટે રાખવામાં આવ્યો છે.

ગુજરાત સરકારની એક યોજના અંતર્ગત સ્ટાન્ડર્ડ કાળા રંગની સાયકલો વહેંચવાને બદલે ભગવા અથવા કેસરી રંગની સાયકલો વહેંચવામાં આવી છે. આ સાયકલો પછાતવર્ગની કિશોરીઓને શાળાએ જવાના પ્રોત્સાહનના ભાગરૂપે વહેંચવામાં આવી છે.

saffron-color-bicycle

આ સમગ્ર બાબત ત્યારે બહાર આવી જ્યારે ગુજરાત વિધાનસભાના બજેટ સત્રમાં પ્રશ્નોત્તરીકાળ દરમિયાન કોંગ્રસના ધારાસભ્ય અરુણસિંહ રાણાએ સરકારની સાયકલ વહેંચણીની યોજના સંબંધિત પ્રશ્ન પૂછ્યો. રાણાએ એવો પ્રશ્ન પૂછ્યો હતો કે વર્ષ 2013-14 દરમિયાન ભરૂચ જિલ્લામાં પછાતવર્ગની વિદ્યાર્થીનીઓ પૈકી કેટલા અરજદારોને આ સાયકલ આપવામાં આવી હતી.

આ પ્રશ્નનો જવાબ આપતા ગુજરાતના સામાજિક ન્યાય અને સશક્તિકરણ પ્રધાન રમણલાલ વોરાએ જણાવ્યું કે તે સમય દરમિયાન કુલ 1703 અરજીઓ પ્રાપ્ત થઇ હતી. તેમાંથી 1521 અરજદારોની અરજી માન્ય રાખવામાં આવી હતી અને તમામ 1521 વિદ્યાર્થિનીઓને સાયકલ વહેંચવામાં આવી હતી.

English summary
Saffron color bicycles trigger discussion in Gujarat assembly.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X