For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સંદિપ પાત્રાએ સંકલ્પ પત્ર માટે પત્રકારો પાસે માંગ્યો અભિપ્રાય

ગુજરાત વિધાનસભાની ચૂટણીની જાહેરાત બાદ ભાજપ દ્વારા સતત નવા નવા સૂત્રો અને નવા અભિયાન લૉચ કરવામાં આવ્યા છે. ભાજપ "આ ગુજરાત મેં બનાવ્યુ છે" ત્યાર બાદ વિધાનસભાની ચૂંટણી પહેલા સંકલ્પ પત્ર બનાવા માટે જે લોકોના અભિપ્રાય લેવામા

|
Google Oneindia Gujarati News

ગુજરાત વિધાનસભાની ચૂટણીની જાહેરાત બાદ ભાજપ દ્વારા સતત નવા નવા સૂત્રો અને નવા અભિયાન લૉચ કરવામાં આવ્યા છે. ભાજપ "આ ગુજરાત મેં બનાવ્યુ છે" ત્યાર બાદ વિધાનસભાની ચૂંટણી પહેલા સંકલ્પ પત્ર બનાવા માટે જે લોકોના અભિપ્રાય લેવામાં આવે છે તેમા ભાજપ કમલમ કોબા ખાતે પત્રકારો પાસે પણ ભાજપનો સંકલ્પ પત્ર કેવા પ્રકારનો હોવો જોઇએ તેનો અભપ્રાય લેવામાં આવ્યો હતો. આ અગ્રેસર ગુજરાત અંતર્ગત ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સંદિપ પાત્ર દ્વારા તેમાં હાજર રહ્યા હતા.

SANDIP PATRA

અગ્રેસર ગુજરાત અભિયાનમાં પત્રકારોનો અભિપ્રાય લેવામા આવ્યો હતે. તેને લઇને ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સંદિપ પાત્રાએ જણાવ્યુ હતુ કે, ગુજરાત ભાજપ દ્વારા સતત નવા ઇનોવેટીવ કાર્યક્રમો આપવામાં આવે છે. મીડિયા બંધુઓ જે સુજાવ આપશે તે મત પેટીમાં નાખે અગ્રેસર ગુજરાતમાં પોતાનો અભિપ્રાય આપે તે અપેક્ષા છે.

ગુજરાતમાં અ ફોર આવાસ દ્વારા 11 લાખ ઘરો મળ્યા છે. ગીફ્ટ સીટીમાં આંતરરાષ્ટ્રીય ઇનવેસ્ટમેન આવ્યુ તે કિર્તિમાન છે. રોજગાર. ઇલેક્ટ્રીસિટીમાં પણ અગ્રેસર છે. જ્યોતિર્ગામ યોજના થી ગ્રામ જ્યોતિ દ્વારા દેશના પ્રત્યેક ગામને વિજળી પહોચાડવામાં આવી છે.

આજે ગુજરાતમાં 133 એન્જીનિયરિંગ કોલેજ છે. આજે 503 પ્રોફેશનલ કોલેજ, 5700 હજાર મેડિકલ સીટ છે. આયુષ્યમાન ભારતમાં 1.48 કરોડ કાર્ડ આપવામાં આવ્યા જેમા 70 લાખ લોકોને ડાયરેક્ટ તેમના ખાતામાં નાણા ટ્રાન્સફર કરવામાઁ આવ્યા છે

સંદિપ પાત્રાએ જણાવ્યું હતુ કે, આ ધરતી દ્વારકાધીશ અને સોમનાથની ધરતી પરથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવે છે. તે ધરતીને નમ કરુ છુ. સર્જિકલ સ્ટ્રાઇક કરી આપણે જીવનકાળમાં ક્યારેય નહોતુ વિચાર્યુ હતુ કે, 370 કલમ હટી શકે ગુજરાતમાં આજે હર ઘર પાણી પહોચાડવામાં આવ્યુ છે. સાથે 36 લાખ મહિલાઓને ઉજલા યોજનાથી ગેસ સીલેન્ડર મળ્યો છે રાજકોટમાં એઇમ્સ અને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ બની રહ્યુ છે. મોઢેરા સોલાર સીટી બનાવ્યુ છે.

ગુજરાતમાં ગર્ભવતી મહિલાઓન માટે 800 કરોડ રૂપિયા બજેટમાં ફાળવ્યા છે. તેની ચિંતા ગુજરાત સરકાર અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કરી છે. આ ગુજરાત મારુ છે મે આ ગુજરાત બનાવ્યુ છે.

સંદિપ પાત્રાએ કોંગ્રેસ પર પ્રહાર કરતા જણાવ્યું હતુ કે, સોનિયા ગાંધીએ આતંકવાદીના મોત પર ત્રણ દિવસ સુધી શોક મનાવ્યો હતો. જેણે રામના અસ્તીત્વ સામે સવાલ ઉઠાવ્યા હતા. ભારત જોડો યાત્રા પર પ્રતિક્રિયા આપતા જણાવ્યુ ંહતુ કે, યાત્રા જોડવાના નામે પણ તે તોડવા માટે કામ કરે છે. કોવિડમાં રસીને લઇને રાજનીતિ કરે છે. તે ભારતને ક્યારેય ના જોડી શકે. જેણ એરસ્ટ્રાઇક પણ પણ સવાલ ઉઠાવ્યા હતા.

English summary
Sandeep Patra interacted with journalists on Agresar Gujarat
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X