For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગાંધીનગરઃ સખીમંડળની મહિલા સ્વાવલંબન બનાવતી કામગીરી

ગાંધીનગરઃ સખીમંડળની મહિલા સ્વાવલંબન બનાવતી કામગીરી

|
Google Oneindia Gujarati News

ગાંધીનગરના દહેગામ–મોડાસા વચ્ચે આવેલા બાવળાની મુવાડી ગામમાં મહિલાઓના આઘશક્તિ મિશન મંગલમ્ મંડળ દ્વારા ફ્લૉરમીલ-ઘંટી શરુ કરવામાં આવી છે. ગાંધીનગરના કલેક્ટર ડૉ. કુલદીપ આર્યએ ફ્લૉરમીલનું ઉદ્ઘાટન કર્યું હતું. જેમાં બહોળી સંખ્યામાં મહિલાઓ હાજર રહી હતી.

sakhimandal

આ ગામમાં વીજળીની સુવિઘા છે પણ ગામમાં કે નજીકમાં ક્યાંય દળામણની ઘંટી ન હતી. આ મુવાડીના રહીશોને મોટા ભાગની જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ મળી રહે છે. પરંતુ દાળનું દળામણ મોંઘું પડતું હતું. એક કિલોથી ૫૦ કિલોગ્રામ કોઇપણ ઘાન્ય દળાવવા માટે ગ્રામજનોએ ગામથી ૨૦ કિલોમીટર જેટલા અંતરે આવેલા રખિયાલ ગામે જવું પડતું હોવાની વેદના સખીમંડળના આનંદીબેને વ્યક્ત કરી હતી. ગામમાં વીજળીની સુવિઘા ૨૪ કલાક સરકારે આપી છે. પણ ગામની તમામ મહિલાઓ માટે દળામણ માથાનો દુખાવો બની ગયું હતું , કારણ એટલું જ કે અમને ભાઇ વાહન આવડે નહિ, તેમજ ગામની બહાર જવા તરત વાહન મળે પણ નહિ. દળામણ એટલે કે, જાણે મોટી ખરીદી કરવા જવાનું હોય તેટલું મોટું કામ તમામ ઘર માટે બની રહેતું હતું.

કયારેક તો બે-ચાર વાટકી લોટ ઊછીનો લેવા નીકળવું પડતું હતું. ચોમાસામાં તો દળામણ માટે બહુ સજાગ રહેવું પડતું હતું. દળામણ કરવા માટે 10 કિમી દૂર સુધી જવું પડતું હતું, જેનું હવે નિવારણ કરાયુ છે. આ દળામણ તો ઘર કંકાસનું કારણ પણ બનતું હતું. દળામણમાં ઘાટ કરતા ઘડામણ મોંઘું પડે તેમ અમને દાળ કરતા દળામણ મોંઘું પડતું હતું. કારણ કે રખિયાલ સુઘી જવા–આવવાનો ખર્ચે અંદાજે રુપિયા ૬૦-૭૦ થાય અને દળામણના રુપિયા અલગ એટલે દળામણ અમને ૧૦૦ રૂપિયામાં પડતું હતું. કયારેક ઘંટીવાળાને ત્યાં લાઇટ ન હોય કે અન્ય ટેકનિકલ ખામી હોય તો તે દિવસે પરત આવવું પડે.

હવે આ ફ્લોર મિલના નિર્માણથી અન્ય ગામોના લોકો પણ દળામણ કરવા આવી શકશે. મહિલા શસક્તિકરણ અને સ્વનિર્ભર થવાની દિશામાં આ સખીમંડળની કામગીરી અનેક ગામોને ઉદાહરણરૂપ છે.

English summary
sakhimandal livelihood mission markable work in dahegam
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X